જલ્સા કરોને જેંતીલાલ

ત્રણ વાર દિલ્લીના મુખ્ય મંત્રી પદ પર રહી ચુકેલા, દિગ્ગજ કોંગ્રેસ નેતા શિલા દિક્ષિતનું 81 વર્ષની ઉંમરે નિધન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિલા દિક્ષીતનું આજે નવી દિલ્લી ખાતે નિધન થયું છે. તેઓ 81 વર્ષના હતા. તેઓ ઘણા લાંબા સમયથી બિમાર હતા. આજે તેમને સવારે 10.30 વાગે શહેરની એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને સીધા જ આઈ.સી.યુમાં એડમીટ કરવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલમાં દાખલ કર્યાના થોડા જ કલાકોમાં એટલે કે આજે બપોરે 3.30 વાગે તેમનું મૃત્યુ ધઈ ગયું હતું.


ગયા વર્ષે તેમણે ફ્રાન્સ ખાતે હાર્ટ સર્જરી પણ કરાવી હતી. તે વખતે ફોર્ટીસ એસ્કોર્ટ્સ હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન અશોક શેઠે તેમને સલાહ આપી હતી કે તેઓ તેમની હાર્ટ સર્જરી ફ્રાન્સના લીલેમાં આવેલી યુનિવર્સિટી હોસ્પિટલમાં ડો. થોમસ મોડાઈન પાસે કરાવે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિલા દિક્ષિત છેલ્લા કેટલાક વર્ષોથી ડો. શેઠના સુપરવિઝન હેઠળ ફોર્ટીસ એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા. 2012ના નવેમ્બરમાં તેમણે એન્જીઓપ્લાસ્ટી કરાવી હતી અને થોડા સમય પહેલાં તેમણે ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ પણ કરાવી હતી.


શિલા દિક્ષિત કોંગ્રેસના દીગ્ગજ નેતાઓમાં એક હતા. તેઓ વર્ષ 1998થી 2003 સુધી સતત 15 વર્ષ દિલ્લીના મુખ્યમંત્રી રહ્યા હતા. શિલા દિક્ષિતે પોતાના કામના જોરે કોંગ્રેસમાં ઉચ્ચ નેતાનું સ્થાન મેળવ્યું હતું. સોનિયા ગાંધી પણ શિલા દિક્ષિતને એક સારા નેતા માનતા હતા અને માટે જ કોંગ્રેસમાં હંમેશા તેમને એક આગવુ મહત્ત્વ આપવામાં આવ્યું છે.


1998માં શીલા દિક્ષિતને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામા આવ્યા હતા. અને તે જ વર્ષે તેમણે દીલ્લીમાં ચૂંટણી લડવા માટે ટીકીટ મેળવી પણ તેઓ જીતી ન શક્યા અને ત્યાર બાદ તેમણે લોકસભાની ચૂંટણી લડવાનું બંધ કરી દીધું. અને દીલ્લીના મુખ્યમંત્રી પદને જ પોતાનું લક્ષ બનાવી લીધું. અને ત્યાર બાદ તરત જ દિલ્લી વિધાનસભાની ચુંટણીમાં તેમણે માત્ર જીત જ ન મેળવી પણ મુખ્ય મંત્રીનું પદ પણ મેળવી લીધું. અને ત્યારથી તેઓ ત્રણ-ત્રણ વાર દીલ્લીના મુખ્યમંત્રી તરીકે ચુંટાતા રહ્યા.

તેમના નીધન પર કોંગ્રેસ ઉપરાંત અન્ય પાર્ટીના નેતાઓએ પણ તેમને શ્રદ્ધાંજલી આપી છે. વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેમના મૃત્યુ પર ખેદ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. જે આ પ્રમાણે છે.

હાલના દીલ્લીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે “તેમના નિધનથી દિલ્લીને એક મોટી ખોટ ગઈ છે અને તેમના દીલ્લી માટેના ફાળાને હંમેશા યાદ રાખવામાં આવશે. મારી તેમના કુટુંબના સભ્યોને હૃદયપૂર્ણ સહાનુ ભૂતિ છે.”

કોંગ્રેસ પાર્ટીના ટ્વીટર અકાઉન્ટ પરથી પણ ટ્વીટ કરવામાં આવ્યું “અમને એ સાંભળીને અત્યંત દુખ થાય છે કે શિલા દીક્ષીત નથી રહ્યા. જીવનપર્યંત કોંગ્રેસવુમન અને ત્રણ વાર દિલ્લીના મુખ્ય મંત્રી એવા તેમણે દીલ્લીના ચહેરાને એક નવું રૂપ આપ્યું હતું. અમારી ભાવપૂર્ણ સહાનુભૂતી તેમના કુટુંબ અને મિત્રોને. આશા છે કે તેમને આ દુખમાંથી પસાર થવાની હીંમત મળે. ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version