આ ત્રણ રોગો વચ્ચે છે જમીન આસમાનનો ફરક, પણ લોકો એક સમજીને કરી દે છે અનેક મોટી ભૂલ

સામાન્ય શરદી અને ગંભીર શરદી વચ્ચેનો તફાવત જાણો, આ ત્રણ રોગને હંમેશા એક સામાન્ય શરદી સમજીને લોકો મોટી ભુલ કરતા હોય છે

શિયાળો હવે સમગ્ર દેશમાં શરૂ થઈ ગયો છે અને તેની તમારી આસપાસ સારી-નરસી અસરો પણ જોવામાં આવી હશે.

સારી અસરોમાં શાકમાર્કેટમાં સરસમજાના તાજા-તાજા ફળ તેમજ શાકભાજી આવી ગયા છે તેને ગણી શકાય જ્યારે નરસી અસરમાં તમે તમારી આસપાસ ઉધરસ કરતાં, કે પછી છીંકો ખાતા કે પછી શરીદમાં પટકાઈ પડેલા લોકોને ગણી શકો.

image source

શિયાળામાં ઘણા પ્રકારની શરદી થતી હોય છે મોટે ભાગે ગંભીર બીમારીઓને સામાન્ય શરદી સમજી લેવાની ભૂલ કરવામાં આવે છે અને તેનો યોગ્ય સમયે યોગ્ય ઉપચાર ન થવાથી વ્યક્તિ ગંભીર બિમારીનો શિકાર બને છે.

સામાન્ય શરદી મૂળે તો એક વાયરલ ઇન્ફેક્સન હોય છે જે તમારા રેસ્તપિરેટરી એટલે કે સ્વાસોચ્છ્વાસના માર્ગમાં ચેપ લાગવાથી થાય છે.

image source

તમને આ સ્થિતિમાં ઘણી બધી તકલીફ તેમજ ઇરીટેશન થતું હશે પણ આ સ્થિતિ શરીરને જરા પણ નુકસાન નથી પોહંચાડતી તે અઠવાડિયા દસ દિવસમા કાબુમાં આવી જાય છે.

તેના મુખ્ય લક્ષણોમાં તમે કફ, નાકમાં પાણી આવવું, માથું દુઃખવું, શરીરમાં હળવો દુખાવો, છીંકો આવવી અને હળવો તાવ આવવો ગણી શકો છો.

image source

પણ ઉપર જણાવેલા આ જ લક્ષણો બીજી કેટલીક શરદી જેને આપણે ગંભીર કહી શકીએ તેમાં પણ હોય છે. તેમાં પણ તમને વારંવાર છીંક આવે છે, નાક વહ્યા કરે છે, તાવ આવે છે, નાક ભરેલું લાગે, માથું દુઃખે શરીર દુઃખે વિગેરે.

માટે જ જ્યારે આ લક્ષણો તમને તમારા શરીરમાં જોવા મળે એટલે તમને એવું લાગે કે તમને સામાન્ય શરદી થઈ છે. પણ કેટલીક વાર એવું ન પણ હોય અને બીજું કંઈ હોય.

image source

પણ તમને કદાચ કોઈ ખ્યાલ નહીં હોય કે તમે કેવી બિમારીને સામાન્ય શરદી સમજી લો છો. તમને નથી ખબર કે સામાન્ય શરદીના આ જ લક્ષણ બીજી બિમારીઓમાં પણ હોઈ શકે છે.

માટે જ અમે અહીં તમારી જાણકારી વધારવાના ઉદ્દેશથી એવી જ કેટલીક બિમારીઓ વિષે માહિતિ લઈને આવ્યા છે જેને સામાન્ય રીતે લોકો સામાન્ય શરદી સમજીને તેનો ઉપચાર કરતા હોય છે.

ફેરિન્જાઇટીસ

image source

ફેરિન્જાઇટીસ એ તમારા સુકા-છોલાયેલા-વ્રણ વાળા ગળાની સ્થિતિની એક મેડિકલ ટર્મ છે. ઘણા લોકોને સામાન્ય શરદી બાદ આવી ગળુ છોલાવાની અથવા તો ગળુ સુકાઈ જવાની સમસ્યા થતી હોય છે.

ફેરિન્જાઇટીસને સામાન્ય રીતે લોકો અવગણતા હોય છે અને તેમાં પણ સામાન્ય શરદી જેવા જ લક્ષણો હોય છે. આ સ્થિતિમાં તમને ખોરાક ગળવામાં તેમજ ખાવામાં તકલીફ પડે છે. જે તમારા ગળા પાછળની રેખા પર આવેલા મ્યુકોસ મેબ્રેન્સની બળતરાના કારણે થાય છે.

image source

ગળામાં થતી આ બળતરાના કારણે તમને અડવું અડવું લાગે, તમારું ગળુ સુકાઈ ગયું હોય તેવુ લાગે, તમને ગળવામાં તકલીફ થાય. કેટલાક દર્દીઓને તો ઉબકા તેમજ વોમિટિંગની પણ ફરિયાદ રહે છે.

જો તમને પણ આવા કોઈ લક્ષણ શરદી સાથે જોવા મળે તો તમારે પણ તેના પર ધ્યાન આપવું અને સામાન્ય શદી અને ફેરિન્જાઇટીસના તફાવતને જાણવો.

ન્યુમોનિયા

image source

ન્યુમેનિયા જે એક શરદીનો જ પ્રકાર છે. પણ આ શરદી ગંભીર પ્રકારની હોય છે, તાજેતરમાં લતા મંગેશ્કરને આ ન્યુમોનિયાની સારવાર માટે જ 28 દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ન્યુમોનિયામાં એક પ્રકારનું ઇન્ફેક્સન થાય છે જે તમારા ફેફસાની હવાની થેલીઓમાં ઇન્ફ્લેમેશન એટલે કે બળતરા ઉત્પન્ન કરે છે. અને તેના કારણે ફેફસામાંની આ હવાની થેલીઓ પાણી અથવા તો પસથી ભરાઈ જાય છે અને માટે જ તમને કફવાળી ઉધરસ આવે છે, તમને તાવ ચડે છે, તમને ઠંડી લાગે છે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

image source

ન્યુમોનિયાના શરૂઆતના તબક્કામાં જણાતા લક્ષણો સામાન્ય શરદીથી ઘણા બધા મળતા આવે છે, જેમ કે હળવી ઉધરસ, હળવો તાવ આવવો. અને માટે જ લોકોને એવું લાગે છે કે તેમને સામાન્ય શરદી છે.

જેમ જેમ બીમારી વધે છે તેમ તેમ દર્દીની ઉધરસ ગંભીર બનતી જાય છે, તેનો તાવ પણ વધતો જાય છે જે થોડો લાંબો સમય ચાલે છે.

હ્રાઇનાઇટીસ (નાસિકા પ્રદાહ)

image source

નાકમાંના મ્યુકસ મેબ્રેનની બળતરાથી થતું ઇરિટેશન એટલે હ્રાઇનાઇટીસ. તેના લક્ષણોમાં નાક ભરેલું રહેવું, નાક વહ્યા કરવું, એકધારી છીંકો આવવી અને નાકમાં બળતરા થવી છે.

તેનાથી તમને નાકમાં એકધારી ખજવાળ પણ આવ્યા કરે, તેમજ ઉધરસ આવે અને માથું પણ દુઃખ્યા કરે. આમ હ્રાઇનાઇટીસના લક્ષણો પણ સામાન્ય શરદી જેવા જ છે.

image source

આ પ્રકારની શરદી ધરાવતા પેશન્ટને સામાન્ય રીતે છીંકો આવવી, નાક વહ્યા કરવું, નાકમાં એકધારા શેડા આવ્યા કરવા આ ઉપરાંત રાત્રે સુતી વખતે વારંવાર નાક બંધ થઈ જવું.

આ લક્ષણો વારંવાર ઉભા થયા કરે છે. સામાન્ય રીતે આ લક્ષણો પેશન્ટમાં જ્યારે જ્યારે તે ઠંડી હવાના સંપર્કમાં આવે ત્યારે ઉભા થાય છે. આ સિવાય આ દર્દીને ખભા દુઃખવા, અંધારા આવા, માથું દુઃખવું વિગેરેની પણ સમસ્યા રહે છે.

હવે જ્યારે તમને આ બધા જ લક્ષણો એક સાથે જોવા મળે ત્યારે તમારે તેનો સામાન્ય શરદી તરીકે નહીં પણ નાસિકા પ્રદાહ તરીકે જ ઉપચાર કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ