નારીયેલ દરેક પ્રકારની સ્કીન માટે ફાયદાકારક છે આજથી જ શરુ કરી દો..

ત્વચાનો ઉત્તમ મિત્ર નારિયેળ

ભલે આપણને પસંદગીઓ ચૂંટવામાં કંટાળો આવતો હોય તેમ છતાં હકીકત એ છે કે આપણા માના દરેક વ્યક્તિની કોઈ ઉત્પાદન કે કોઈ સામગ્રી બાબતે એક ચોક્કસ પસંદગી હોય જ છે કે જેના વિષે તમે નક્કર રીતે કહી શકો કે તે ઉત્તમ છે. જો તમે કોઈ નેચરલ DIY(do it yourself) ઉત્સુક વ્યક્તિને તેમની ત્વચા સંભાળ વિષે પ્રશ્ન પુછશો તો તે તમને નારિયેળમાંથી ત્વચાને થતાં વિવિધ ફાયદાઓ ગણાવવા લાગશે. નારિયેળનું દૂધ હોય, તેલ હોય કે પાણી હોય તે તમારી ત્વચા સાથે જોડાયેલી મોટાભાગની સમસ્યાઓ દૂર કરવા માટે તમને મદદરૂપ થાય છે.

જ્યારે હું એમ કહી રહી છું કે નારિયેળનું ઝાડ એ ભગવાનની ઉત્તમ ભેટ છે ત્યારે હું કોઈ જ અતિશયોક્તિ નથી કરી રહી. નારિયેળના અર્ક રસોઈ તેમજ વાળની સંભાળ માટે તો વપરાય જ છે પણ તેમાં સમાયેલા ઉત્તમ ગુણો તમારી ત્વચા માટે પણ લાભપ્રદ છે. તે તમારી ત્વચાને કોમળ અને ડાઘ રહિત બનાવે છે અને વર્ષો સુધી યુવાન રાખે છે.
અહીં અમે નારિયેળ તમારી ત્વચા માટે કેવી રીતે લાભપ્રદ છે તે માટેની છ રીતો દર્શાવી છે.

નારિયેળથી ત્વચાને થતાં લાભો

1. ત્વચાને મોઇશ્ચરાઇઝર પુરુ પાડે છે

નારિયેળ તેલની લાઇટનેસ અને તેમાં સમાયેલી ત્વચામાં અંદર ઉતરી જવાની વૃત્તિના કારણે તે તમારી ત્વચાને ઉત્તમ મોઇશ્ચરાઇઝર પુરુ પાડે છે. તે તમારી ત્વચામાં ખુબ જ ઝડપથી તેમજ સરળતાથી ભળી જાય છે, અને તે પણ ત્વચાને તૈલી બનાવ્યા વગર. નારિયેળ તેલમાં સમાયેલી સેચ્યુરેટેડ ફેટ તમારી ત્વચાને ડીહાઇડ્રેટ નથી થવા દેતી. તેના કારણે તમારી ત્વચા સ્મૂધ અને એકસરખી રહે છે જે દરેક સ્ત્રીની ઇચ્છા હોય છે.
જે લોકો અત્યંત શુષ્ક ત્વચા ધરાવતા હોય છે તેમણે નારિયેળ તેલની જગ્યાએ નારિયેળનું દૂધ ઉપયોગમાં લેવું જોઈએ. તેને તમે તમારી ત્વચાને સુંદર અને મોઇશ્ચરાઇઝ્ડ કરવા માટે પણ લગાવી શકો છો અને તેનું સેવન પણ કરી શકો છો.

2. ત્વચાને સંક્રમણ રહીત બનાવે છે

નારિયેળના દૂધ તેમજ તેની મલાઈમાં રહેલા ફેટી એસિડ તમારી ત્વચાને જીવાણું સંબંધી સંક્રમણથી રક્ષણ આપે છે. તે તમારી ત્વચા પરના ઘાને ખુબ જ ઝડપથી રુઝાવે છે અને ત્વચા પરની જીવાણુ સંબંધી પ્રવૃત્તિને અંકુશમાં રાખે છે.

3. સનસ્ક્રીન તરીકે કામ કરે છે

નારિયેળ તેલમાં SPF 4 હોય છે, જે તમને બીચ પરના એકધારા સૂર્યપ્રકાશથી રક્ષણ ન આપી શકે પણ તે ટુંકાગાળા માટે તમારી ત્વચાને ચોક્કસ રક્ષણ પુરુ પાડી શકે છે, જેમ કે તમે ક્યાંક સફર કરી રહ્યા હોવ તે વખતે.
નારિયેળનું દૂધ એક એવી સામગ્રી છે જેનાથી તમારા સનબર્ન સંપૂર્ણ રીતે દૂર થઈ જાય છે. તેમાં લોરિક એસિડનો એક એવો સ્રોત સમાયેલો છે જે ત્વચાના કોષોની વૃદ્ધિ તેમજ તેને સુધારવાની સુવિધા પુરી પાડે છે. સૂર્યના તાપના કારણે ત્વચા બળી ગઈ હોય અથવા તેના પર લાલ ચકામા પડી ગયા હોય તો નારિયેળ તેલના દૂધના એકધારા ઉપયોગથી તે ઝડપથી દૂર થઈ જાય છે. જો સૂર્યના તાપના કારણે તમારી ત્વચા રુક્ષ થઈ ગઈ હોય અને તેની પોપડી વળતી હોય તો તેના પર તમે નારિયેળ તેલની ક્રિમનો ઉપયોગ કરી શકો છો.

4. કરચલીઓ દૂર કરે છે

જેમ જેમ તમારી ત્વચાની ઉંમર વધે છે તેમ તેમ કોલેજનની ઉણપના કારણે તમારી ત્વચામાં કરચલીઓ પડવા લાગે છે અને સૂક્ષ્મ રેખાઓ દેખાવા લાગે છે. નારિયેળનું દૂધ તમારી ત્વચામાની ઇલાસ્ટિસીટી એટલે કે લવચિકતા પુનઃસ્થાપિત કરે છે, અને તમને યુવાન દેખાવામાં મદદ કરે છે. ત્વચાની શુષ્કતાના કારણે તમે તમારી ઉંમર કરતાં વધારે ઉંમર ધરાવતા હોવ તેવા લાગે છે. કોકોનટ મિલ્ક તમારી ત્વચાને પુરતા પ્રમાણમાં ભેજ પુરો પાડે છે, અને આ સમસ્યાથી તમને છૂટકારો અપાવે છે.

5. ત્વચા કાંતિવાન બને છે

 

નારિયેળનું પાણી તમારી ત્વચાને સ્વસ્છ કરવા માટે ઉપયોગી છે. તે તમારી ત્વચામાં રહેલી દરેક પ્રકારની ગંદકી જેમ કે રજકણો, મેકપ રિમૂવ કર્યા બાદ રહી જતાં તેના અવશેષો વિગેરે દૂર કરે છે. તેના કારણે ત્વચાને સ્વચ્છ કરવાની પ્રક્રિયા વધારે અસરકારક બને છે. અને તમને મળે છે તમારી ચમકદાર ત્વચા.

6. ખીલને અંકુશમાં રાખે છે

ત્વચાના છીદ્રો રુંધાવાથી ખીલની સમસ્યા ઉભી થાય છે, અને તેના કારણે ત્વચામાં વ્હાઇટહેડ્સ અથવા બ્લેકહેડ્સની સમસ્યાઓ પણ પેદા થાય છે. નારિયેળના તેલથી આ રુંધાઈ ગયેલા છીદ્રો ખુલ્લા થાય છે અને તેના કારણે ખીલ થતાં અટકે છે અને જો થયા હોય તો તે દૂર પણ થાય છે.
આ ઉપરાંત નારિયેળનું પાણી ખીલના કારણે થયેલા ડાઘ પણ દૂર કરે છે. તે માટે તમારે માત્ર એટલુ જ કરવાનું છે કે નારિયેળ પાણીથી રાત્રે સુતા પહેલાં તમારે મોઢું થપથપાવી લેવું અને તેને તેમજ સવાર સુધી રાખવું. તે તમારા ચહેરા પરના ખીલના ડાઘ ચમત્કારિ રીતે ગાયબ કરી દેશે.
અહીં અમે તમને નારિયેળના વિવિધ અર્કના બ્યૂટિ હેક્સ જણાવી રહ્યા છીએ જે તમારી ત્વચાની સંભાળ લેવામાં મદદ કરશે.

1. નારિયેળ તેલની લાઇટનેસ તમારી ત્વચાને એક અસરકારક મોઇશ્ચરાઇઝર પુરુ પાડે છે. તમારી ત્વચાના નાજુકમાં નાજુક ભાગ, જેમ કે આંખની નીચેના ભાગ માટે પણ લાભપ્રદ છે. માત્ર એક ટીપું નારિયેળ તેલને સુતા પહેલાં તમારી આંખની નીચે લગાવી લેવું. તમે આ જ પ્રયોગ નારિયેળની ક્રીમ અથવા તેના દૂધથી પણ કરી શકો છો.

2. લોંગ લાસ્ટિંગ વોટરપ્રુફ મેકઅપ પણ કોકોનટની સ્વચ્છ કરવાની ક્ષમતા આગળ ટકી નથી શકતો. તે માટે તમારે માત્ર કોટન પેડ પર કોપરેલનું તેલ અથવા તેનું પાણી લેવાનું છે અને મેકઅપ લૂછવાનો છે. તમે જોશો કે તમારા ચહેરા પરનો મેકઅપ તરત જ દૂર થઈ જશે.

3. જ્યારે તમને તમારા હોઠ કોરા લાગે ત્યારે તમારે માત્ર થોડું કોપરેલ તેલ તેના પર લગાવવાની જરૂર છે. તે તમારા હોઠને મોઇશ્ચરાઇઝ્ડ રાખશે. કોપરેલ તેલની જેમ કોપરેલની મલાઈ પણ તમારા હોઠને મુલાયમ રાખશે અને ફાટેલા

હોઠને તરત જ ઠીક કરશે.

4. શેવિંગ માટેનો એક મુખ્ય નિયમ એ છે કે ક્યારેય પણ શેવિંગ કરતી વખતે ત્વચા કોરી રાખવી નહીં. શેવિંગ કરતા પહેલાં ત્વચા પર કોપરેલ તેલ લગાવો તેનાથી વાળ મોડા ઉગશે અને રેઝરના કારણે થતી બળતરા પણ દૂર થશે.

5. જો તમારી ત્વચા રુક્ષ હોય તો નારિયેળની ક્રિમ તમારા માટે ઉત્તમ છે. હુંફાળા પાણીથી નાહ્યા બાદ કોપરેલની ક્રિમ તમારી ત્વચા પર લગાવી દો. તેમ કરવાથી આખા દિવસ માટે તમારી ત્વચા હાઇડ્રેટ રહેશે. જો તમને તેનાથી ઓઇલી લાગતું હોય તો તેને થોડી વાર માટે તેમ રહેવા દો ત્યાર બાદ ભીના નેપ્કિનથી લૂછી નાખો.

6. નારિયેળની પેસ્ટનો ઉપયોગ તમે સ્ક્રબ તરીકે કરી શકો છો. તે માટે નારિયેળની પેસ્ટમાં થોડા ટીપાં કોપરેલ તેલ ઉમેરો, ફુદિનાના પાંદડા અને ખાંડ ઉમેરો. તેને ચહેરા તેમજ ડોક પર હળવા હાથે સ્ક્રબ કરો; ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોલી લો. તરત જ તમારી ત્વચા મખમલી બની જશે.

તો અમે તમારી હાલની વિવિધ જાતના નુકસાનકારક રસાયણયુક્ત ક્રિમ, ક્લિન્ઝર, બોડિ ઓઇલ વિગેરેને કચરા પેટીમાં નાખી દેવાના નક્કર કારણો તમને જણાવી દીધા છે. ત્વચાની લગભગ બધી જ સમસ્યાઓ માટે નારિયેળ એ એક ઉત્તમ કુદરતી ઉપાય છે. તમે તમારા રોજિંદા ઉપયોગમાં જો તેનો ઉપયોગ કરશો તો તમારે ભવિષ્યમાં બીજી કોઈ જ સ્કીન કેરની જરૂર પડશે નહીં.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક સ્કીન કેર માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી