અમદાવાદના આ વ્યક્તિએ મુખ્યમંત્રી પાસે માગ્યું ઇચ્છામૃત્યુ…

થોડા સમય પહેલાં મુંબઈના એક દંપત્તિએ રાષ્ટ્રપતિ પાસે ઇચ્છામૃત્યુની માગણી કરી હતી. કારણ કે તેઓ નિઃસંતાન હતા અને એકલવાયુ જીવન જીવવા માગતા નહોતા. ઇચ્છામૃત્યુને કાનૂની ભાષામાં પેસિવ યુથેનેશિયા કહેવામાં આવે છે. તે બાબતેની ઘણી બધી અરજીઓ સુપ્રિમ કોર્ટ સમક્ષ આવતી રહે છે.

કેટલાક દેશોમાં ઇચ્છામૃત્યુની પરવાનગી આપવામાં આવે છે. સુપ્રિમ કોર્ટે તાજેતરમાં જ એક ચુકાદો આપ્યો હતો જેમાં તેમણે પેસિવયુથેનેશિયાની મંજૂરી આપી હતી. જો કે પેસિવયુથેનેશિયા અને ઇચ્છામૃત્ય વચ્ચે ફરક એ છે કે જો વ્યક્તિ બિમાર હોય અને મેડિકલ સંસાધનોના આધારે જ જીવીત હોય તો તેનો તે સપોર્ટ હટાવી લેવામાં આવે છે અને તેના કારણે તે વ્યક્તિનું મૃત્યુ થાય છે. જ્યારે ઇચ્છા મૃત્યુ એટલે હાથે કરીને જીવન ટુંકાવવું. આ બન્ને વચ્ચે ઘણો મોટો તફાવત છે.તાજેતરમાં જ અમદાવાદની સિવિલ હોસ્પિટલ પાસે આવેલી ભોગીલાલની ચાલીમાં રહેતા બળદેવભાઈએ મુખ્યમંત્રી પાસે ઇચ્છામૃત્યુની માગણી કરી છે.

તેઓ જ્યારે પોતાના રોજના વ્યવસાયના કામે જઈ રહ્યા હતા ત્યારે તેમને ઠેસ વાગતા તેઓ પડી ગયા હતા. જેના કારણે તેઓ આ લાચાર જીવન જીવવા મજબૂર બની ગયા છે. તેમને ઠેસ લાગવાથી તેમના શરીરમાં એક વિચિત્ર ખોટ સર્જાઈ છે. તેઓ છેલ્લા 30 વર્ષથી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારીથી પીડાઈ રહ્યા છે. આ બીમારીમાં વ્યક્તિના શરીરમાં મસલ્સ બનવાના બંધ થઈ જાય છે. અને તેમ થવાથી વ્યક્તિના હાથ-પગ કામ કરતા બંધ થઈ જાય છે. બળદેવભાઈની સ્થિતિ પણ આવી જ છે. તેઓ જાતે હરી ફરી શકતા નથી અને રોજીંદા કામ માટે પણ તેમણે બીજાનો આશરો લેવો પડે છે. તેમને ડગલેને પગલે પોતાના ભાઈ-ભાભીનો સહારો લેવો પડે છે. આ બીમારીથી છૂટકારો મેળવવા માટે તેમણે બધી જ હોસ્પિટલોના મોટા-મોટા ડોક્ટરોનો સંપર્ક કર્યો છે. તેમણે સિવિલ હોસ્પિટલના પણ દરવાજા ખખડાવ્યા પણ ત્યાંથી પણ તેમને નિરાશા જ હાથ લાગી. તેમને દરેક જગ્યાએ કહેવામાં આવ્યું કે તેમની આ બિમારીનો કોઈ જ ઇલાજ નથી. પોતાને વારંવાર પેશાબ તેમજ કુદરતી હાજતે ન જવું પડે તે માટે તેઓ પુરતો ખોરાક કે પાણી પણ નથી લેતા. તે દિવસ દરમિયાન માત્ર ત્રણ-ચાર વાર જ પાણી પીવે છે.છેવટે પોતાની બિમારીનો કોઈ ઇલાજ ન જણાતા, તેમજ કોઈના પર આધારિત જીવનથી છૂટકારો મેળવવા માટે તેમણે મુખ્ય મંત્રી પાસે ઇચ્છામૃત્યુની માંગ કરી છે. અથવા તો તેમની બીમારીની સારવાર માટે આર્થિક સહાયની માગ કરી છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવા અવનવા સમાચાર વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી