COMPLETE – દરેક કપલે વાંચવા જેવી વાર્તા… વાંચો ક્યાંક તમારી નાનકડી ભૂલ તમારી મોટી ભૂલ ના બની જાય…

“COMPLETE”

“પાછો ટુવાલ બેડ પર મુક્યો. રાજ, તમને કીધું તો હતું કે નાહીંને ટુવાલ બેડ પર નહીં મુકવાનો.” મીરાએ કહ્યું. રાજ મોબાઈલમાં જ લાગેલો હતો તેણે મીરા સામે જોયા વીના ફક્ત એક જ શબ્દ કહ્યો, “સારું.” “રાજ?” મીરાએ પૂછ્યું.


મોબાઈલમાં ગૂંચવાયે રાજે કોઈ જવાબ ના આપ્યો એટલે મીરાએ ફરી પૂછ્યું, “રાજ?” “હા. સારું સારું.” મોબાઈલની સ્ક્રીનમાં ખોવાયેલા રાજે ફરીવાર જવાબ આપ્યો. ત્યાંજ મીરા તે રાજ પાસે ચાલતા ગઈ અને તેણે રાજના હાથમાંથી તેનો મોબાઈલ ઝુંટવી લીધો. ત્યારે રાજે મીરા સામે જોયું અને પૂછ્યું, “અરે! શું થયું તને?” “કાંઈ નહીં, એક કામ કરો તમે હમણાં ને હમણાં આ ટુવાલ બેડ પરથી લઇને તેની જગ્યાએ મુકો. તમે તમારી વસ્તુઓ તમારી જગ્યાએ કેમ નથી મુકતા. ના જાણે હું ના હોત તો આ ઘરનું શું થાત?” એક જ શ્વાશે મીરા આ બધું બોલી ગઈ.


આ સાંભળીને રાજે કહ્યું, “શ્વાશ લે મારી માં અને આ શું હે? તું ના હોત તો આ ઘરનું શું થાત એમ? જલ્સાથી રહેત બકા, વધારે જલ્સાથી .”
આટલું કહેતા બંને થોડું ઝઘડ્યા અને વાત વધુ આગળ ના વધે એટલે રાજ ઘરની બહાર નીકળી ગયો.

ઘરેથી રાજ સીધો ચાની કીટલી પર ગયો અને ત્યાં ચા મંગાવી. ના જાણે તેને શું થયું કે તેણે મોબાઈલમાં SMS સેક્શન ખોલી મીરાના મેસેજમાં ગયો. ત્યાં તેણે ‘I hate you’ લખ્યું. પણ તેણે થોડું ઉપર જોયું તો આગલી સાંજે મોકલેલો ‘I love you’ મેસેજ હતો. લાલ રંગની સાઈન જોઈને રાજ સમજી ગયો હતો કે નેટવર્ક ના મળવાના કારણે તે મેસેજ ગયો નતો. હવે રાજ પાસે બે મેસેજ હતા મીરાને ના મોકલેલા. એક ‘I love you’ અને બીજો ‘I hate you’.


ત્યાંજ ચા વાળાએ રાજના હાથમાં ચા આપી. ચાની ચુસ્કી મારતા રાજ મુસ્કુરાયો અને તેણે નફરતની જગ્યાએ પ્રેમને પસંદ કરી ‘I love you’ વાળો મેસેજ મીરાને મોકલ્યો. બસ એક જ મિનીટની અંદર મીરાનો જવાબ આયો કે, “Sorry, I overreacted. Love you too.” આ વાંચીને રાજ મુસ્કુરાયો પરંતુ મીરાને હજુ પણ માસુમિયતથી પરેશાન કરવા તેણે લખ્યું, “But, I’m complet without you.” ત્યાંજ મીરાએ જવાબ આપતા રાજને જણાવ્યું કે તેણે SMSમાં “COMPLETE” નો સ્પેલિંગ ખોટો લખ્યો છે અને ફરી એકવાર રાજને સુધર્યો.


ખરેખર, પત્નીઓ પતિને એકવાર નહીં પણ ઘણીબધી એવી નાની-મોટી વાતોમાં ઘણીવાર સુધારતી હોય છે. આખરે મીરાંનો મેસેજ વાંચીને રાજ હસી પડ્યો અને તે ઘરે જવા નીકળ્યો. ઘરે જતાં-જતાં તે વિચારતો રહ્યો કે અગર તેણે ‘I hate you’ મોકલ્યો હોત તો સ્તીથી કંઈક અલગ હોય છે. કોઈ પણ સંબંધમાં કડવી વાતો જ તીરાડ ઉભી કરે છે. આપણે ઘણીવાર આટલી નાનકડી વાત જ નથી સમજી શકતા કે પ્રેમભર્યા મીઠાં શબ્દો તો ભલભલાને પીગળી દે છે. જરૂર છે તો બસ નફરતભર્યા શબ્દોનું સ્થાન પ્રેમભર્યા શબ્દોને આપવાનું. ખરૂં ને?

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની વાત વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ