અમેરિકામાં 30 મોટેલનો માલિક છે ગુજરાતના આ નાનકડાં ગામનો પટેલિયો, કહેવાય છે ‘મોટેલ કિંગ’

કરોડો –અબજો રૂપિયા કમાતાં ઘણા પટેલ અગ્રણીઓને તમે ઓળખતાં જ હશો પરંતુ શું તમે કોઈ એવાં પાટીદાર અગ્રણીને ઓળખો છો જેની પાસે કરોડ-અબજો રૂપિયા તો છો કરોડો અબજો ડોલર હોય અને સાથે જ સરસ્વતી હોય.

image source

જી હા… સરસ્વતી એટલે સાચી દિશામાં ચાલતી બુદ્ધિની જ વાત થઈ રહી છે. સાદીભાષામાં કઉં તો જેને કોઈનું કરી ના નાખ્યું હોય અને સાચી દિશાની શુદ્ધ લક્ષ્મી કમાઈ હોય. દિવો લઈ ગોતવા નીકળશો તો માંડ-માંડ અમુક લોકો મળશે. એવા જ એક ઉદાહરણ રૂપ વ્યક્તિની હું વાત કરી રહ્યો છું જેના પર મા લક્ષ્મી કરતાં ય વધુ માં સરસ્વતીની કૃપા હોય.

image source

નામ છે સી કે પટેલ ( ચંદુભાઈ કેશવલાલ પટેલ). સી કે પટેલનું નામ આવે એટલે સીધુ મગજમાં અમેરિકા યાદ આવે કે પેલાં અમેરિકાવાળા જ સી કેને. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે 40થી વધુ વર્ષો અમેરિકામાં રહેતાં સી કે પટેલ પાસે અમેરિકાની નાગરિકતાં નથી. તેઓ હજુય ભારતીય નાગરિક છે. તમારા મનમાં પ્રશ્ન થશે કે જે વ્યક્તિ જગત જમાદાર ડ્રોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીનો સભ્ય રહ્યો હોય અને આંગળીએ ગણી ના શકાય એટલે અમેરિકન મોટેલ( હોટેલ)નો માલિક હોય તેની પાસે અમેરિકાની નાગરિકતાં કેમ નહીં.

image source

કારણ છે સી કે પટેલનો દેશ પ્રેમ અને પાટીદાર સમાજના મુળ સંસ્કાર. ગાંધીનગર જિલ્લાના નાનકડાં શાહપુર ગામના ખેડૂત પરિવારમાં જન્મ અને કડી સર્વ વિશ્વવિધાલયમાં હાઈસ્કુલ સુધીનો અભ્યાસ. હાઈસ્કુલ પુરી થતાં શાહપુર ગામના મુખી અને સી કેના મોટાબાપા અંબાલાલે કહ્યું ચંદુ તારે તો ખુબ ભણાવનું છે અને આગળ વધવાનું છે અને ચંદુલાલ પહોંચી ગયા અમદાવાદની એમજી સાયન્સ કોલેજમાં બીએસસી કરવા.

image source

મોટાબાપામાંથી આવેલાં નેતૃત્વના ગુણ જાણે કોલેજમાં આવીને ચંદુલાલમાં ખીલ્યા. કોલેજમાં સમાજનું નેતૃત્વ કરવાની અને અસામાજિક તત્વોને ઠેકાણી પાડી દેવાની ધાક જમાવી બેઠા. ખુબ સારી રીતે કોલેજ પુર્ણ કરી સમાજની અને પરિવારની મદદથી 1974 પ્લેનમાં બેસી પહોંચ્યા અમેરિકા. ચંદુલાલ માટે અમેરિકા નવું પણ ‘પથ્થરમાંથી પાટું મારી પાણી કાઢે એ પાટીદાર’ કહેવત અથાર્થ સાબિત કરવામાં કામે લાગી ગયા.

image source

અમેરિકા ગયા તા ભણવા અને સાથે શરૂ કરી દીધો ધંધો. પટેલના દિકરા મોરા ના પડે હો. ચંદુલાલનું હજુ તો એમબીએ પુરુ ના થાય ત્યાં જ ડેરીનો ધંધો શરૂ કર્યો. 365 દિવસ 24*7 કલાક મહેનત કરી બીજી ડેરી ઉભી કરી લીધી. ખાસ પટેલો માટે કહેવાતી કહેવત ‘પડ્યા એવા દેવાશે’ને યર્થાથ કરતું કામ સી કે પટેલે ઉપાડી લીધું. એક-બે-ત્રણ-ચાર ડેરી અને પછી તો મોટેલ. (અર્થાત્ અમેરિકમાં હોટેલોને મોટેલ કહેવાય). ક્યાં શાહપુરના ખેતરો ખુદંતો ચંદુ અને ક્યાં અમેરિકાની મોટેલાના માલિક સી કે પટેલ.

image source

ચંદુથી સી કે પટેલની યાત્રામાં જો કોઈ વસ્તુનો મોટો રોલ હોય તો એ છે પાટીદાર સમાજના મુળ ખમીર-ખુદારી-ખુમારી-ખેલદિલીના સંસ્કાર. સી કે પટેલ આજે ય યુવાનો સાથે વાત કરતાં કહે છે કે પટેલ સમાજના સંસ્કારો હંમેશા મને કામ આવ્યા અને જો આ સંસ્કારોને આપણે સાચવીશું નહીં તો આપણે ખોવાઈ જશું. જોત જોતામાં સી કે પટેલ બની ગયા એક-બે-ત્રણ કે ચાર નહીં નાની- મોટી 30 મોટેલના માલિક. જે સમયે અમેરિકામાં મોટેલના વેઈટર તરીકે નોકરી કરવામાં પણ આપણે ગર્વ અનુભવતા હતા એ સમયે મોટેલના માલિકની વાત તો આકાશમાં ઉડવા જેવી વાત હતી.

image source

પરંતુ ના એ સત્ય હતું અને આજે પણ છે કે આપણો એક પટેલીયો સી કે પટેલ અમેરિકની મોટેલોમાં રાજ કરે છે. આપણે એક ખેતરના શેઠાના પ્રશ્ન માટે પણ કોર્ટમાં જવાથી ડરીએ છીએ ત્યારે સી કે પટેલે અમેરિકન કોર્ટમાં ભારતીયોને મોટેલ બાંધવા દેવા માટે જગતની મહાસત્તા સમી સરકાર વિરૂદ્ધ કેસ કર્યો અને જીત્યા પણ. ત્યારબાદ સી કે પટેલ પહેલાં એવા ભારતીય બન્યા જેમણે હિલટન ગૃપની મોટેલ અમેરિકામાં બાધી હોય.

image source

અમેરિકન સરકાર સામે કેસ કરવો એ પાટીદારોના મુળભુત સાહસ અને નીડરતાના ગુણમાંનો એક ગુણ છે. જોત જોતામાં સી કે પટેલનો એવી તાકાત અમેરિકામાં ઉભી થઈ કે કોઈ પણ ભારતીય ઉદ્યોગપતિ હોય કે નેતા અમેરિકા ગયા હોય અને સી કે પટેલને મળ્યા ના હોય એવું બને જ નહીં. રતન તાતા હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય અમેરિકા જાય એટલે સી કે પટેલને મળવા પહોંચી જાય.

image source

સી કે પટેલના પત્ની ગીતાબહેન પણ એટલા ધર્મપ્રિય અને સામાજિક વ્યક્તિત્વ કે સી કે પટેલની પ્રગતિ પાછળનું મુળ રહસ્ય પણ ગીતાબહેન જ છે. સંતાનમાં એક દિકરો સાગર જે હાલ અમેરિકામાં પપ્પાએ ઉભી કરેલી મોટેલો સંભાળે છે અને દિકરી પાયલ પણ અમેરિકામાં સ્થાયી છે. સાથે જ સી કે પટેલના પરિવારના સૌથી મોટાભાઈ હોવાથી બંને નાના ભાઈ અને એક બહેનનો તમામ પરિવાર હાલ અમેરિકા સ્થાઈ છે. તમામ પરિવારજનો સી કે પટેલના ચીંધ્યા માર્ગે જ વધુને વધુ પ્રગતિ કરી રહ્યો છે.

આલેખનઃ ધવલ માકડિયા, અમદાવાદ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ