જાણો એક એવા શહેર વિશે જ્યાં મૃત્યુ પામવાની પણ મનાઇ છે..

જન્મ અને મરણ એ કુદરતી ક્રમ છે. માણસ ઈચ્છે તો પણ આ ક્રમમાં ફેરફાર નથી કરી શકતો.

image source

કોનો કઈ પળમાં જન્મ થશે અને કોનું મૃત્યુ ક્યારે થવાનું છે એ મોટામાં મોટા જ્યોતિષ શાસ્ત્રીઓ નથી જણાવી શકતા. જેનું મૃત્યુ જે સમયે લખાયું છે તે સમયે થઈને જ રહે છે. ભલે તે પોતે વિશ્વનો મોટામાં મોટો ડોકટર કે સર્જન કેમ ન હોય.

મૃત્યુનો પંજો ક્યારેય કોઈને છોડતો નથી અને આ વાત આપણે સૌ બહુ સારી રીતે જાણીએ છીએ.

image source

પણ આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વની એક એવી જગ્યા વિશે જણાવવાના છીએ કે જ્યાં માણસના મૃત્યુ માટે મનાઈ ફરમાવવામાં આવી છે. તો કઈ છે વિશ્વનીને જગ્યા અને લોકોને મરવા માટે કેમ ફરમાવવામાં આવી છે મનાઈ ? આવો વિસ્તારથી જાણીએ..

આ શહેર નોર્વેમાં આવેલું છે. અને શહેરનું નામ છે લોન્ગયરબાયન. આ શહેરમાં લોકોને મરવા પર મનાઈ કરવામાં આવે છે અને તેનું એક ખાસ કારણ પણ છે.

image source

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લોન્ગયરબાયન શહેરમાં મૃત્યુ પર પ્રતિબંધ મુકવાનું કારણ અન્ય કંઈ નહીં પણ અહીંનું વાતાવરણ છે અને એ સિવાયનું અન્ય એક સામાન્ય કારણ એ પણ છે કે અહીં એકમાત્ર કબ્રસ્તાન છે જ્યારે શહેરમાં 2000 જેટલા લોકોની જનસંખ્યા છે અને હવે આ કબ્રસ્તાનમાં પણ વધુ લોકોને દફનાવવાની મનાઈ કરી દેવામાં આવી છે.

image source

લોન્ગયરબાયનમાં ઠંડુ વાતાવરણ જ હોય છે અને અતિશય ઠંડા વાતાવરણને કારણે અહીં વર્ષો પહેલાં જમીનમાં દફનાવી દેવામાં આવેલી લાશોનો કુદરતી રીતે જે નાશ થવો જોઈએ એ થતો નથી પરિણામે વર્ષો બાદ પણ જ્યારે અન્ય લાશ દફનાવવા જમીન ખોદવામાં આવે છે તો જૂની દફનાવેલી લાશો હજુ જેમની તેમ જોવા મળે છે.

વર્ષ 1950 માં અહીંના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવેલી લાશો 70 વર્ષો બાદ પણ હજુ કુદરતી રીતે નાશ પામી નથી.

image source

માટે હવે આ શહેરમાં જો કોઈ વ્યક્તિ વધુ બીમાર હોય અને તેના જીવન જીવવાની કોઈ આશા ન હોય તો તેને લોન્ગયરબાયન શહેર છોડી અન્ય શહેરમાં લઇ જવામાં આવે છે જેથી કરીને અન્ય શહેરમાં તેના મૃત શરીરને દફનાવી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ