પરિવારને વેર-વિખેર કરતું પોલિટિક્સ, પિતા કોંગ્રેસમાં છે અને દીકરો AAP પાર્ટીમાં જોડાયો તો ઘરમાંથી કાઢી મૂક્યો

સામાન્ય રીતે રાજકારણ એ પરિવારના બે ફાટા પાડી નાંખે છે. હાલની પરિસ્થિતિ એવી છે કે રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પતિ-પત્ની, પિતા-પુત્ર, કાકા-ભત્રીજા રેસમાં જોવા મળ્યાં છે. પરંતુ એક જ પરિવારની બે મહિલા અલગ-અલગ પક્ષ માટે પ્રચાર કરે એવું સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું હતું. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ભાજપમાંથી પ્રચાર કરે છે તો બહેન નયનાબા જાડેજા સામાન્ય લોકો વચ્ચે શેરી-ગલીઓમાં કોંગ્રેસની પ્રશંસા કરી રહી છે. ત્યારે હાલમાં પણ પરિવારમાં ડખા થયાનો બીજો કેસ સામે આવ્યો છે. અમદાવાદમાં એવા પિતા-પુત્ર છે જેઓ પોતાના પક્ષ માટે એકબીજાનો સાથ છોડી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સામ-સામે લડી રહ્યા છે.

image soucre

જો આ કેસ વિશે વિગતે વાત કરીએ તો અમદાવાદના વાસણા વોર્ડના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોઈ વિરોધી નહીં પણ સગા પિતા-પુત્ર છે, પરંતુ 2021ની મહાનગરપાલિકાની ચૂંટણી જીવનમાં એક વળાંક લાવી છે, જેમણે પિતા-પુત્રને અલગ કરી દીધા છે. માત્ર અલગ જ નથી કર્યા પણ એમાં જો મોટી વિશેષ વાત એ છે કે પુત્ર પિતાનો સાથ છોડી પક્ષની વિચારધારા અને બદલાવ લાવવા માટે એક રૂમના ભાડાના મકાનમાં રહેવા જતો રહ્યો છે. આ જોઈને પાડોશી પણ માથું પકડીને વિચારવા લાગ્યા છે કે રાજકારણે તો ભારે કરી.

મળતી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો કોંગ્રેસ તરફથી વિનુભાઈ ગોહેલ ઉમેદવાર છે અને તેમના પુત્ર નિમેષ ગોહેલે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે વિનુભાઈએ એક ન્યૂઝ પેપર સાથે વાત કરી હતી કે હું 33 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલો છું. પક્ષે મને ઘણા હોદ્દા આપ્યા છે. હું પાર્ટીનો વફાદાર રહ્યો છું અને વાસણા વોર્ડ-પ્રમુખ રહ્યો છું. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મને ટિકિટ મળી છે. પછી ભારે હૃદય સાથે પિતાએ કહ્યું કે આ વખતે મારા પુત્રે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે.

image soucre

પણ પિતાએ ચોખ્ખું કહ્યું કે-મારી જાણ બહાર જ તેણે આ ઉમેદવારી નોંધાવી હતી. મારા પુત્રનું કહેવું છે કે પોતે કેજરીવાલથી પ્રભાવિત થયો છે અને એને કારણે આજે પોતે બદલાવ લાવવા માટે ઉમેદવારી નોંધાવી છે. તેમજ આગળ વાત કરી કે દીકરાએ મારા NOC પર આમ આદમી પાર્ટીમાંથી મારી જાણ બહાર ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ મને જાણ થતાં તેને મેં સમજાવ્યો હતો કે પરિવારમાં દાદા અને હું કોંગ્રેસ સાથે સંકળાયેલા છીએ તો તું કેમ એવું કરે છે. તું અમને સપોર્ટ કર. પણ પિતાની એક ન ચાલી અને દીકરાએ જવાબ આપ્યો એ ખરેખર હવે વાયરલ થઈ રહ્યો છે.

દીકરાએ પિતાને કહ્યું કે- મારી વિચારધારા કેજરીવાલ સાથે જોડાયેલી છે અને તેમના પક્ષ માટે કામ કરીશ. ફોર્મ ભર્યા બાદ તરત જ પુત્ર પિતાથી અલગ ભાડાના મકાનમાં રહેવા જતો રહ્યો છે અને એકલા રિક્ષા લઈને પ્રચાર કરે છે. જેમ પિતાએ વાત કરી એ જ રીતે પૃત્રએ પણ વાત કરી હતી અને કહ્યું હતું કે હું કેજરીવાલજીની વિચારધારા સાથે સંકળાયેલો છું. દિલ્હીમાં કેજરીવાલે જે કામ કર્યાં છે એવાં કામો ગુજરાતમાં પણ થવાં જોઈએ.

આગળ વાત કરતાં નિમેષે પોતાની ઈચ્થા વ્યક્ત કરી કે, દિલ્હીમાં મફત શિક્ષણ અને સરકારી હોસ્પિટલ જેવી સુવિધાઓ આપવામાં આવી એવી અહીં ગુજરાતમાં પણ લાવવી છે. મને આમ આદમી પાર્ટી પસંદ છે અને એની વિચારધારા મુજબ ચાલુ છું. દીકરાએ પછી ખુલાસો કર્યો કે જ્યારે મેં ફોર્મ ભર્યું ત્યારે મારા પિતાએ કહ્યું હતું કે જો મારી સામે લડવું હોય તો ઘરમાંથી નીકળી જા, જેથી હું આજે ઘરમાંથી અલગ થઈને ભાડાના મકાનમાં રહું છું. વિનુભાઈ પોતે ધો. 12 અભ્યાસ કરેલો છે અને તેમનો પુત્ર 10 પાસ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે પુત્ર અને પિતામાંથી કોણ જીતે છે અને ફરીથી આ પરિવારમાં સંપ આવે છે કે પછી ડખો કાયમી થઈને રહી જશે. જો કે આ બધા પ્રશ્નના જવાબ તો હવે પરિણામ ટાણે જ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ