હવામાન વિભાગે આ વિસ્તારમાં 2 દિવસ કોલ્ડવેવની કરી આગાહી, નલિયાનું તાપમાન જાણીને તમે પણ ઘરમાં બેઠા ધ્રુજવા લાગશો

ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ આજે સવારથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આ પહેલા જ હવામાન વિભાગે રાજ્યમાં આ વર્ષે હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી પણ કરી હતી જેની શરૂઆત થવા લાગી છે. રાજ્યમાં વધતાં કોરોનાના કેસ વચ્ચે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. જેમાં કચ્છમાં આગામી 2 દિવસ દરમિયાન કોલ્ડવેવ જોવા મળશે.

image soucre

આ ઉપરાંત 22 ડિસેમ્બર સુધીમાં ઠંડી વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં વધશે અને આગામી 3 દિવસમાં લઘુતમ તાપમાન 2 થી 3 ડીગ્રી સુધી ઘટી શકે છે.

image soucre

અમદાવાદ શહેરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ઈડરમાં 16, દાહોદમાં 17, પાટણમાં 15 અને નલિયામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો 9 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ તરફ કચ્છમાં ઠંડીની શરૂઆત સાથે ઠંડીનો ચમકારો લોકોએ અનુભવી રહ્યા છે. નલિયામાં ઠંડીનો પારો 12 ડીગ્રી પર પહોંચી ગયો છે. કંડલા એરપોર્ટ પર 13 ડિગ્રી તો ભુજનું તાપમાન 15 ડીગ્રી નોંધાયું હતું.

image soucre

તાપમાનમાં ઘટાડા સાથે ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. રાજ્યના અલગ અલગ શહેરમાં વહેલી સવારે અને સાંજના સમયે લોકોને ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 ડિસેમ્બર સુધી તાપમાનનો પારો 12 ડિગ્રી સુધી ગગડી શકે છે.

image soucre

રાજ્યમાં વધેલી ઠંડીનું કારણ ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા છે. હિમવર્ષાની સીધી અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. જેના કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ઠંડીનું પ્રમાણ હજુ પણ વધશે. જેમાં સૌથી વધુ ઠંડીની અસર કચ્છના નલિયા અને કંડલામાં થશે.

image soucre

વાત કરીએ અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોની તો અહીં ઠંડી વધવાની સાથે જ મોર્નિંગ વોક, જોગીંગ અને સાયકલિંગ કરવા માટે લોકો જઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં 17 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયુ છે. આગામી દિવસોમાં ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગની આગાહી છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં રાજ્યમાં હાઠ થીજવતી ઠંડી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ