કોર્ન આલુ કબાબ – નાના મોટા દરેકને પસંદ આવશે આ કબાબ તો આ સ્ટેપ બાય સ્ટેપ રેસિપીથી જરૂર બનાવજો…

અત્યારે શિયાળાની ઠંડીની સિઝનમાં સારા એવા પ્રમાણમાં માર્કેટમાં સ્વીટ કોર્ન મળતા થયા છે. હેલ્થ માટે ખૂબજ હેલ્ધી એવા સ્વીટ કોર્નમાંથી અનેક જાતની સ્વીટ તેમજ સ્પાયસી વાનગીઓ બનાવવામાં આવે છે. તેમાંથી સ્વીટ રોલ, હલવો વગેરે બનાવી શકાય છે. પરાઠા, ઢોકળા, સમોસા, કચોરી, વેજીટેબલ વગેરે જેવી અનેક સ્પાયસી વાનગીઓ બનવવામાં આવે છે.

અહીં હું આપ સૌ માટે આલુ સાથે સ્વીટ કોર્નનું કોમ્બીનેશન કરીને કોર્ન આલુ કબાબ બનાવવાની રેસિપિ આપી રહી છું. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. આ કોર્ન આલુ કબાબ સ્ટાર્ટર, ચા સાથે નાસ્તા માટે બાળકોના ટીફીન માટે કે સાંજના નાસ્તા માટે બનાવી શકાય છે. તેને ડીપ ફ્રાય કે સેલો ફ્રાય કરી બનાવી શકાય છે. તમારા મનગમતા શેઇપ જેવાકે બોલ્સ, ટિક્કી, સ્ક્વેર વગેરે આપી શકાય છે. લેસ ઓઇલથી અપ્પે પેનમાં પણ બનાવી શકાય છે. ફુદિના ચટણી, ગ્રીન ચટણી, મીઠી ચટણી કે કેચપ સાથે સર્વ કરી શકાય છે

તો કોર્ન આલુ કબાબની મારી આ ટેસ્ટી અને હેલ્ધી રેસિપિ ફોલો કરીને તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. નાના મોટા દરેક લોકોને ખૂબજ ટેસ્ટી લાગશે. ઘરની પાર્ટીઓ માટે સ્ટાર્ટર તરીકે પણ બનાવી શકાય છે.

કોર્ન આલુ કબાબ બનાવવા માટેની સામગ્રી :

  • 5 થી 6 બાફેલા બટેટા
  • 1 ¼ કપ બાફેલા અમેરિકન કોર્ન –સ્વીટ કોર્ન
  • 2 ટેબલ સ્પુન કર્ડ
  • ½ કપ મેંદો ‌- કોટિંગ માટે
  • 3 બ્રેડની સ્લાઈઝ
  • ½ ટી સ્પુન હળદર
  • ½ કપ બારીક સમારેલી કોથમરી
  • ½ કપ બારીક સમારેલી ઓનિયન
  • ½ ટી સ્પુન આખુ જીરુ
  • 1 ટી સ્પુન લીલુ કે ફ્રેશ લાલ મરચુ ખાંડેલુ
  • 1 ટી સ્પુન કાશ્મીરી મરચુ
  • 1 ટી સ્પુન ગરમ મસાલો
  • 1 ટી સ્પુન લેમન જ્યુસ
  • સોલ્ટ સ્વાદ પ્રમાણે
  • 1 ટી સ્પુન જીંજર ગાર્લિક પેસ્ટ
  • ½ ટી સ્પુન ચીલી ફ્લેક્ષ
  • 1 કપ મેંદો – ડ્રાય કોટિંગ માટે
  • 1 ½ કપ બ્રેડ ક્રમ્સ –ડ્રાય – ( સ્લરીમાં ડીપ કર્યા પછી કબાબને કોટીંગ કરવા માટે )

સ્લરી બનાવવા માટે :

  • 5 ટેબલ સ્પુન મેંદો.
  • 1 ટેબલ સ્પુન કોર્ન ફ્લોર
  • 1 ટી સ્પુ ચિલિ ફ્લેક્ષ
  • ½ ટી સ્પુન સોલ્ટ
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • 1 કપ પાણી અથવા જરુર મુજબ

કોર્ન આલુ કબાબ બનાવવાની રીત :

* પ્રથમ પીલરથી બટેટાની છાલ કાઢી, એ બટેટા અને કોર્નના દાણા કાઢી તેને બાઉલમાં ભરી થોડું પાણી ઉમેરી, કૂકરમાં નીચે જાળી મુકી, તેના પર મૂકી વ્હીસલ કરી કૂક કરી લ્યો. જેથી મટર અને બટેટામાં વધારે પાણી નહી ચડે. ( પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે ).

ત્યારબાદ તેને ચાળણીમાં મૂકી નિતારી લ્યો.

*3 બ્રેડને ગ્રાઇંડ કરી તેના ફ્રેશ બ્રેડ ક્રમ્સ બનાવી લ્યો.

રીત :

એક મિક્સિંગ બાઉલ લઈ તેમાં બાફેલા બટેટાને ખમણી લ્યો. તેમાં અધકચરા ગ્રાઇંડ કરીને બાફેલા કોર્ન ઉમેરો. સાથે તેમાં ફ્રેશ બ્રેડ ક્રમ્સ ઉમેરો. હવે તેમાં ½ કપ બારીક કાપેલી ઓનિયન, ½ ટી સ્પુન આખુ જીરુ, ½ ટી સ્પુન હળદર, ½ કપ બારીક સમારેલી કોથમરી, 2 ટેબલ સ્પુન કર્ડ, 1 ટી સ્પુન લીલુ કે ફ્રેશ લાલ મરચુ ખાંડેલુ, 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ, 1 ટી સ્પુન ગરમ મસાલો, 1 ટી સ્પુન લેમન જ્યુસ, સોલ્ટ સ્વાદ પ્રમાણે, 1 ટી સ્પુન જીંજર ગાર્લિક પેસ્ટ, ½ ટી સ્પુન ચીલી ફ્લેક્ષ ઉમેરો.

હવે આ બધી સામગ્રીને મિક્ષ કરી લ્યો. તેમાંથી લંબગોળ શેઇપના આલુ મટર કબાબ બનાવી એક પ્લેટમાં મૂકો. જરુર પડે તો હથેળીને મેંદાવાળી કરીને શેઇપ આપો. તમારી પસંદગીનો કબાબને શેઇપ આપો.

હવે એક નાની પ્લેટમાં ડ્રાય કોટિંગ માટે 1 કપ મેંદો લ્યો. તેમાં બનાવેલા બધા કબાબ વારા ફરતી કોટ કરીને હાથથી જરા પ્રેસ કરી લ્યો જેથી મેંદાનું કોટિંગ ડ્રાય હોવાથી સરસ સ્ટીક થઇ જાય. ત્યારબાદ એક પ્લેટમાં 1 ½ કપ દ્રાય બ્રેડ ક્રમ્સ લ્યો.

મેંદાની સ્લરી બનાવવાની રીત:

એક બાઉલમાં સ્લરી બનાવવા માટે તેમાં 1 કપ મેંદો અને 1 ટેબલ સ્પુન કોર્ન ફ્લોર લઈ મિક્ષ કરો. હવે તેમાં 1 ટી સ્પુન રેડ ચીલી ફ્લેક્ષ, ½ ટી સ્પુન ગરમ મસાલો અને સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી મિક્ષ કરો. તેમાં થોડું થોડું કરીને લગભગ 1 કપ જેટલું પાણી ઉમેરી મિક્ષ કરી ઘટ્ટ સ્લરી બનાવો. આ બનાવેલ સ્લરીમાં મેંદાથી કોટ કરેલ કબાબ ડીપ કરીને ફોર્કમાં લઈ એક્સ્ટ્રા સ્લરી નિતારી લ્યો. ( પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે ).

હવે આ સ્લરીથી કોટેડ કબાબને ડ્રાય બ્રેડક્ર્મ્સમાં મુકી, જરા પ્રેસ કરી ઓલ ઓવર કોટ કરી લ્યો.

સાથે હાથથી સારી રીતે પ્રેસ કરી લ્યો. જેથી બરાબર કોટિંગ સેટ થઇ જાય.

હવે બધા કબાબ આ પ્રમાણે બનાવી એક પ્લેટમાં ગોઠવીને રેફ્રીઝરેટરમાં ½ કલાક સેટ થવા મૂકો. જેથી ફ્રાય કરતી વખતે બ્રેડ ક્રમ્સ છુટાપડીને જરા પણ ઓઇલમાં નહી આવે અને ખૂબજ સરસ ક્રીસ્પી અને ક્રંચી ટેસ્ટ્વાળા કબાબ બનશે.

*કોર્ન આલુ કબાબ ફ્રાય કરતા પહેલા ફ્રીઝ્માંથી 1 કલાક અગાઉ બાહર કાઢી લેવા. રુમ ટેમ્પરેચર પર આવે પછી ફ્રાય કરવા.

હવે એક પેનમાં ઓઇલ ગરમ મૂકી. એકદમ ગરમ થઈ જાય એટલે ફ્લૈમ મિડિયમ રાખી કબાબ ડીપ ફ્રાય કરો. બન્ને બાજુ સરસ ક્રીસ્પી અને ગોલ્ડન કલરના કબાબ ફ્રાય થાય ત્યાં સુધી જારા વડે થોડી થોડીવારે બન્ને બાજુ કબાબ ફેરવતા જઈ ફ્રાય કરી લ્યો.

ઓઇલ નિતારી પ્લેટમાં મૂકો. હવે ગરમા ગરમ કોર્ન આલુ કબાબ સર્વ કરવા માટે રેડી છે.

સર્વિંગ પ્લેટમાં કોર્ન આલુ કબાબ મૂકી, કેચપ, સ્વીટ ચટણી, ગ્રીન ચટણી સાથે સર્વ કરવાથી આ કબાબ ખૂબજ ટેસ્ટી લાગશે. નાના મોટા બધાને ખૂબજ ભાવશે. તો તમે પણ એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.