આ 6 સુપર ફુડ ખાવાથી શિયાળામાં નથી પડાતુ બીમાર, જાણો તમે પણ

-શિયાળાની ઠંડીમાં આ 6 સુપર ફૂડ તમને રાખશે સ્વસ્થ અને તંદુરસ્ત, બીમારી સામે આપશે રક્ષણ.

image source

શિયાળામાં તંદુરસ્ત રહેવા માટે સુપર ફૂડને ડાયટમાં સામેલ કરવાથી ફાયદો થાય છે. લાંબા આયુષ્ય માટે હ્રદયને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. દરેક બીમારી સામે રક્ષણ આપશે આ 6 સુપર ફૂડ.

image source

હ્રદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે નિયમિત કસરતની સાથે યોગ્ય ડાયટની પણ જરૂર છે. સુપર ફૂડ હ્રદય માટે ખૂબ ફાયદા કારક છે.તમે કેટલું વર્ક આઉટ કરો છે એટલુ જરૂરી નથી સાથે યોગ્ય ડાયટ પણ એટલુ જ જરૂરી છે. જો તમે આવું નથી કરતાં વર્ક આઉટ કોઈ કામ નું નથી.

image source

રસોડામાં બનતા સ્વાદિષ્ટ ખોરાક સામે આપડેએ ભૂલી જઇયે છીએ કે આપડે શું ખાવું અને શું નહીં ખાવાનું. આના માટે સૌથી સરળ ઉપાય છે ડાયટ પ્લાન. નિયમ પાલન જ સફળતાની ચાવી છે અને આના માટે થોડું કડક એટલે કે મક્કમ મનોબળ સાથે ડાયટ પ્લાન કરવું પડશે.

-શિયાળા માટે આ 6 સુપર ફૂડ

1.ઓટ્સ

image source

ઓટ્સ ફાયબરથી ભરેલા હોય છે જે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ આંતરડાને મજબૂત કરે છે અને ગ્લુકોજનું શોષણ ઓછું કરે છે. આમાં બીટા ગ્લુકન હોય છે,જે ફેટ ઘટાડવામાં મદદ કરે છે. આને રોટલી સ્વરૂપે દાયતમાં સામેલ કઋ શકાય છે અથવા ફળ અને ડ્રાય ફ્રૂટની સાથે દલિયા સ્વરૂપે [અન આને લઈ શકો છો. આ એક બેસ્ટ હેલ્થી બ્રેક ફાસ્ટ ઓપ્શન છે.

2.વિટામિન-સી યુક્ત ખોરાક

image source

સ્વસ્થ હ્રદય માટે વિટામિન સી વાળો ખોરાક જેમ કે સંતરા,લીંબુ,આમળા વગેરેને દાયતમાં સામેલ કરો. વિટામિન સી એંટી ઓક્સિડેંટથી ભરપૂર હોવાના કારણે હ્રદય રોગને લગતી બીમારીનો ભય ઓછો રહે છે એવું સાબિત થયું છે.

3.પ્રોટીન

image source

સોયાબીન અને ટોફૂ પ્રોટીન,વિટામિન,ફાઈબર,મિનરલ્સ અને પોલી-અનસેચૂરેટીડ થી ભરપૂર હોય છે જે હ્રદય માટે સારું છે અને સોયાબીન એલડીએલ સ્તરને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

4.એંટી-ઓક્સિડેંટ

 

image source

બ્લૂ બેરી(જાંબુ)માં એંથોસાયનીન પુષ્કળ પ્રમાણમા હોય છે જે એક પ્રભાવશાળી એંટી ઓક્સિડેંટ છે. આ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.

5.નટ્સ (ડ્રાય ફ્રૂટ)

image source

બદામ અને અખરોટ હ્રદય માટે ખૂબ જ સારા માનવમાં આવે છે. આમાં વિટામિન-ઇ હોય છે. આ એલડીએલ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ કરે છે અને સાથે જ ઓમેગા 3 ફેતી ઍસિડથી ભરપૂર હોય છે.

6.સંતરા

image source

સંતરા વિટામીન સી થી ભરપૂર હોય છે. શિયાળામાં તડકામાં વિટામિન ડી મળે છે તો વળી બીજી બાજુ ત્વચાને ઘણું નુકશાન પણ થાય છે. આ નુકશાનની ભરપાઈ કરે છે સંતરા. સંતરા કેલેરી બર્ન પણ કંટ્રોલ કરવામાં અસરદાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ