કોકોનટ થાઈ કરી – દાળનું નવું વર્જન છે આ જે ભાત સાથે ખુબ જ ટેસ્ટી લાગશે તો બનાવો ને ખાવાની મજા માણો …..

કોકોનટ થાઈ કરી

હલ્લો ફ્રેંડ્સ રોજ રોજ દાળ બનાવતા જ હોઇએ છે તો કદી આવી વેજ કોકોનટ થાઈ કરી બનાવી જુવો. ઉનાળામા હળવુ છતા મનને સંતોષ પમાડતુ ફુડ રાઇસ ને કોકોનટ કરી સીંપલ છતા ન્યુટ્રીસનથી ભરપુર ને કઇક જુદુ ખાવાનો અહેસાસ કદી રાત્રે પણ બનાવી લેવાય.

 • સામગ્રી:ભાવતા શાક જેવા કે,
 • ગાજર,ફણસી, કાંદા, બટેટા,ફ્લાવર,સીમલા, વટાણા, ટમેટા, મશરુમ,બેબી કોર્ન જે અવેલેબલ હોય તે પ્રમાણે,
 • નાળીયેરનુ દુધ – ૧ કપ,
 • આંબલીનો રસ – ૧ ચમચો,
 • સુગર – સ્વાદ પ્રમાણે,
 • તેલ ૧ ચમચો,
 • જીરુ- ૧ ચમચી ,
 • મીઠો લીમડો – ૫-૬ નંગ,
 • લીલા મરચા,આદુ,લસણ ની પેસ્ટ – ૧ ચમચી,
 • હળદર – ૧/૮ ટી સ્પુન,
 • જો અવેલેબલ હોય તો કોઇ થાઇ કરી પેસ્ટ વાપરી શકો.
 • મે ટોમ્યમ થાઇ કરી પેસ્ટ ૨ ચમચા વાપરી છે.
 • થાઇ કરી પેસ્ટમા આદુની જગાએ આદુને મળતુ આવતુ ગલાંગલ હોય છે તેમા
 • આંબલી,મરચા બ્રાઉન સિગર,મીઠુ બધુ હોય છે ટેસ્ટફુલ.
 • કોથમીર – ગાન્રીશીંગ માટે
 • મીઠુ – સ્વાદ અનુસાર
 • કોર્નફ્લોરની પાણીમા ઓગાળેલી સ્લરી – ૧ ચમચી,

બનાવવાની રીત

જો નાળીયેરનુ દુધ ના હોય તો આજકાલ પાવડર પણ મલતો હોય છે તમે પાણીમા ઓગાળી દુધ નાળીયેરનુ બનાવી શકો છો.

સૌ પહેલા બધા વેજીટેબલ ના ટુકડા પાડી લેવા. તપેલામા તેલ મુકી જીરુ ને લીમડો નાંખી પેસ્ટ સાંતળવી.
હવે બધા વેજીસ નાંખી હલાવીને હળદર મીઠુ સુગર સ્વાદમુજબ નાંખી દો. ત્આંબલીનો રસો ટમેટા વગેરે નાંખી સરસ હલાવી ૪-૫ મીનીટ પછી નાળીયેરનુ દુધ પાણી જેટલી ગ્રેવી રસો જોઇએ તેટલુ લેવુ. ને ઉકળે કે એકાદ ચમચી કોર્નફ્લોરની સ્લરી નાંખવી રસો ગાઢો બની જશે. સ્લરી જેટલુ લિક્વિડીટી જોઇએ તેટલી જ વાપરવી. સરસ ઉકળે કે ગરમાગરમ વેજ કોકોનટ કરી ખાટીમીઠી ને ટેસ્ટિ એવી સરસ કોથમીર છાંટી ને રાઇસ સાથે સર્વ કરવી.

આ કરી તો ચમચીથી પીવાની પણ બહુ મજા આવસે સાથે જમવામા ખીચીયા પાપડ સરસ લાગશે. દક્ષિણમા જે મદ્રાસી પાતળા તળેલા પાપડ બીજા દેશોમા પણ બહુ પીરસાય છે.તે પાપડ ચોખાનો લોટ ને અડદનીદાળના પાતળા વણેલા હોય છે ,જે ફોરેનની બધી હોટલોમા જે ઇંડિયન ફુડ પીરસતા હોય ત્યા સૌથી પહેલા નાની ટોપલીમા તળેલા ખાસ સર્વ કરવામા આવે છે.

તો રોજ કરતા જરા જુદુ બનાવી ઘરના મેંબરને ખુશ કરો. મોલમા જવાનુ થાય તો આવી એકાદ પેસ્ટ જેની પર ગ્રીન માર્ક હોય તે લેવી રેડ કરી પેસ્ટ,ગ્રીન કરી પેસ્ટ, મે આમા ટોમ્યમ કરી પેસ્ટ વાપરી છે તેનો સ્વાદ બહુ સરસ છે.

ફાયદાઓ :

– રોજ બરોજ ની સેમ કઢી થી આ એકદમ તદ્દન નવી જ વેરાયટી છે જે ઘર માં સૌ કોઈ પસંદ કરશે જ.

– શાકભાજી થી ભરપુર હોવા ને કારણે તે વિટામીન મિનરલ્સ થી ભરેલ છે જે સ્વાસ્થ્ય માટે ખુબા જ ગુણકારી સાબિત થશે.

– કોકોનટ મિલ્ક એ કેલ્સિયામ થી ભાર્પુત છે જે હાડકા અને દાંત ને મજબુત કરવા માં મદદ રૂપ થઇ છે.

તો રાહ કોની જુઓ છો? આજે જ બનાવો ટેસ્ટી એવી એકદમ યુનિક થાઇ કરી.

રસોઈની રાણી : દર્શિતા પટેલ 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી