રાજ્યમાં એક તરફ કોરોના મહામારી સામે એક તરફ ડોક્ટરો છેલ્લા એક વર્ષથી વધુ સમયથી લડી રહ્યા છે તો બીજી તરફ ભાવી ડોક્ટરો એટલે કે મેડિકલ સ્ટુડન્ટ સાથે અત્યાચાર કરવાની ઘટના વડોદરાથઈ સામે આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાં વહેલી સવારે પૂર્વ વિદ્યાર્થીઓ અને ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટ દ્વારા બીજા વર્ષના 60 જેટલા મેડિકલ સ્ટુડન્ટને 100 ઉઠક બેઠક કરાવવામમાં આવતા ખળભળાટ મચી ગયો છે. નોંધનિય છે વડોદરામાં આવી રીતે જાહેરમાં રેગિંગ કરાવવાની ઘટનાછી ચકચાર મચી જવા પામી છે.

નોંધનિય છે કે, રેગિંગની ઘટના બાદ 3 વિદ્યાર્થીઓની તબીયત લથડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તમને જમાવી દઈએ કે વડોદરાની આ ગોત્રી હોસ્પિટલમાં રેગિંગની આ પ્રથમ ઘટના સામે આવ્યા બાદ તાત્કાલિક એક્શનમાં આવી છે અને હોસ્પિટલની એન્ટિ રેગિંગ કમીટીના 12 સભ્યો દ્વારા તાત્કાલીક રેગિંગમાં ભાગ લેનાર મેડિકલ ઓફિસર અને તેની સાથે જુનિયર રેસીડેન્ટ ડોક્ટરને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગોત્રી હોસ્પિટલના સુત્રોના જણાવ્યા અનુસાર, ગઈ કાલે એટલે કે શનિવારે વહેલી સવારે 4 વાગે ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર અને જુનિયર રેસીડેન્ટ તેમજ અન્ય એક પૂર્વ વિદ્યાર્થી દ્વારા ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટને ભર ઉંઘમાંથી ઉઠાડીને સેકન્ડ યરના સ્ટુડન્ટને ભેગા કરવા માટે જણાવાયું હતું.
નોંધનિય છેકે, પોતાના સીનીયર સ્ટુડન્ટના કહેવાથી બીજા વર્ષના 60 જેટલા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. તમને જણાવી દઈએ કે, ત્યાર બાદ તમામ 60 જેટલા વિદ્યાર્થીઓને લાઈનમાં ઉભા રાખીને 100 ઉઠક બેઠક કરવાનું કહેવામાં આવતા ત્યાં હાજર બધા વિદ્યાર્થીઓની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જો કે સીનીયરના કહેવાથી તમામ વિદ્યાર્થીઓએ 100 જેટલી ઉઠક બેઠક કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન 3 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી અને તેમને ઉલટી થવાનું શષરૂ થતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,

નોંધનિય છે કે આ, ઘટના બાદ સવારે 9 વાગે રેગિંગનો ભોગ બનેલા તમામ વિદ્યાર્થીઓએ ડીન પાસે ફરિયાદ લઈને પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે રેગિંગથી આઘાતમાં સરી પડેલો એક યુવાન ડિપ્રેશનમાં આવી ગયો હતો. તો બીજી તરફ ગોત્રી મેડિકલ કોલેજમાં બનેલી આ રેગિંગની પ્રથમ ઘટનાએ કોલેજ તંત્રમાં દોડધામ મચાવી દીધી હતી. ડીન સમક્ષ આ તમામ બીજા વર્ષના વિદ્યાર્થીઓએ રેગિગની સમગ્ર ઘટના અંગે કમીટી ને વાત કરી હતી. નોંધનિય છે કે, આ કમિટીની તપાસમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પાસે રેગિંગ કરાવનાર ગોત્રી હોસ્પિટલમાં નોકરી કરતો એક મેડિકલ ઓફિસર, આ ઉપરાંત તેની સાથે બીજો જુનિયર રેસીડન્સ ડોક્ટર અને એક ત્રીજો ડોક્ટર હોસ્પિટલમાં ફરજ બજાવતો ન હોવાનું સામે આવ્યું હતું.

તમને જણાાવી દઈએ કે, આ કમિટીએ હોસ્પિટલમાં ફરજ બજાવતા બંને ડોક્ટરોને તાત્કાલીક અસરથી છુટા કરી દીધા છે. હાલમાં આ સમગ્ર મુદ્દો શહેરમાં ટોમ ઓફ ધ ટાઉન રહ્યો હતો. તો બીજી તરફ સૌથી ચર્ચાનો વિષય એ પણ છે કે, આ ઘટનામાં ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટ પાસે રેગિંગ કરાવવામાં સામેલ આ ત્રીજો ડોક્ટર કોણ છે તે અંગે કમીટીએ તપાસ શરૂ કરી છે. નોધનિય છે કે આ ડોક્ટર ગોત્રી હોસ્પિટલમાં પૂર્વ સ્ટુડન્ટ હોવાનું પણ બહાર આવ્યું છે. તો બીજી બીજી આ રેગિંગની ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરીયાદ થઈ નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong