ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકના આકડાં થથરાવી મૂકશે, તોડી નાંખ્યા બધા જ રેકોર્ડ

હાલમાં દિવાળી બાદ ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદની વાત કરીએ તો અહિં એક જ દિવસમાં 326 કેસ સાથે 09 લોકોના મોત થતાની સાથે છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો અમદાવાદમાં 34 લોકોના મોત નિપજ્યા છે. આજે સતત પાંચમા દિવસે રાજ્યમા 1500થી વધુ કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 91 હજાર 459 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,540ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 14 દર્દીના મોત થયા છે. તેમજ રાહતની વાત એ છે કે, 1,283 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.05 ટકાથી ઘટીને 90.99 ટકા થયો છે.

image source

દિવાળીના રજાઓ અને તહેવારોમાં ખરીદી કર્યા બાદ ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1540 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 201949એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 14 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3906એ પહોંચ્યો છે. જ્યારે 1283 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 90.99 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 91,459 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

જો જિલ્લા પ્રમાણે વાત કરીએ તો કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 326, સુરત કોર્પોરેશન 221, વડોદરા કોર્પોરેશન 128, રાજકોટ કોર્પોરેશન 69, રાજકોટ 58, બનાસકાંઠા 57, સુરત 56, પાટણ 49, મહેસાણા 45, ગાંધીનગર કોર્પોરેશન 42, વડોદરા 41, ગાંધીનગર 39, ખેડા 30, જામનગર કોર્પોરેશન 29, પંચમહાલ 27, અમરેલી 26, ભરૂચ 26, મોરબી 24, અમદાવાદ 23, સાબરકાંઠા 21, આણંદ 20, સુરેન્દ્રનગર 20, કચ્છ 19, મહીસાગર 18, ભાવનગર કોર્પોરેશન 16, દાહોદ 16, જામનગર 15, જુનાગઢ કોર્પોરેશન 12, ગીર સોમનાથ 9, બોટાદ 8, જુનાગઢ 8, નવસારી 7, અરવલ્લી 6, દેવભૂમિ દ્વારકા 6, છોટા ઉદેપુર 5, નર્મદા 4, પોરબંદર 4, તાપી 4, ભાવનગર 3, વલસાડ 3 કેસ સામે આવ્યા છે.

image source

આ સાથે જ ગાંધીનગરની આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 14 દર્દીના મોત નિપજ્યા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 9 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1, બોટાદ 1 અને વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3906એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,83,756 નાગરીકો સાજા થઈ ગયા છે. 3906ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,287 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 96 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,191 સ્ટેબલ છે.

image source

હાલમાં અનેક રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં ફરીથી વધારા બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારના તાજા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. કોરોના મહામારીને ફેલાવાથી રોકવા માટે જાહેર કરવામાં આવેલા આ તાજા દિશા-નિર્દેશ 1 ડેસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે. ગાઇડલાઇન્સ પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન્સ તમામ સાવધાનીઓના પાલન કરાવવાની જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની હશે. કન્ટેનમેન્ટ ઝોન માટે બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરાવવાની ખાતરી કરાવવાની જવાબદારી સ્થાનિક પોલીસ, નિગમ અને જિલ્લા વહીવટી તંત્રની હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ