જલ્સા કરોને જેંતીલાલ

એક એક રેમડેસિવિર માટે વલખા મારતી જનતા, લોકોનો અનુભવ સાંભળીને તમારા પેટનું પાણી હલી જશે..

હાલમાં કોરોનામાં જે પણ વસ્તુ અક્સીર સાબિત થાય ત્યાં લોકોની લાઈન લાગતી જોવા મળે છે. કારણ કે કોરોનાએ હવે આખા ગુજરાતને બાનમાં લીધું છે. તો વળી એક તરપ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતમાં 5000 રેમેડેસિવિર ઇન્જેક્શન વિનામૂલ્યે વહેંચવાની જાહેરાત કરતા વિવાદ સર્જાયો હતો. પાટીલે આ ઇન્જેક્શન કેવી રીતે મેળવ્યા એવા સવાલો થયા હતા. તો વળી બીજી તરફ રેમડેસિવિરની અછતને કારણે હોસ્પિટલો તરફથી કોઈ બાંહેધરી ન અપાતા સ્વજનો પોતે જ રેમડેસિવિર ઇન્જેક્શનની ખરીદી માટે સવારથી લઈને સાંજ સુધી લાઇનમાં ઉભા રહતા જોવા મળ્યા હતા.

image source

આ સાથે જ જો કરૂણતાની વાત કરીએ તો એકતરફ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતમાં 5000 રેમેડેસિવિર ઇન્જેક્શન વિનામૂલ્યે વહેંચવાની જાહેરાત કરી છે જ્યારે આખો દિવસ લાઈનમાં ઊભા રહેવા છતાં પણ પૂરતી માત્રામાં ઇન્જેક્શનો ન મળતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને નેતાઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે. રેમડેસિવિર માટે લોકોનો આક્રોશ છે કે એક તરફ હોસ્પિટલમાં સ્વજનો જીવન-મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યાં છે ત્યારે તેમની સારસંભાળ રાખવી કે ઇન્જેક્શન માટે સવારથી સાંજ સુધી લાઇનમાં ઊભા રહેવું એ જ નથી સમજાતું. કોરોનાની ટ્રીટમેન્ટ કરતી હોસ્પિટલો લાખો રૂપિયાનો ચાર્જ વસૂલતી હોવા છતાં રેમડેસિવિર ઇન્જેક્શનની જ્યારે વાત આવે ત્યારે બધા જ મોઢું ફેરવી લેતા જોવા મળે છે.

image socure

હાલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોમાં ડર છે કે, ઇન્જેક્શનની ખરીદી દરમિયાન જો સેવા કરનાર વ્યક્તિ જ કોરોનામાં સપડાશે તો પરિવારનું ધ્યાન કોણ રાખશે અને કોણ તેમની સેવા કરશે. તેથી જ સરકારે આ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, જેથી છેવાડાનો માણસ પણ લાભ લઇ શકે અને પોતાના સ્વજનને બચાવી શકે. પરંતુ હાલમાં તો કંઈક અલગ જ અને વિપરીત માહોલ જોવા મળી રહ્યો છે. જો આંકડા સાથે વાત કરીએ તો શનિવારે એસવીપી હોસ્પિટલમાંથી 50 જેટલી ખાનગી હોસ્પિટલે 1150થી વધુ રેમડેસિવિરનો જથ્થો મેળવ્યો હતો. સરકારે એસવીપી હોસ્પિટલને વધારે 4 હજાર જેટલા રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો આપ્યો હતો.

image source

જો એસવીપીના કુલ જથ્થા વિશે વાત કરવામાં આવે તો ગઇકાલ તેમજ આજનો પડતર જથ્થો મળીને એસવીપી પાસે અત્યારે 7 હજારથી વધારે રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ આ સિવાય એક હોસ્પિટલે જાહેરાત કરી છે અને એ એટલે ઝાયડસ હોસ્પિટલ. તેમણે પણ જણાવ્યું છે કે, આજથી ફરી સવારે 8.30 થી 5.30 વચ્ચે રેમડેસિવિર ઈન્જેક્શન મળશે. જો કે આ ઈન્જેક્શન માટે દસ્તાવેજો પણ જરૂરી છે. જેનું લિસ્ટ નીચે પ્રમાણે છે

image source

લોકો આ માહોલમાં કઈ રીતે હેરાન થઈ રહ્યાં છે અને તેઓના કેવા કેવા અનુભવ થાય છે, તેમના વિશે જો વાત કરવામાં આવે તો શહેરના 4 લોકો સાથે વાત કરવામાં આવી હતી. ત્યાંથી કંઈક આવું જાણવા મળી રહ્યું છે. જો સૌથી પહેલા વાત કરીએ પાર્થ સવાણીની તો તેઓએ પોતાના અનુભવ વિશે જણાવ્યું હતું કે-જો તમારી પાસે ઓળખાણ અને પૈસા હોય તો ઇન્જેક્શન મળવામાં સરળતા રહે છે એ અમે જોઈ લીધું. એક જગ્યાએ ટોકન લઈએ ત્યારે બીજે-ત્રીજે દિવસે ઇન્જેકશનના બે ડોઝ અપાય છે. લાઈનમાં ઉભા રહેનારને જ જો કોરોના થાય તો સેવા કરનાર વ્યક્તિ કોઈ ન રહે.

image source

એ જ રીતે દિશાંત પારીખ વાત કરે છે કે મિત્રના ફાધર હોસ્પિટલમાં દાખલ છે. મિત્રને પણ કોરોના પોઝિટિવ છે અને ડૉક્ટરે રેમડેસિવિર ઈન્જેક્શન લાવવા કહ્યું હતું. તે માટે બે દિવસ અમદાવાદની 15થી વધુ જગ્યાએ તપાસ કરી, પણ ક્યાંય મળ્યા નહીં. બ્લેકમાં 20થી 25 હજારનો ભાવ હતો. આ સાથે જ હર્ષ પટેલને અનુભવ થયો એના વિશે કહ્યું કે-મારા પપ્પા અને અંકલ બંને પોઝિટિવ છે. ડોક્ટરે કહ્યું કે રેમડેસિવિર લાવવાં પડશે. હું છેલ્લાં ત્રણ દિવસથી અનેક જગ્યાએ ધક્કા ખાવ છું પણ મળતા નથી. રાત્રે પણ જો કોઈ કહે કે આ જગ્યાએ મળે છે તો પોલીસના દંડા ખાઈને પણ ઇન્જેક્શન લેવા જવા તૈયાર છું. ત્યારે આવા તો કેટલા લોકો છે જેને ઈન્જેક્શનની જરૂર છે અને તેઓ કોણપણ ભોગે જવા માટે તૈયાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version