કમ્પ્યુટરના કી-બોર્ડમાં ટોયલેટની સીટ કરતા પણ વધુ બેક્ટેરીયા હોય છે, તો આવી રીતે કરજો સાફ…

તમને ક્યારેય અંદાજો નહિ આવી શકે કે, તમે જે કોમ્પ્યુટર યુઝ કરી રહ્યા છો, તેના કી-બોર્ડમાં એક ટોયલેટની સીટ કરતા પણ વધુ બેક્ટેરીયા હોય છે. જે તમારી હેલ્થને નુકશાન પહોંચાડી શકે છે. મનીશોને સાફ કરવું થોડું મુશ્કેલ હોય છે. તેથી આપણે તેને નજરઅંદાજ કરી દઈએ છીએ. તેથી અમે મશીનોની સફાઈ માટે એક સરળ રસ્તો શોધી કાઢ્યો છે, જે તમે પણ જાણી લો.

વિનેગર અને કપડાથીતમે તમારા કી-બોર્ડને સાફ કરવા માટે એક મુલાયમ કપડા પર થોડું વિનેગર નાખીને આસાનીથી સાફ કરી શકો છે, તે તમારા કી-બોર્ડ પરથી બેક્ટેરિયાની નાબૂદ કરી દેશે. આ રીતે જ તમે તમારા કમ્પ્યુટરની સ્ક્રીન પણ સાફ કરી શકો છો.

સેન્સેટીવ જગ્યાઓ પર કોટનનો ઉપયોગતમારા મશીનમાં અનેક એવા પાર્ટસ પણ હોય છે, જે બહુ જ સેન્સેટીવ અને સંભાળીને સાફ કરવા જેવા હોય છે. તે જગ્યાઓની સફાઈ માટે તમે કપડાને બદલે કોટનનો પ્રયોગ કરી શકો છો. કોટનમાં વિનેગર નાખીને તમે હળવા હાથોથી તે પાર્ટસની સફાઈ કરી શકો છો.વિનેગરમાં પાણી મિક્સ કરીને સફાઈ કરતા સમયે ઘ્યાન રાખો કે, પ્યોર વિનેગરનો ઉપયોગ ન કરો. તેનાથી મશીનમાં તકલીફ પણ ઉભી થઈ શકે છે. તેથી સફેદ વિનેગરમાં તમે થોડુંક સાદુ પાણી મિક્સ કરીને જ ઉપયોગમાં લેવું હિતાવહ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સ અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી