જલ્સા કરોને જેંતીલાલ

કોકોનટ શુગર – શું ખરેખર તે ખાંડનો એક સ્વસ્થ વિકલ્પ છે ?

શું તમે કોકોનટ શુગર વિષે જાણો છો ? શું તે ખરેખ પૌષ્ટિક છે ? આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ ? ચાલો જાણીએ.

સામાન્ય ખાંડ જે આપણે વર્ષોથી વાપરતા આવ્યા છીએ તેની સ્વાસ્થ્યને નુકસાનકારક અસરો હવે ઘણી બધી વધતી જઈ રહી છે. ઘણા બધા રોગો પાછળ ખાંડને જવાબદાર ગણવામાં આવી રહી છે.અને આજ કારણસર લોકો હવે કુદરતી વિકલ્યો તરફ વળી રહ્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોથી લોકો કોકોનટ શુગર તરફ વળ્યા છે. ભારતમાં જો કે હજુ લોકો કોકોનટ શુગર વિષે કંઈ ખાસ માહિતી ધરાવતા નથી અને લોકો તેનો ઉપયોગ પણ ભાગ્યે જ કરતા હશે અને કદાચ ભારતમાં તે ઉપલબ્ધ પણ ભાગ્યે જ હશે.

આજના આ લેખમાં અમે તમારા માટે કોકોનટ શુગરની માહિતી લાવ્યા છીએ, કે ખરેખર કોકોનટ શુગર એક હેલ્ધી શુગરનો વિકલ્પ છે !

કોકોનટ શુગર કોકોનટ પામ ટ્રીમાંથી બનાવવામાં આવે છે. તેને સ્વસ્થ માનવામાં આવે છે તેમાં પોષકતત્ત્વો સમાયેલા હોય છે અને તેની ગ્લાઇસેમિક ઇડેક્ષ સામાન્ય ખાંડ કરતા નીચી હોય છે. એવો એક સામાન્ય ખ્યાલ માર્કેટિંગ પિપલ દ્વારા ફેલાવવામાં આવ્યો છે પણ તેની હકીકતો જાણવી જરૂરી છે.

કોકોનટ શુગર શું છે અને તે કેવી રીતે બને છે ?

કોકોનટ શુગરને કોકોનટ પામ શુગર પણ કહેવામાં આવે છે. નાળિયેરના ઝાડમાં સતત એક ગળ્યુ પ્રવાહી વહે છે તેમાંથી આ ખાંડ બનાવવામાં આવે છે.

કોકોનટ શુગર બે પ્રક્રિયાઓમાંથી પસાર થાય છેઃ

1. નારિયેળના ઝાડના ફુલમાં એક કાપો મુકવામાં આવે છે અને તેમાંથી ગળ્યુ પ્રવાહી એક ડબ્બામાં ભેગુ કરવામાં આવે છે.

2. આ ગળ્યા પ્રવાહીને ત્યાં સુધી ઉકાળવામાં આવે છે જ્યાં સુધી તેમાંથી પાણી ન ઉડી જાય.
ત્યાર બાદ જે બચે છે તે એક ભૂરા રંગનું દાણાદાર દ્રવ્ય હોય છે. તેનો રંગ કાચી ખાંડને મળતો છે, પણ તેના કણોનું કદ મોટે ભાગે નાનું અને અસમાન હોય છે.

શું તે સામાન્ય ખાંડ કરતા વધારે પૌષ્ટિક હોય છે ?

આપણે જે સામાન્ય ખાંડ રોજિંદા ઉપયોગમાં લઈએ છીએ તેમાં કોઈપણ જાતના પોષકત્તત્વો સમાયેલા હોતા નથી માટે તે માત્ર પોષણરહિત કેલરી જ ધરાવે છે.

જ્યારે બીજી બાજુ કોકોનટ શુગર એટલે કે નાળિયેરના ઝાડમાંથી બનાવવામાં આવતી ખાંડમાં વિવિધ પ્રકારના પોષકત્તત્વો મળે છે જો કે તે સાવ જ નહિંવત હોય છે.

તેમાં ખાસ તો ખનીજો જેવા કે આયર્ન, ઝિંક, કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે અને કેટલાક ફેટી એસિડ જેમ કે પોલિફેનોલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ સમાયેલા છે. જો કે તે તમારી રોજિંદી પોષકતત્ત્વેની જરૂરિયાતને પોષતા નથી. તમારે તેમ કરવું હોય તો તમારે ઘણીબધી કોકોનટ શુગર આરોગવી પડે છે. જે છેવટે તો નુકસાનકારક જ રહે છે.

આ ઉપરાંત તેમાં ઇન્યુલિન નામના ફાયબર્સ છે, જે શરીરમાં ગ્લુકોઝના શોષણને ધીમું પાડે છે અને માટે કોકોનટ શુગરની ગ્લાસેમિક ઇન્ડેક્સ સામાન્ય ખાંડ કરતાં નીચી હોય છે.

કોકોનટ શુગરમાં ચોક્કસ કેટલાક પોષકતત્ત્વો સમાયેલા છે પણ અન્ય કુદરતી ખોરાકની સરખામણીએ ઓછા.
આ ઉપરાંત કોકોનટ શુગર કેલરીની દ્રષ્ટિએ ખુબ જ ઉચ્ચ છે અને જો તમારે તેમાંથી પુરતું પોષણ મેળવવું હોય તો તમારે તેને મોટા પ્રમાણમાં આરોગવી પડે છે અને આમ કરવા જતાં તમે સાથે સાથે ઘણી બધી કેલરી પણ શરીરમાં લઈ લો છો.

માટે ભલે કોકોનટ શુગરમાં ખનીજ, એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાયબર સમાયેલા હોય પણ તેમાં રહેલી ઉચ્ચ શર્કરા સામે તેના આ પોષકતત્ત્વો તમારી જરૂરિયાતને પૂર્ણ કરતા નથી.
કોકોનટ શુગરમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્ષ નીચી હોય છે.

ગ્લાઇસેમિક ઇન્ડેક્ષ (GI)એક જાતનું માપ છે જેના દ્વારા તમે જાણી શકો છો કે ખોરાક તમારા લોહીમાં શર્કરાને કેટલી ઝડપથી વધારે છે.

ગ્લુકોઝને 100 GI નો આંક આપવામા આવ્યો છે. જ્યારે સામાન્ય ખોરાકને ગ્લુકોઝ કરતાં અડધો એટલે કે 50 GI આપવામાં આવે છે એટલે કે તેનો અર્થ એ થાય કે સામાન્ય ખોરાક ગ્લુકોઝની સરખામણીએ શરીરના લોહીમાં શર્કરાનું પ્રમાણ અરધી ગતીએ વધારે છે.

આપણે જે રોજિંદા ઉપયોગમાં ખાંડ લઈએ છીએ તેનું GI છે 60, જ્યારે કોકોનટ શુગરનું GI 54 માંપવામાં આવ્યું છે. તેમ છતાં વ્યક્તિએ વ્યક્તિએ આ માપ બદલાતું રહે છે અને કોકોનટ શુગરની દરેક બેચે પણ આ માપ બદલાતું રહે છે.

ટુંકમાં કોકોનટ શુગર સામાન્ય ખાંડ કરતાં લોહીમાં ધીમેથી ભળે છે. તેમ છતાં તેના લાભો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે અને તે કેટલા નક્કર હોય છે તે એક બીજો પ્રશ્ન છે.

તે ફ્રુટશર્કરાથી ભરપુર હોય છે.

એડેડ શુગર એ આરોગ્યપ્રદ નથી હોતી કારણ કે તે લોહીની શર્કરાના સ્તરને ખુબ જ ઝડપથી ઉંચું લાવે છે. તેમાં પોષણ પણ નથી હોતું, એટલે કે તે કોઈ પણ રીતે કોઈપણ પ્રકારના, વિટામીન્સ, ખનીજતત્ત્વો પુરા પાડતી નથી.

એડેડ શુગર એ બિનઆરોગ્યપ્રદ છે તેનું બીજું કારણ એ છે કે તેમાં ફ્રુટશુગર એટલે કે ફળોનારસમાંથી મળતી જે શર્કરા હોય છે તે ખુબ જ ઉચ્ચ હોય છે.

જો કે મોટા ભાગના વૈજ્ઞાનિકો ફ્રુક્ટોઝ એટલે કે ફળશર્કરાને સ્વસ્થ લોકો માટે કંઈ ગંભીર સમસ્યા માનતા નથી. મોટા ભાગના માને છે કે વધારે પડતું ફ્રુક્ટોઝ મેટાબોલિક સિન્ડ્રોમને પ્રોત્સાહિત કરે છે અને મેદસ્વિતા વધારી શકે છે.

એવો દાવો અવારનવાર કરવામાં આવે છે કે કોકોનટ શુગર અસરકારક રીતે ફ્રુક્ટોઝ ફ્રી છે જો કે તેમાં 70-80% સુક્રોઝ એટલે કે સામાન્ય ખાંડ હોય છે જે અરધી ફ્રુક્ટોઝ બરાબર છે.આ કારણસર કોકોનટ શુગરમાં પણ સામાન્ય ખાંડ જેટલું જ ફ્રુક્ટોઝનું પ્રમાણ હોય છે.

જો સામાન્ય ખાંડને વધારે પડતી આરોગવામાં આવે તો તે ઘણી બધી સમસ્યાઓ ઉભી કરી શકે છે જેમ કે મેટાબોલિક સિન્ડ્રોમ, મેદસ્વીતા, ડાયાબિટીસ અને હૃદયને લગતા રોગો.

કોકોનટ શુગર સામાન્ય શુગર કરતાં થોડી સારી છે કારણ કે તેમાં પોષકત્ત્વો સમાયેલા હોય છે તેમ છતાં તેની સ્વાસ્થ્ય પર સરખી જ અસર થાય છે એટલે કે સામાન્ય ખાંડ જેવી જ તેની અસર આપણા શરીર પર થાય છે.

શું ખરેખ કોકોનટ શુગર સ્વાસ્થ્યદાયી છે ?

ઉપરની સમજણ પરથી તમે સ્પષ્ટ રીતે સમજી ગયા હશો કે કે કોકોનટ શુગર તે કંઈ કોઈ જાદુઈ ખોરાક નથી.

તે સામાન્ય શુગર જેવી જ છે, તે સામાન્ય શુગર જેટલી પ્રક્રિયાઓમાંથી પસાર નથી થતી અને તેમાં પોષતત્ત્વોનું પ્રમાણ ખુબ જ નહીંવત હોય છે માટે જો તમારે તમારી રોજિંદી જરૂરીયાત પ્રમાણેનું પોષણ જોઈતું હોય તો તમારે ઢગલા બંધ કોકોનટ શુગર ખાવી પડે છે અને વધારે પડતી શર્કરા શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. માટે તે સામાન્ય શુગર જેવી જ તમારા શરીર પર અસર કરશે.

બીજી બાબત તમારે એ જાણવી જોઈએ કે ખાંડ એ ખાંડ હોય છે પછી તે ગમે ત્યાંથી ગમે તે સ્વરૂપમાં કેમ ન હોય. જો તમે ખુબ જ કોકોનટ શુગર આરોગશો તો તે તમારા લીવર પર અસર કરશે, તે ઝેરીતત્ત્વોનો સંચય કરશે અને તમને ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધારશે, તેમજ તમારા મગજની કાર્યક્ષમતામાં પણ ઘટાડો કરશે અને તે સીધી જ ચરબીમાં પ્રવર્તિત થશે.

તેમ છતાં તમને એટલું જણાવી દઈએ કે કોકનટ શુગર એ બધી જ સામાન્ય ખાંડો જેવી જ છે. તે રિફાઇન્ડ શુગર કરતાં આરોગ્યપ્રદ છે માત્ર તેટલું જ. તે કોઈ જાદુઈ ખાંડ નથી એટલું તમારે સમજી લેવું જોઈએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version