યુવકના કાનમાં રહેતા હતા બહુ બધા વંદા, અને પછી…

OMG! યુવકના કાનમાં રહેતી હતી કોકરોચની આખી ફેમિલી! જાણો કઈ રીતે પડી ખબર..

image source

જી બિલકુલ! આ વાત જાણીને તમને પણ આશ્ચર્ય થશે કે ભાઈ કોક્રોચની આખી ફેમિલી કોઈ વ્યક્તિના કાનમાં કઈ રીતે રહી શકે છે. જો કોક્રોચ તેના કાનમાં રહી રહ્યા હતા તો તેને ખબર કેમ ના પડી? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે વાંચો આ ખબર.

આપણા શરીરનો દરેક અંગ સંવેદનશીલ હોય છે ભલે એ આંખ હોય કે નાક હોય કે કાન હોય! આપણે આપણા શરીરના દરેક અંગનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે શરીરના કોઈ પણ સંવેદનશીલ અંગને નુકશાન પહોંચવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

image source

અને એમાંય જો કાનની વાત કરીએ તો જો કાનમાં એક નાનકડું કચરાનું કણ પણ જતું રહે તો ખંજવાળથી હેરાન – હેરાન થઇ જવાય છે. પરંતુ જરા વિચારો કે તમારા કાનમાં કોકરોચ હોય તો તો કેવી હાલત થાય!! વિચારતા પણ ડર લાગે છે ને..? ચોંકશો નહીં આવો જ એક ડરાવનારો કિસ્સો સામે આવ્યો છે

થયું એવું કે, ચીનમાં એક યુવાનને સવાર-સવારમાં કાનમાં દુખાવો ઉપડ્યો, પરંતુ જયારે તેને ખબર પડી કે તેના કાનમાં કોક્રોચ છે તો તે સ્તબ્ધ થઇ ગયો!

image source

ફોક્સ ન્યુઝમાં છપાયેલી ખબર અનુસાર, તે ૨૪ વર્ષીય યુવાને કાનમાં દુખાવાના કારણે તેના પરિવાર્જનનોને કહ્યું કે કાનમાં ટોર્ચની મદદથી તેના કાનમાં જોવે જેથી કરીને ખબર પડે કે તેને કાનમાં કેમ દુઃખી રહ્યું છે.

સ્થાનિક ડોક્ટર જોન્ગ યીજીન ના કહ્યા અનુસાર, યુવક એ તેમને જણાવ્યું કે તેને કાનમાં ખુબ જ દુખાવો થઈ રહ્યો છે. કાનમાં કંઈક ચાલી રહ્યું હોય તેમ લાગતું હતું. તાપસ કરતા ખબર પડી કે તેમના કાનમાં ૧૦ થઈ પણ વધારે બેબી કોકરોચ હતા!

image source

ડોકટરે જણાવ્યું કે તે વ્યક્તિના કાનમાં માતા કોકરોચ પણ હતી. જોકે ત્યારબાદ ડોકટરે બધા જ કોકરોચને તે વ્યક્તિના કાનમાંથી કાઢી લીધા હતા. ડોકટરે તે યુવકને દવાની સાથે સાથે એ સલાહ પણ આપી કે વધેલું જમવાનું પોતાના પલંગ પાસે ન રાખવું જોઈએ જેથી કરીને કોકરોચ ન આવે.

તે યુવકના કાનમાં કોકરોચ ક્યારથી રહી રહ્યા હતા તે વિષે સ્પષ્ટ જાણકારી મળી નહતી.

આ જ રીતે ગયા વર્ષે ફ્લોરિડામાં એક મહિલાના કાનમાં એક કોકરોચ ઘૂસી ગયું હતું. તે ૯ દિવસથી હેરાન-પરેશાન થઇ ગઈ હતી. જયારે તેને તેના કાનમાં કોકરોચ હોવાની વાત ખબર પડી ત્યારે તે આશ્ચર્યચકિત થઇ ગઈ!

image source

ડોક્ટરનું કહેવું છે કે રાતે સૂતી વખતે વધેલું જમવાનું પોતાના પલંગ પાસે ન રાખવું જોઈએ. ઊગતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ ઘરમાં કોકરોચ મારવાની દવા નો કાયમી છંટકાવ કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ