“કોકટેલ ઈડલી” – હવે બાળકોને બનાવી આપો ઈડલીની એક નવીન વેરાયટી…

“કોકટેલ ઈડલી”

સામગ્રી:

૨ કપ સોજી/ રવો,
૧ કપ દહીં,
૨ ચમચા પાલકની પ્યુરી,
૩ ચમચા ગાજર અને ટમેટાની પ્યુરી,
૧ ચમચો હળદર,
ચપટી સોડા,
૧/૨ ચમચી લીલા મરચાની પેસ્ટ,
મીઠું,

રીત:

– એક બાઉલમાં રવો લઇ તેમાં દહીં ઉમેરી મિક્ષ કરી ૧૦ મિનીટ રહેવા દેવું.
પછી તેમાં મીઠું, લીલા મરચાની પેસ્ટ અને સોડા ઉમેરી બરાબર મિક્ષ કરવું.
– હવે ચાર બાઉલમાં સરખા ભાગે ખીરું લેવું.
– લીલા કલર માટે: પાલકની પ્યુરી
– ઓરેન્જ કલર માટે: ગાજર ટમેટાની પ્યુરી
– સફેદ કલર માટે: સાદું જેમ છે તે ખીરું
– પીળા કલર માટે: હળદર ઉમેરવાની
– હવે અપ્પમ પાત્રને ગ્રીસ કરી બધા ખાડામાં ૧ ચમચી ખીરું લેવું.
– મીડીયમ તાપે ૨ મિનીટ રાખી ફેરવી દેવી, અને બીજી બાજુ ચડવા દેવું.
– અપ્પમ પાત્રમાંથી કાઢી લઇ ટુથપીક માં લઇ ગ્લાસમાં સંભાર ભરી સર્વ કરવું.
– બાળકોને ઈડલી લંચ બોક્ષમાં પણ આપી શકાય તેવી સરસ નાની નાની કલરફૂલ બનશે.

નોંધ:

– ગુલાબી કલર કરવા તમે બીટનો ઉપયોગ કરી શકો છો.
– તમે ઈડલી મેકરમાં લઇ સ્ટીમ પણ કરી શકો છો, પણ આ અપ્પમ પાત્રમાં જલ્દી બની જાય છે.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડીયાદ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી