જલ્સા કરોને જેંતીલાલ

શું તમે તમારા કપડા ફાટે નહિ ત્યાં સુધી પહેરો છો? વારંવાર રફુ કે સિલાઈ કરેલા કપડા પણ આમંત્રણ આપે છે ગરીબાઈ ને…

આપણે કોઈપણ વ્યકિતને મળીએ એટલે સૌથી પહેલાં આપણું ધ્યાન તેના કપડા તરફ આકર્ષાય છે. કોઈની પણ સારી અને ખરાબ છબી આપણા મન પર અંકિત થાય તેમાં પણ પહેરવેશનું મહત્વ વધારે હોય છે. આમ પણ કહેવાય છે ને કે વ્યક્તિની ઓળખ તેના કપડાં પરથી પણ થાય છે. કપડા વ્યક્તિના વ્યવસાય, ચારિત્ર્ય અને વ્યક્તિત્વની ઝાંખી પણ કરાવે છે. કપડા પહેરવાની રીત પરથી વ્યક્તિનું મૂલ્યાંકન થતું હોય છે.

image source

વર્તમાન સમયની વાત કરીએ તો યુવક-યુવતીઓના કપડાની ફેશન સતત બદલતી રહે છે. તેમાં પણ આજકાલ ફાટેલાં કપડા પહેરવાનું તો જાણે યુવાધનને ઘેલું લાગ્યું છે. જો કે આ ચલણ આજકાલ તો ફેશન ગણાય છે પરંતુ આ પ્રથાના કારણે લોકો પોતાનું જ નુકસાન કરી બેસતાં હોય છે.

image source

જી હાં ફેશનના ભાગરૂપે નહીં પરંતુ કેટલાક લોભી લોકોને આદત હોય છે કે તેઓ પોતાના કપડા ફાટી જાય ત્યાં સુધી પહેરે રાખે છે. કપડા મેલાં થતાં હોય, ફાટી જતાં હોય તેમ છતાં તેમાં સિલાઈ કામ કે રફુ કરાવી તેનો ઉપયોગ કરે જ રાખે છે. જો કે વ્યક્તિની આ આદત તેના દુર્ભાગ્યનું કારણ બને છે.

image source

ફાટેલાં કે મેલાં કપડા પહેરવાથી શારીરિક ક્ષમતાં નષ્ટ થાય છે. આ પ્રકારના કપડા શરીરમાં બિમારીઓને જન્મ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફાટેલા કપડા વ્યક્તિના શુક્રને પ્રભાવિત કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને પ્રેમ, રોમાન્સ અને દાંપત્ય જીવવની મધુરતા માટેનો ગ્રહ માનવામાં આવે છે. આ ઉપરાંત ભોગ-વિલાસ અને સમૃદ્ધ જીવન પણ શુક્રના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે. વ્યક્તિની આ પ્રકારની આદતથી શુક્ર પ્રભાવિત થાય છે અને તેના કારણે જીવનમાં પ્રેમ, સમૃદ્ધિ અને સુખનો અભાવ રહે છે.

image source

ફાટેલા અને જૂનાં કપડા જીવનમાં ખરાબ સંજોગો ઊભા કરે છે અને ગરીબીને આમંત્રણ આપે છે. કપડા ફાટી જાય કે મેલાં થઈ જાય તો તેને પહેરવાનું ટાળવું અને નવા કપડા પહેરવાની શરૂઆત કરવી જોઈએ. જો કે એક વાતનું પણ ધ્યાન રાખવું કે શનિવારના દિવસે નવા કપડા પહેલીવાર ન પહેરવા. આ ઉપરાંત સૂર્યાસ્ત પછી ઘરની બહાર ભીના કપડા ન સુકવવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version