જલ્સા કરોને જેંતીલાલ

આ કંપનીએ પોતાનાં નામનો લોગો બનાવવા માટે હજારોની સંખ્યામાં ડ્રોન ઉડાડ્યા, સુંદરતા ઉડીને આંખે વળગી

હુન્ડેઈના લક્ઝરી બ્રાંડનુ નામ Genesis છે જે ગ્લોબલી તેના કાર માટે જાણીતુ છે. આ કંપનીની ગાડીઓને લક્ઝરી સેગમેન્ટમાં રાખવામા આવતી હોય છે. ચૂંકી એ ચીનમા આવેલુ વિશ્વનું સૌથી મોટું ઓટોમોટિવ માર્કેટ છે. અહીં તેની આગવી ઓળખ વિશે વાત કરવમા આવી રહી છે. આવામાં Genesis અહીં અનોખા અંદાજમા એન્ટ્રી કરી છે. આ એન્ટ્રીની શરૂઆત 3200 ડ્રોન્સની સાથે થયેલી જોવા મળી હતી.

મળતી માહિતી મુજબ આ એન્ટ્રી સાથે તેણે બધા ડ્રોન્સને એક સાથે જ હવામા ઉડાવીને Genesis લખેલો લોગો બનાવ્યો હતો. આ લોગોને હવે નવા વર્લ્ડ રેકોર્ડ તરીકે શામેલ કરવામા આવ્યો છે. Genesis નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં દાખલ થયાની સાથે 3281 ડ્રોન્સ આ રીતે હવામા ઉડવાનો પ્રથમ દાખલો બની ગયું છે. આ બધા ડ્રોન્સ એક સાથે હવામા ઉપર ગયા અને આકાશમા લોગો તૈયાર કરવમા આવ્યો હતો.

આ સમયે આકાશમાં ખૂબ જબરદસ્ત નજારો જોવા મળ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આ ઓટો બ્રાંડેડ કંપની દેશમાં પોતના નામ માટે આ કરવુ જરુરી હતુ. જાણવા મળી રહ્યુ છે કે આ રેકોર્ડના બનતાની સાથે જ છેલ્લા બધા રેકોર્ડ્સ પણ બ્રેક થઈ ગયા છે. આ રેકોર્ડ મુજબ 3051 ડ્રોન્સનો ઉપયોગ કરી આ સુંદર નજારો બનાવવમા આવ્યો હતો. આ રેકોર્ડ આની પહેલાના સમય દરમિયાન શેનઝેન દામોડા ઇન્ટેલિઝેન્ટ કન્ટ્રોલ ટેક્નોલોજીના નામે હતો.

મળતી મહિતી મુજબ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં આ રેકોર્ડ શેનઝેન દામોડા ઇન્ટેલિઝેન્ટ કન્ટ્રોલ ટેક્નોલોજીના નામ પર બન્યો હતો. આ ઉપલબ્ધિ પર Genesis મોટર ચાઈનાનાં સીઇઓ માર્કસ હેન દ્વારા કહેવામા આવ્યું હતું કે અમે આને સ્પેશિયલ બનાવવાં માંગતાં હતાં અને આ દેશમાં આ કાર ખરીદનારા ગ્રાહકો માટે આ બધું કરવામાં આવ્યું છે. Genesisની છાપ તેની નીડરતા અને આત્મવિશ્વાસથી બનેલી છે.

તે હંમેશાં કંઈક અલગ કરતાં જોવા મળે છે. તેણે વધારે વાત કરતાં જણાવ્યું હતું કે આ રેકોર્ડની સાથે અમે ચાઇનાના કન્ઝ્યુમર્સ માટે તમારા બ્રાન્ડની સ્ટોરી લઈને આવી રહ્યાં છીએ. આ સાથે ગ્રાહકો માટે નવી પ્રોડક્ટની પણ ટુંક સમયમાં રજૂઆત કરવામાં આવશે.

આ ઇવેન્ટ પછી Genesisનાં નામે નવો રેકોર્ડ તો બન્યો છે પરંતુ આવનારા સમયમાં તેની માટે નવી મુશ્કેલીઓ પણ ઉભી થશે. હવે માર્કેટમાં કેટલીક ચાઇનીઝ કંપનીઓ છે જે પહેલાથી જ ઘણી મોટી બ્રાન્ડ્સ તરીકે જાણીતી છે તેની સાથે Genesisની હવે ટક્કર થશે.

ચાઇનામાં લક્ઝરી કારોની બોલબાલા જોવા મળે છે. પરંતુ હવે Genesis કહીં રહ્યું છે કે તે તેની નવી કારો સાથે માર્કેટમાં ટકી શકશે અને માત્ર એટલું જ નહિ તે આ નવી કારો સાથે માર્કેટમાં કમાલ કરી શકશે. આવનારા સમયમાં હવે જોવા મળશે કે કંપની તેના કરેલા દાવાઓમાં કેટલી સફળતા મેળવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version