કોપરેલ તેલ અને બેકિંગ સોડાનો ફેસવોશ તમારા ચહેરાને બનાવે છે આકર્ષક..

આપણી હંમેશા એવી ઇચ્છા હોય છે કે આપણી ત્વચા હંમેશા રેડિયન્ટ, સ્વચ્છ, સ્વસ્થ અને કરચલી રહીત દેખાય. કેમ ? અને આવી ત્વચા મેળવવા માટે આપણે અસંખ્ય સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરતા રહીએ છીએ. આપણામાંના ઘણા બધા એવા હશે જે કુદરતી સામગ્રીઓના ઉપયોગ પર જ આધાર રાખતા હશો અને તે ખરેખર કામ પણ કરે છે.


પણ તે બધું તેના પર આધાર રાખે છે કે તમે કેટલી લગનથી તમારી સ્કિન કેર શૈલીને વળગી રહો છો. એક વ્યવસ્થિત સ્કિન કેર પદ્ધતિમાં મૂળ રીતે આ ત્રણ મહત્ત્વના પગલાઓનો સમાવેશ થાય છે – ક્લિન્ઝિંગ, ટેનિંગ અને મોઇશ્ચરાઇઝીંગ. જો અમે તમને એવું કહીએ કે તમે આ ત્રણે સ્ટેપ્સના લાભ માત્ર એક ફેસવોશથી જ મેળવી શકો છો ? હા, માત્ર ફેસવોશથી જ તમે તમારા ચહેરા પર ચારચાંદ લગાવી શકો છો.

આજે અમે તમારી સાથે એક એવી રીસીપી શેયર કરવા જઈ રહ્યા છીએ જે માત્ર તમારી સ્કીનને ક્લિન જ નહીં કરે પણ તે તેને ટેન તેમજ મોઇશ્ચરાઇઝ કરવામાં પણ મદદ કરશે – અને વધારામાં અમારો આ નાનકડો ઉપાય કોઈ ખાસ પ્રકારની સ્કિન માટે નહીં પણ દરેક પ્રકારની સ્કિન માટે કામ કરે છે.
તો વધારે પણ લાંબી ચર્ચા કર્યા વગર અમે તમને આ અદ્ભુત ફેસવોશની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ.

સામગ્રીઃ


1 ટી સ્પૂન બેકિંગ સોડા

2 ટી સ્પૂન કોપરેલ તેલ (એક્સ્ટ્રા વર્જિન)

ફેસવોશ કેવી રીતે તૈયાર કરવો

1. બન્ને સામગ્રીને એક વાટકીમાં લઈ બરાબર મિક્સ કરી તેની એક સ્મૂધ પેસ્ટ બનાવો.

2. આ પોસ્ટને તમારા ચહેરા પર લગાવો.

3. તેને 10-15 મિનિટ માટે ચહેરા પર રાખો અને ત્યાર બાદ હુંફાળા પાણીથી તમારો ચહેરો ધોઈ લો.

4. એક મિનિટ સુધી તમારા ચહેરા પર વર્તુળાકારમાં મસાજ કરો.

5. હવે, સાદા પાણીથી તમારો ચહેરો ધોઈ લો અને નેપ્કિનથી થપથપાવીને તમારો ચહેરો લૂંછી લો.

6. કારણ કે ફેસવોશમાં કોપરેલ તેલ હોય છે માટે તે તમારી સ્કિનને જરૂરી ભેજ પુરો પાડશે, માટે તમારે તેના પર મોઇશ્ચરાઇઝર લગાવવાની જરૂર નથી.

7. ઉત્તમ પરિણામ મેળવવા માટે તમારે આ પ્રયોગ અઠવાડિયામાં બે કે ત્રણ વાર કરવાનો છે.

તે કેવી રીતે કામ કરે છે ?


બજારમાં હજારો ફેસવોશ ઉપલબ્ધ છે તેમ છતાં ઉપર જણાવેલું અમારું નારિયેળ તેલ અને બેકિંગ સોડાના કેમ્બિનેશન વાળો ફેસવોશ ઉત્તમ પરિણામ આપનારું છે. આ કોમ્બિનેશન તમારા ચહેરા પરના માત્ર મૃત કોષો જ દૂર નહીં કરે, પણ તે તમારી ચામડીને બ્લેકહેડ્સ અને ખીલથી પણ રક્ષણ આપશે.

બેકિંગ સોડા સ્વભાવે એમ્ફોટેરિક હોવાથી, તે ત્વચામાના પીએચ સ્તરના અસંતુલનને સંતુલિત કરે છે. ત્વચામાંના પીએચ સ્તરના અસંતુલનના કારણે જ સામાન્ય રીતે ખીલ, બ્લેકહેડ્સ અથવા શુષ્ક ત્વચાની સમસ્યા ઉભી થતી હોય છે. ખીલ પર બેકિંગ સોડા લગાવવાથી તેના કદમાં ઘટાડો થાય છે અને સાથે સાથે તેની રતાશમાં પણ ઘટાડો થાય છે.


બીજી બાજુ કોપરેલ તેલમાં ખુબ જ અદ્ભુત પોષણકારક અને મોઇશ્ચરાઇઝિંગ ગુણો હોય છે. તે સ્વભાવે જીવાણું રોધી અને વિશાણુ રોધી પણ છે અને તે કારસણ સર તે ત્વચાની કેટલીક સ્થિતિ જેમ કે ખરજવું અથવા ગંભીર રીતે શુષ્ક ત્વચાને સુધારે છે. જો તમારી ચામડી પર ખીલ માટે અતિસંવેદનશીલ હોય, તો તમારે તમારી ત્વચા પર કોપરેલ તેલનો ઉપયોગ જરૂર કરવો જોઈએ.

નીચે કેટલાક બીજા કારણો પણ આપવામાં આવ્યા છે કે શા માટે તમારે તમારા ચહેરા પર કોકોનટ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ.

1. તે એક ઉત્તમ મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે.

આપણે બધા કોપરેલ તેલના મોઇશ્ચરાઇઝિંગ ગુણો વિષે સારી રીતે જાણીએ છીએ. તે ચામડીના છીદ્રોમાં શોષાઈ જાય છે અને ત્વચાને ઉંડાણથી મોઇશ્ચરાઇઝ કરે છે. તેનો મોઇશ્ચરાઇઝર તરીકે ઉપયોગ કરવા માટે, સૌ પ્રથમ તમારા ચહેરાને વ્યવસ્થિત સાદા પાણી વડે ધોઈ લો ત્યાર બાદ નેપ્કિનથી થપથપાવીને લૂંછી લો. હવે ખુબ જ થોડા પ્રમાણમાં કોપરેલ તેલ લો અને તેને તમારી હથેળીઓ પર ઘસી લો. હવે તેના વડે તમારા ચહેરા પર હળવેથી એક-બે મિનિટ માટે મસાજ કરો. તેને તમારી ડોક પર પણ મસાજ કરી શકો છો. હવે તેને 5-10 મિનિટ તેમજ રહેવા દો અને ત્વચામાં તેલને ઉતરવા દો. હવે એક સુંવાળા નેપ્કિનથી વધારાના તેલને લૂછી લો. તે તમારી ત્વચાને હાઈડ્રેટ અને મેઇશ્ચરાઇઝ્ડ રાખશે. જો તમારી ત્વચા તૈલી હોય તો આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. તેલ લગાવ્યાના 15 મિનિટ બાદ તમારો ચહેરો હુંફાળા પાણીથી ધોઈ લો. આ પ્રયોગ 15 દિવસ સુધી ચાલુ રાખો. હું તમને ગેરેન્ટી આપું છું કે સીબમ (ચામડીમાંની ચરબીનો સ્ત્રાવ કરતી ગ્રંથી)માંથી સ્ત્રાવ થવો સ્વાભાવિક રીતે જ ઘટી જશે.


2. તેનો ઉપયોગ તમે પ્રાકૃતિક મેકઅપ રીમુવર તરીકે પણ કરી શકો છો.

મેકઅપ દૂર કરવો હંમશા એક કંટાળાજનક તેમજ થકાવનારું કામ હોય છે. અને મેકઅપ રીમુવર તે પ્રક્રિયાને વધારે ત્રાસપૂર્ણ બનાવી દે છે કારણ કે તેમાં સમાયેલા રસાયણો તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમારી ત્વચા સંવેદનશીલ હોય. કંઈ પણ થાય તમારે સુવા જતાં પહેલાં તમારો મેકઅપ રીમુવ કરવો જ પડે છે. અને આ એક મહત્ત્વની બાબત હોવાથી તમારા માટે એ સારું રહેશે કે તમે તેના માટે કોઈ કુદરતી ઉપાય શોધો. કોપરેલ તેલ એક અસરકારક મેકઅપ રીમુવર તરીકેનું કામ કરે છે. તે એક ઉત્તમ ગ્રીઝ કટર (ચરબી દૂરકરનારું) અને તેથી પણ વિશેષ તે આપણી ત્વચા માટે કોમળ અને સુરક્ષિત છે.


તેનો મેકઅપ રીમુવર તરીકે ઉપોયગ કરવા માટે, તમારા ચહેરા પર કોપરેલ તેલ લગાવી લો. તેને થોડીવાર માટે તેમ જ છોડી દો. હવે રૂ લઈ હળવા હાથે તેનાથી મેકઅપ દૂર કરો. મોટા ભાગનો મેકઅપ દૂર થઈ ગયો હશે. હવે તમારો ચહેરો હુંફાળા પાણી વડે ધોઈ લો. હવે રુ લો અને તેને કોપરેલ તેલમાં ડુબાડો. તમારી આંખો બંધ કરો અને તેના પર આ તેલવાળુ રુ મુકી દો. તેને 5 મિનિટ સુધી તેમ જ રહેવા દો. તેલ કાજલ, આઈલાઇનર અને મશ્કરાને ઓગાળી દેશે. હવે તમે તમારા ચહેરાને માઇલ્ડ સોપ અને પાણી વડે ધોઈ સ્વચ્છ કરી શકો છો. કોપરેલ તેલ તમારી આંખમાં જતું રહેશે તેનાથી ભયભીત થવાની જરૂર નથી કારણ કે કોપરેલ તેલ આંખો માટે સંપૂર્ણ સુરક્ષિત છે.

3. કોકોનટ ઓઈલ સનબર્નથી રક્ષણ આપે છે.

SPF 4 , સાથે કોપરેલ તેલ તમને સનબર્ન અને સૂર્યના કીરણોથી પણ રક્ષણ પુરુ પાડે છે. તેમાં રહેલી એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી ઓક્સિડેટિવ સ્ટ્રેસ દૂર કરવામાં પણ મદદ કરે છે. જો તેને તડકાથી બળી ગયેલી ત્વચા પર લગાવવામાં આવે તો તેનાથી ઠંડક મળે છે અને ત્વચા પરના ચકામાં તેમજ લાલ ધબ્બા દૂર થાય છે.

4. તે ઉંમર થતાં પહેલાં ત્વચાને ગરઢી થતાં રોકે છે


કોકોનટ ઓઇલ એક એવી સામગ્રી છે જે ત્વચાની કોમળતાને અકબંધ રાખે છે અને તેને કરચલી રહીત પણ રાખે છે. પ્રિમેચ્યોર એજિંગ એટલે કે ઉંમર થયા પહેલાં જ ત્વચા ઘરડી થઈ જવાનું કારણ ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે જે પ્રદૂષણ, નુકસાનકારક UV કીરણો, અથવા વધારે પરડા રસાયણવાળા સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગના કારણે થાય છે. કોપરેલ તેલ ત્વચા માટે ખુબ જ કોમળ છે, અને તે પ્રદૂષકો સામે રક્ષણ પુરુ પાડે છે. આ ઉપરાંત તે ત્વચા પર મોશ્ચરાઇઝરનું આવરણ લગાવી દે છે. તે કોલેજન રચનાને પ્રોત્સાહન આપે છે અને તેના કારણે ત્વચાની સુંવાળપ અને કોમળતા જળવાઈ રહે છે.
કોપરેલ તેલના ત્વચાકીય લાભોનો કોઈ જ અંત નથી, આ લેખ વાંચ્યા બાદ, હવે તમને ખબર છે કે કોપરેલ તેલ તે માત્ર ઉત્તમ હેર ઓઇલ અને પોષણક્ષમ કુકીંગ ઓઈલ જ નહીં પણ એક સ્કિન કેર ઓઇલ પણ છે. જે અસંખ્ય પ્રકારે તમારી ત્વચાની સંભાળ રાખે છે.


હવે યુગો જુનું ત્વચાને સુંદર, સુંવાળી, એજલેસ રાખવાનું રહસ્ય છતું થઈ ગયું છે તો રાહ શું જુઓ છો ? આજથી જ શરૂ કરી દો કોપરેલ તેલ અને બેકિંગ સોડાના ફેસવોશનો પ્રયોગ અને સુંદર ત્વચાના ધની બની જાઓ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી અને ઉપયોગી ટીપ્સ તમારા ફેસબુક પર મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ