કોર્ન ડિલાઈટ – બાળકોની ફેવરીટ ડીશ બનાવી, કરી દો તમારા બાળકોને ખુશ ખુશ……

કોર્ન ડિલાઈટ

આજકાલના કિડ્ઝની સાથે તાલ મિલાવવા અપડેટેડ રહેવું જ પડે. અને એમાં પણ સ્વાસ્થ્યની વાત આવે ત્યારે તો ખાસ. તો એમના અને બધાના સારા આરોગ્ય માટે વધારે ફાંફા મારવાની જરૂર નથી. કિચનમાં નજર કરો. મકાઈનો તાજો લોટ પડ્યો છે?? તો Let’s begin.

મમ્મી હંમેશા મીઠાઈમાં સુખડી જ આપે તો બાળક કંટાળે. એટલે આજે આપણે મકાઈના લોટમાંથી એકદમ નવું બનાવી રહ્યા છીએ. અને સાથે ” ચા” નો મસાલો પણ એડ કરીશું. It’s gonna be super cool, believe me.

સામગ્રી:

  • 1 કપ મકાઈનો લોટ,
  • 1/2 કપ ઘી,
  • 1/2 કપ ઓર્ગેનિક ગોળ,
  • 1 tsp ચા નો મસાલો.

રીત:– એક નોનસ્ટિક કડાઈમાં ઘી મૂકો. પછી તેમાં મકાઈનો લોટ મધ્યમ તાપ પર વ્યવસ્થિત શેકી લો.– ગેસ ઓફ કરીને મિશ્રણ થોડું ઠરે પછી ગોળ અને ચા નો મસાલો મિક્સ કરીને પ્લેટમાં ટ્રાન્સફર કરો. – મિશ્રણ ઠરે પછી પીસીઝ કરી લો. આપણું કોર્ન ડીલાઇટ તૈયાર છે.

ફૂડ ફેક્ટ:

ડિઝર્ટમાં સ્પાઈસીઝ ઉમેરીને વર્ષોથી અનેક પ્રયોગો થતા રહ્યા છે. ક્યા ડિઝર્ટમાં ક્યો મસાલો સારો લાગે એના માટે થોડું imagine કરીને મેઈન કોર્સ પછી આપણે કંઈક નવું છતાંય ટેમ્પટિંગ પીરસી શકીએ.

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી