જલ્સા કરોને જેંતીલાલ

કોરોના પોઝિટીવ કેસમાં ભયંકર વધારો, ગુજરાતીઓને ખાસ ચેતવું પડશે, જોઈ લો આકંડાઓ

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, આજે રાજ્યમાં 2 મહિના બાદ 1400થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લે 25 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 1442 કેસ સામે આવ્યા હતા.

image source

ત્યારે હવે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1420 કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. જ્યારે 1040 દર્દી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 1 લાખ 94 હજાર 402 થયો છે. જ્યારે મૃત્યુઆંક 3837 થયા છે. તો અત્યારસુધીમાં કુલ 1 લાખ 77 હજાર 515 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

image source

કહેવાય રહ્યું છે કે, કોરોના મહામારીમાં જ લોકોને તહેવારોની ખરીદી અને ઉજવણી હવે ખુબ જ ભારે પડી રહી છે. કારણ કે કોરોના વાયસરને ભૂલીને ગુજરાતી પ્રજા મોજશોખમાં મસ્ત બની ગઇ હતી પરંતુ હવે તેના પડઘા પડી રહ્યા છે અને સ્થિતિ તો એવી પણ સામે આવી રહી છે કે, રાજ્યના કેટલાક શહેરોમાં કરફ્યૂ લાદવાનું પણ સ્થાનિક તંત્ર વિચારી રહ્યું છે. આ સાથે જ અમદાવાદમાં તો આગામી 57 કલાક માટે કરફ્યૂની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1420 પોઝિટિવ કેસ આવ્યા છે.

image source

ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને હવે 1,94,402એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3837એ પહોંચ્યો છે. જ્યારે 1040 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.31 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 67,901 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો મોતના આંકડાની વાત કરીએ તો, આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 7 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 2, પાટણ 1, રાજકોટ કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3837એ પહોંચ્યો છે.

image source

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 305, સુરત કોર્પોરેશન 205, વડોદરા કોર્પોરેશન 116, રાજકોટ કોર્પોરેશન 83, બનાસકાંઠા 54, રાજકોટ 54, ગાંધીનગર કોર્પોરેશન 52, મહેસાણા 52, પાટણ 49, સુરત 41, વડોદરા 39, ગાંધીનગર 34, મહીસાગર 27, મોરબી 24, અમદાવાદ 22, જામનગર 22, અમરેલી 21, જામનગર કોર્પોરેશન 20, કચ્છ 20, સુરેન્દ્રનગર 19, પંચમહાલ 18, સાબરકાંઠા 16, ખેડા 15, નર્મદા 14, જુનાગઢ કોર્પોરેશન 13, દાહોદ 12, ગીર સોમનાથ 11, આણંદ 10, ભાવનગર કોર્પોરેશન 9, જુનાગઢ 9, અરવલ્લી 7, દેવભૂમિ દ્વારકા 6, ભરૂચ 5, ભાવનગર 5, છોટા ઉદેપુર 5, બોટાદ 3, નવસારી 2, વલસાડ 1, 1 કેસ સામે આવ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ 13050 એક્ટિવ દર્દી છે. જેમાંથી 92 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 12958 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં 24 કલાકમાં 67,901 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં 71 લાખ 1 હજાર 57 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version