આજના આ ફાસ્ટ સમયમાં જરૂરી છે તમારા બાળકને કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમથી બચાવવુ, જાણી લો કેમ…

કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ થી બાળકોને કેવી રીતે બચાવવા ? કોમ્પ્યુટર અને લેપટોપ અને મોબાઈલની બ્લૂલાઇટ અને એમાંથી નીકળતા કિરણો દ્રષ્ટિ ઉપર નકારાત્મક અસર ઊભી કરી શકે છે.

image source

મેડિકલ સાયન્સ મુજબ બાળકોની આંખને કોમ્પ્યુટર, લેપટોપ અને ફોનમાંથી નીકળતી લાઈટ ક્ષતિ પહોંચાડી શકે છે. એટલું જ નહીં સતત કોમ્પ્યુટરની સામે બેઠા રહેવાથી આંખ, ગળું અને ખભાના દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે.

બાળકોને કોમ્પ્યુટરની નકારાત્મક અસરથી બચાવવા માટે માબાપે સતર્કતા મુજબ પગલાં ભરવા જરૂરી છે.

કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમના કારણો

image source

અમેરિકન ઓટોમેટીક એસોસિએશનના જણાવ્યા અનુસાર સતત કોમ્પ્યુટર પર કામ કરતા બાળકોને વિઝન ની સમસ્યા થઈ શકે છે. કારણકે કોમ્પ્યુટરનું વર્ગ સ્ટેશન મોટેભાગે પુખ્ત વયના લોકો માટે કામ કરે છે. તેને જોવા માટેનું એંગલ ૧૫ ડિગ્રી હોય છે.

બાળકો કોમ્પ્યુટર સ્ક્રીન ની વધુ પડતા નજીક બેસીને કામ કરતા હોવાથી એક તો તેમનું શારીરક પોશ્ચર ખરાબ થાય છે ,બીજું તેમની આંખો ખેંચાય છે અને નાની ઉંમરમાં તેમને બેકપેન અને ખભાના દુખાવાની સમસ્યા સર્જાય છે.

image source

બાળકોને પોતાના હિતની ખબર પડતી નથી હોતી, એક વખત તેઓ કોમ્પ્યુટર ઉપર ગેમ રમવાનું શરુ કરે ત્યારે કલાકોના કલાક ક્યાં પસાર થઈ જાય છે કે બાળકો સમજી શકતા નથી. ઉપરાંત રમત રમવાને કારણે તેઓ ટેન્શનમાં પણ રહેશે અને આંખના muscle ખેંચાય છે.

બાળકો કોઇ પણ વસ્તુનો કારણ બહુ જલદી ગ્રહણ કરી લેતા હોય છે. સારી વસ્તુ

image source

હકારાત્મક વાતનું અનુકરણ બાળકોને વિકાસ તરફ દોરી જાય છે પરંતુ નકારાત્મક વસ્તુનું અનુકરણ તેમને ઘણી વાતમાં હાનિ પહોંચાડી શકે છે.કોમ્પ્યુટર પર સતત કામ કરતાં બાળકોમાં એટલી સમજણ શક્તિ હોતી નથી કે તેઓ તેમની આંખોને નુકસાન પહોંચાડી રહ્યા છે માટે બાળકને કોમ્પ્યુટરના વધુ પડતા વપરાશ સામે સમજણપૂર્વક જાગૃત કરવા મા-બાપની એ ફરજ બને છે.

ઘણી વખત એવું પણ જોવા મળે છે કે બાળકો આંખની સમસ્યા મા બાપથી છુપાવે છે કારણકે તેમને એક પ્રકારનો ડર હોય છે કે આંખ અંગેની ફરિયાદ કરવાથી તેના માતા-પિતા કોમ્પ્યુટર ગેમ્સ રમવા ઉપર પ્રતિબંધ લાવશે.

image source

બાળકોની મેસોપીક વિઝન કેપેસિટી પુખ્તવયના લોકો કરતા વધારે હોય છે તેને કારણે પણ તેઓ ઓછી લાઇટવાળી પરિસ્થિતિમાં પણ કામ કરી શકે છે પરંતુ લાંબા ગાળે બાળકોને દ્રષ્ટિ ઉપર તેની નકારાત્મક અસર પડે છે.

કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમને રોકવા માટે માતા-પિતા શું કરી શકે ?

2000ની સાલમાં લુસિલ પેકાર્ડ ફાઉન્ડેશન દ્વારા કમ્પ્યુટરના વપરાશ અંગેની સમયમર્યાદા ને લગતી કેટલીક ભલામણ કરવામાં આવી હતી જે મુજબ

image source

૨ થી ૫ વર્ષના બાળકો માટે દિવસમાં 27 મિનિટ

છ થી ૧૧ વર્ષની વયના બાળકો માટે દિવસનો 49 મિનિટ

બાર થી ૧૭ વર્ષની વયના તરૂણા માટે દિવસના 63 મિનિટ કોમ્પ્યુટર વપરાશનો સમય ગાળો સજેસ્ટ કરવામાં આવ્યો હતો.

image source

આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને માતા-પિતાએ બાળકોની કોમ્પ્રીહેન્સીવ આઈ એક્ઝામ કરવી જોઈએ જેમાં એમની કોમ્પ્યુટર ઉપર કામ કરવાની તેમજ વાંચવામાં કૌશલ્ય અંગે પણ તપાસ કરવી જોઈએ.બાળકના શાળાએ જતા પહેલા આંખની તપાસ કરાવવી જોઇએ.

બાળકો માટે કોમ્પ્યુટર પર કામ કરવાનું સમય ગાળો નિશ્ચિત કરવો જોઈએ.જે બાળકોને શાળામાં કોમ્પ્યુટર ની જરૂરિયાત ના હોય તેવા બાળકો માટે ચોવીસ કલાકે એક કે બે જ કલાક કમ્પ્યુટરના વપરાશની સમય મર્યાદા નક્કી કરવી જોઈએ.

image source

બાળકના કોમ્પ્યુટરનો screen તેનાથી 18 થી 28 inch દૂર હોવો જોઈએ અને બાળકને તેનું પોસ્ચર ખરાબ ન થાય તે રીતે બેસવાની સમજણ પણ આપવી જોઈએ.

કોમ્પ્યુટર પર કામ કરતી વખતે હાથ, ખભા, બેક અને નેક સરખી આરામનાયક માત્રામાં હોય સીટિંગ એરેન્જમેન્ટ કરવી જરૂરી છે.
નિયમિત પણે બાળકોના આંખની તપાસ કરાવવી જોઇએ.

image source

બાળકને ટ્વેન્ટી-ટ્વેન્ટી ના નિયમ ની સમજણ આપવી જોઈએએટલે કે કોમ્પ્યુટર પર કામ કરતી વખતે પ્રતિ ૨૦ મીનીટે આંખોને 20 સેકન્ડનો આરામ આપવો જોઈએ દર વીસ મીનીટે એક બે રાઉન્ડ મારવા પણ હિતાવહ છે.

બાળકને ચશ્મા હોય તો એન્ટિગ્લેર સ્ક્રીનવાળા કોમ્પ્યુટર નવા પ્રવેશ કરવાથી આખો પર ઓછું જોર પડે છે.પોલો રાઈઝ ગ્લાસ તેમજ photochromic lenses પણ આંખોને રક્ષણ પૂરું પાડે છે એટલું જ નહીં સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરથી પણ આંખને બચાવે છે.

image source

બાળકને સતત આંખો ચોળતા જુઓ,બાળકની આંખો લાલ રહેતી હોય તો અને માળા ખભાના કે ગળાના દુખાવાની ફરિયાદ કરે તો તે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ ની નિશાની છે માટે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી સારવાર કરાવવી હિતાવહ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ