ક્લાસરૂમમાં ધ્યાન કરવાના અગણિત ફાયદાઓ ! આ જાણી તમે આજથી જ તમારા સંતાનો પાસે ધ્યાન કરાવવાનું શરુ કરી દેશો

 

સંશોધનો જણાવે છે કે દિવસમાં માત્ર 10 મિનિટ ધ્યાન કરવામાં આવે તો બિઝનેસ સ્ટુડન્ટ્સની શારીરીક, માનસકિ અને સંવેદનાત્મક જાગૃતિમાં વધારો થાય છે.

આજે બિઝનેસ જગતમાં ગળાકાપ હરિફાઈ ચાલી રહી છે ત્યારે ઇનવેસ્ટમેન્ટ પર મળતા વળતર પર જ બધો આધાર હોય છો ત્યારે બિઝનેસ સ્ટુડન્ટ્સ માટે પણ તેમનો અભ્યાસ ખુબ જ પડકાર જનક બની જતો હોય છે.

તેમની પાસે ધંધાના નિયમો સમજવાની અપેક્ષા રાખવામાં આવે છે પણ તેમણે તેમની લાગણીઓને કાબુમાં રાખવા માટે પણ નિષ્ણાત બનવાનું છે જેથી કરીને તેઓ પોતાના વ્યવસાયને લગતા યોગ્ય નિર્ણયો લઈ શકે.

એક પરંપરાગત બિઝનેસ એજ્યુકેશન તેમના વિદ્યાર્થીઓની ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા, સહાનુભૂતિ અને નૈતિક નિર્ણયો ને કેળવવા માટે ખુબ જ ઓછી તકો પુરી પાડે છે. જો તેમના અભ્યાસ્ક્રમમાં ધ્યાનનો સમાવેશ કરવામાં આવે તો આ સ્થિતિમાં ઘણો બધો સુધારો લાવી શકાય તેમ છે.

સિમોન ફ્રેસર યુનિવર્સિટીના બિઝનેસ સ્ટુડન્ટ્સ પર કરવામાં આવેલા એક અભ્યાસ પરથી કાઢવામાં આવેલા પ્રાથમિક તારણો દર્શાવે છે કે વર્ગખંડમાં માત્ર 10 મિનિટ જ જો ધ્યાન કરવામાં આવે તો વિદ્યાર્થીઓનું શારીરિક, માનસિક અને ભાવનાત્મક જાગૃતિનું સ્તર ઉંચ્ચુ આવે છે.

શું ધ્યાન કરવાથી વિદ્યાર્થીઓને મદદ મળે છે છે – પ્રાથમિક શિક્ષણથી વિશ્વવિદ્યાલય દરમિયાનના અભ્યાસમાં જો ધ્યાનનો નિયમિત અભ્યાસ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ શાંત, ઠંડા બને છે અને તેમની નિર્ણયશક્તિ વધે છે.

હકારાત્મકતા, સર્જનાત્મકતા, અનુસંધાન

આ અભ્યાસ કે જે બિઝનેસ એથિક કોર્સ 2016ના 93 વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલો તે દર્શાવે છે કે જે વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં ધ્યાન કર્યું છે તેમના વિચારવા તેમજ તેમની વર્તણુંકમાં પરિવર્તન આવ્યું છે.

શરૂઆતમાં આ વિદ્યાર્થીઓને 10 મિનિટના ધ્યાન દરમિયાન પોતાના હંમેશા કૂદકા મારતા મગજ પર અંકુશ રાખવો અઘરો પડતો હતો.

રસપ્રદ બાબત એ છે કે ત્રણ મહિના સુધી ધ્યાનનો અભ્યાસ કરવાથી તેમના માટે 10 મિનિટ હવે ખુબ જ ટુંકો સમય થઈ ગયો હતો. તેઓ પ્રોત્સાહિત થયા હતા અને ઘરે પણ ધ્યાનનો અભ્યાસ કરતા હતા.

મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે, ધ્યાનનો આ પ્રથમ અનુભવ હતો, અને ધીમે ધીમે તેઓ શાંત અને સમભાવ અનુભવતા હતા. ધ્યાન કરવાથીઓ તેઓ પોતાની જાતને સારી રીતે સમજી શકતા હતા, અને પોતાની જાતને વધારે શાંત તેમજ હળવા અનુભવતા હતા. અને તેના કારણે તેમનું શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તર પણ ઉંચું આવ્યું હતું.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને ધ્યાન દરમિયાન સજાગ સ્વપ્ન આવવા, વિઝન્સ આવવા અને સુલેહ-શાંતિની લાગણીનો પણ અનુભવ થતો.

આ વિદ્યાર્થીઓમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે તેઓ મેડિટેશનને એન્જોય કરે છે અને તેમણે આ કોર્સ એટેન્ડ કર્યો તે માટે પોતાની જાતને નસીબદાર માને છે.

બાળકોની સુખાકારીમાં સુધારો

ધ્યાન એ માત્ર વયસ્ક વ્યક્તિઓ માટે જ નથી. બાળકો અને કિશોરોને પણ તેનો લાભ થાય છે. સંશોધન દર્શાવે છે કે વર્ગખંડમાં ધ્યાન કરવાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા, માનસિક શાંતિ, સ્થિરતા વિગેરેમાં સુધારો જોવા મળ્યો છે. ધ્યાન કરવાથી તેઓ હળવા થાય છે તેમને એક માનસિક શાંતિનો અનુભવ થાય છે અને તે દ્વારા તેઓ વર્ગખંડમાં પોતાનો દેખાવ સુધારી શકે છે.

યુનિવર્સિટિઝ ઓફ યુડીન અને ઇટાલીના રોમમાંના સંશોધકોએ પ્રાથમિક શાળાના સાતથી આંઠ વર્ષની આયુ વચ્ચેના વિદ્યાર્થીઓ પર ધ્યાનની અસર પર અભ્યાસ કર્યો છે.

માત્ર 10થી 12 મિનિટ ધ્યાન કરવાથી પણ વિદ્યાર્થીઓની રચનાત્મકતા તેમજ હકારાત્મકતામાં વધારો થાય છે – કારણ કે ધ્યાન કરવાથી વિદ્યાર્થીની બેચેની, ગભરામણ અને ચીડમાં ઘટાડો થાય છે – તેવું ઇરાસમસ યુનિવર્સિટીની રોટરડેમ સ્કુલ ઓફ મેનેજમેન્ટના સંશોધન પ્રમાણે સાબિત થયું છે.

વધારે મહત્ત્વનું એ છે કે રોજ 10 મિનિટ ધ્યાન કરવાથી આપણે આપણી જાત સાથે જોડાઈએ છે, આપણી આંતરિક લાગણીઓ સાથે આપણે પરિચિત થઈએ છીએ અને આપણા ભવિષ્ય માટે આપણે યોગ્ય આયોજન કરી શકીએ છીએ.

મસ્તિષ્કમાં પરિવર્તનો

શારીરિક સ્તરે, સંશોધન દર્શાવે છે કે ધ્યાન, માનસિક તાણ, દુખ, ચિંતા, તેમજ હૃદય સંબંધીત રોગો અને અનિન્દ્રાને ઘટાડે છે.

ન્યુરોસાઇન્સ તારણો પણ દર્શાવે છે કે જો નિયમિત રીતે ધ્યાન કરવામાં આવે તો મગજમાં માળખાકિય અને વિધેયાત્મક રીતે પરિવર્તન આવી શકે છે. – અને આ સુધારો આવવાથી ભાવનાત્મક અને માનસિક સ્થિતિમાં સુધારો આવે છે.

આ ઉપરાંત ધ્યાન પર પુરતું સંશોધન થયેલું છે જે દર્શાવે છે કે ધ્યાન કરવાથી મગજના તે વિસ્તારો કે જે સુખાકારી અને હકારાત્મક લાગણીઓ માટે જવાબદાર છે તેને મોટાપાયે અસર થાય છે.

ઉપરનો વાર્તાલાપ દરેક ઉંમરના વિદ્યાર્થીઓ પર ધ્યાનના અભ્યાસથી થતી નક્કર અસરો દર્શાવે છે.

ધ્યાન કરવા માટે તમારે કોઈ પણ જાતના આધુનિક માળખા, સાધનો કે સપોર્ટ સીસ્ટમ કે પછી રૂપિયાની જરૂર નથી પડતી. તે માત્ર પ્રતિબદ્ધતા જ માગે છે – કે તમે રોજ ઓછામાં ઓછી 10 મિનિટ સંપૂર્ણ પણે ધ્યાન માટે ફાળવો. અને એક નાનકડી આરામદાયક જગ્યા કે જ્યાં તમે બેસી કે ઉભા રહી શકો.

હવે સમય થઈ ગયો છે કે શાળાઓ ધ્યાનના અભ્યાસને સ્વિકારે અને તેને પોતાના અભ્યાસક્રમનો એક મહત્ત્વનો ભાગ માને – જેથી કરીને વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે અને તે થકી સમાજને પણ લાભ મળે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ