કોકોનટ લાડું – માવા વગર બનતી આ મીઠાઈ પ્રસાદ તરીકે અને ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે એમના સ્વાગતમાં પણ બનાવી શકો છો…..

કોકોનટ લાડું

મિત્રો, ઘણીવાર બને કે અચાનક કોઈ મહેમાન આવી જાય, આપણી પાસે રસોઈ બનાવવાનો ટાઈમ ખુબ જ ઓછો હોય અને એમાંય આપણે ગુજરાતી, મીઠાઈના શોખીન, મહેમાનોને મીઠાઈ તો પીરસવી જ જોઈએ ત્યારે આપણે વિકલ્પો યાદ કરીએ કે જે ફટાફટ બનાવી શકાય અને ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડે, વળી બધા રસોડામાંથી જ મળી રહે. તો ચાલો આજે હું આવી જ સરસ રેસીપી આપની સાથે શેર કરું છું. એ છે ” કોકોનટ લાડું ”
મિત્રો, આ લાડું માત્ર 5 થી 6 મિનિટ્સમાં જ બનાવી શકાય છે. ખુબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે.

સામગ્રી :

  • 1 1/2(દોઢ) કપ સૂકું ટોપરું ( ઝીણું ખમણ ),
  • 1/2 કપ દળેલી ખાંડ,
  •  1/4 કપ દૂધ,
  • 1 ટેબલ સ્પૂન ઘી,
  • ચપટી એલચી પાવડર,
  •  થોડા ડ્રાયફ્રૂટ્સ

રીત :

1) સૌ પ્રથમ એક કડાઈમાં એક ટેબલ સ્પૂન ઘી લો. કડાઈ નોન-સ્ટીક અથવા જાડા તળિયાવાળી જ લેવી. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખવી. તેમાં એક કપ નાળિયેરનું ખમણ ઉમેરો. અડધો કપ ખમણ ગાર્નિશિંગ માટે યુઝ કરીશું. એક મિનિટ માટે સતત હલાવતા રહો.2) કોપરાનો કલર ના બદલે તેમજ કડાઈમાં ચોંટી ના જાય એ ખાસ ધ્યાન રાખવું. હવે તેમાં દળેલી ખાંડ અને દૂધ ઉમેરો. બરાબર મિક્સ કરી લો. બધું જ દૂધ જાય ત્યાં સુધી સતત હલાવતા રહો. દૂધ બળવામાં માત્ર ત્રણથી ચાર મિનિટ્સ જેટલો જ સમય લાગે છે.3) દૂધ બળી જાય પછી તેમાં એલચી પાવડર અને અડધા ડ્રાયફ્રૂટ્સ નાખો. અડધા ડ્રાયફ્રૂટ્સ ગાર્નિશિંગ માટે બચાવો. બધું જ બરાબર મિક્સ કરી લો. લાડુ બનાવવા માટેનું આ મિશ્રણ તૈયાર છે તેને થોડું ઠંડુ પડવા દો.4) હાથથી અડી શકાય એટલું ઠંડુ પડે પછી થોડું થોડું મિશ્રણ લઇ નાના-નાના લાડું વાળો. લાડુને સૂકા કોપરામાં રોલ કરો. બધા લાડું બનાવી તેને ડ્રાયફ્રૂટ્સની કાતરીથી ગાર્નિશ કરો.5) બસ તૈયાર છે કોકોનટ લાડું, ખુબ જ સ્વાદિષ્ટ તેમજ સોફ્ટ-સોફ્ટ બને છે. બનાવવા, કેટલા આસાન છે વળી ખુબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સની મદદથી બનાવી શકાય છે જે બધા આપણા કિચનમાં જ હાજર હોય છે. તો જરૂર બનાવજો, ખાજો અને આપના સગા-વહાલાને પણ ખવડાવજો, બધાને બહું જ ભાવશે આ કોકોનટ લાડું.

મિત્રો, આ મારી ફેવરિટ રેસિપી છે જે હું અવાર-નવાર બનાવું છું, બધાને ખુબ જ પસંદ આવે છે.

નોંધ :

લાડું બનાવતી વખતે, દૂધ સાથે બે ટેબલ સ્પૂન દૂધ મલાઈ નાંખવાથી લાડું વધારે સ્વાદિષ્ટ લાગે છે.

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી