રાષ્ટ્રપતિ પદથી હટ્યા બાદ ટ્રમ્પ પર આવી શકે છે સૌથી મોટી મુશ્કેલી, જેલભેગા કરાય એવી શક્યતા

અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પરથી દુર થયા પછી ડોનાલ્ડ ટ્રંપ પર આવી શકે છે મુસીબત, ડોનાલ્ડ ટ્રંપ જેલમાં જઈ શકે છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને અમેરિકાની જનતાએ જો બાઈડનને પોતાના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરી લીધા છે. ડોનાલ્ડ ટ્રંપ રાષ્ટ્રપતિ પદના પોતાના બીજા કાર્યકાળ માટે પાછા ફરી શકશે નહી. પરંતુ આ ફક્ત તેમની ચૂંટણીની જ હાર નથી, તેમને આગળ જતા હજી વધારે મુશ્કેલીઓ થઈ શકે છે. રાષ્ટ્રપતિ પદ પરથી દુર થતા જ તેઓ જેલ પણ જઈ શકે છે.

image source

બીબીસી દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ તમેના કાર્યકાળમાં થયેલ કથિત ઘોટાળાની તપાસથી જાણકારી મળી છે કે, તેમને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવ્યા પછી અપરાધિક કાર્યવાહી સિવાય મુશ્કેલ નાણાકીય સ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે. રાષ્ટ્રપતિ પદ પર રહેતા ડોનાલ્ડ ટ્રંપની વિરુદ્ધ આધિકારિક કાર્યો માટે કેસ ચલાવી શકાય નહી.

image source

પેસ યુનીવર્સીટીમાં કોન્સ્ટીચ્યુશનલ લોના પ્રોફેસર બૈનેટ ગર્શમેનએ કહ્યું છે કે, આ વાતની સંભાવના છે કે, ડોનાલ્ડ ટ્રંપ પર આપરાધિક મામલાઓ ચલાવવામાં આવશે. પ્રોફેસર બૈનેટ ગર્શમેનએ ન્યુયોર્કમાં એક દશક સુધી અભિયોકતા તરીકે પોતાની સેવાઓ આપી છે. ગર્શમેનએ જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર બેંક ઘોખાઘડી, કર ધોખાઘડી, મની લોન્ડરિંગ, ચૂંટણી ધોખાઘડી જેવા મામલાઓમાં આરોપ લગાવી શકે છે. તેમના કામ સાથે જોડાયેલ જે પણ જાણકારી મીડિયામાં આવી રહી છે તે નાણાકીય છે.

image source

જો કે, આ કેસો ફક્ત અહિયાં સુધી જ સીમિત છે નહી. અમરીકન મીડિયા રીપોર્ટસ મુજબ ડોનાલ્ડ ટ્રંપને ભારે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે. એમાં મોટાપાયે પર અંગત દેવું અને તેમના કારોબારની મુશ્કેલીઓ સામેલ છે. ન્યુયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ આવનાર ચાર વર્ષમાં ડોનાલ્ડ ટ્રંપને ૩૦ કરોડ ડોલર કરતા વધારે દેવું ચૂકવવાનું છે. તે પણ આવે સમયમાં જયારે તેમના પર્સનલ રોકાણ ઘણી સારી સ્થિતિમાં છે નહી. એવું શક્ય છે કે, ડોનાલ્ડ ટ્રંપના રાષ્ટ્રપતિ નહી રહેવાના લીધે લેણદારના કર્જને ચૂકવવાને લઈને ખુબ જ નરમી બતાવી છે.

image source

ડોનાલ્ડ ટ્રંપના આલોચકોનું કહેવું છે કે, તેમનું રાષ્ટ્રપતિ પદ પર હોવું તેમની કાનૂની અને નાણાકીય સમસ્યાઓમાં તેમનું કવચ બની ગયું છે. જો આ બધું નહી રહે તો તેમના મુશ્કેલ દિવસો આવી શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આ દાવો કરતા આવ્યા છે કે, તેઓ પોતાના દુશ્મનોના ષડ્યંત્રોના શિકાર થયા છે. તેમની પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે કે, તેમણે રાષ્ટ્રપતિ બનતા પહેલા અને પદ પર રહ્યા હતા ત્યારે પણ અપરાધ કર્યા છે. ડોનાલ્ડ ટ્રંપએ સ્પષ્ટ રીતે પોતાની વિરુદ્ધ લગાવવામાં આવેલ આરોપોથી ઇન્કાર કરી દીધો છે.

image source

આ સાથે જ તેઓ આ પણ જણાવે છે કે, તેમના પ્રશાસન પર લાગેલ ઘોટાળાઓના આરોપોની ન્યાય વિભાગની તપાસ અને આ વર્ષની શરુઆતમાં તેમની પર ચલાવવામાં આવેલ મહાભિયોગથી તેઓ સફળતાપુર્વક બહાર થઈ ગયા. પરંતુ આ બધી તપાસ અને પ્રક્રિયાઓ રાષ્ટ્રપતિને અભિયોગથી મળેલ સુરક્ષા દરમિયાન થઈ હતી. ન્યાય વિભાગ વારંવાર આ કહેતું રહ્યું છે કે, રાષ્ટ્રપતિની વિરુદ્ધ પદ પર રહેતા વ્યક્તિ પર આપરાધિક કેસ ચલાવી શકાય નહી. એક્સપર્ટસ જણાવે છે કે, આ તપાસને ડોનાલ્ડ ટ્રંપ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીનો આધાર બનાવી શકાય છે.

image source

બૈનેટ ગર્શમેન કહે છે કે, અમે પહેલેથી જાણીએ છીએ કે, તેમની પર મતદાતા ધોખાઘડીનો આરોપ લગાવી શકાય છે કેમ કે, મૈનહટન માટે અમેરિકી અટોનીએ ટ્રંપને માઈકલ કોહેનની સાથે ષડ્યંત્રમાં સહયોગી જણાવ્યા છે. એક્સપર્ટ ડોનાલ્ડ ટ્રંપના પૂર્વ વકીલ માઈકલ કોહેનની વિરુદ્ધ તપાસની પણ યાદ અપાવે છે. વર્ષ ૨૦૧૮માં માઈકલ કોહેનને ચૂંટણીમાં ગડબડ કરવા માટે દોષી સાબિત થયા હતા. તેમની પર ડોનાલ્ડ ટ્રંપની સાથે અફેર હોવાનો દાવો કરનાર પોર્ન ફિલ્મ એક્ટ્રેસ સ્ટાર્માં ડેનિયલ્સને વર્ષ ૨૦૧૬ની ચૂંટણીમાં પૈસા આપવાનો આરોપ લગાવ્યો હતો.

માઈકલ કોહેનની તપાસ દરમિયાન અધિકારીક રીતે જણાવવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પદના એક ઉમેદવાર અપરાધિક ગતિવિધિઓ સાથે કથિત રીતે જોડાયેલ હતા. અમેરિકી મીડિયાએ આ ઉમેદવારને ડોનાલ્ડ ટ્રંપના નામની સાથે જોડવામાં આવ્યું હતું. આ ખબર અમેરિકી મીડિયામાં મોટા સ્તરે છવાઈ રહી હતી. વર્ષ ૨૦૧૯માં સ્પેશિયલ કાઉન્સિલ રોબર્ટ મુલરએ વર્ષ ૨૦૧૬ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રૂસની દખલને લઈને તપાસ રીપોર્ટ સોપી હતી. બૈનેટ ગર્શમેન કહે છે કે, તેમની પર કથિત મુલર રીપોર્ટના પરિણામોને જોતા ન્યાયમાં વિઘ્ન નાખવાનો પણ આરોપ લગાવી શકાય છે. વર્ષ ૨૦૧૯માં, સ્પેશિયલ કાઉન્સિલ રોબર્ટ મુલરએ વર્ષ ૨૦૧૬ના રાષ્ટ્રપતિ ચૂંટણીના રૂસની દખલ અંદાજીને લઈને તપાસ રીપોર્ટ સોપી હતી.

image source

આ રીપોર્ટમાં ટ્રંપને ક્લીન ચીટ આપી આપી દેવામાં આવી હતી અને જણાવ્યું હતું કે ટ્રંપની પ્રચાર ટીમ અને રૂસની વચ્ચે કોઈ પણ પ્રકરની સાંઠગાંઠના પુખ્તા સબુત મળ્યા છે નહી. જો કે, રીપોર્ટમાં આ જરૂરથી કહેવામાં આવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રંપને તપાસમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કર્યો હતો. ટ્રંપએ મુલરને તેમના પદ પરથી હટાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. મુલરએ સમયે કહ્યું હતું કે અમેરિકી સાંસદને આ નિર્ણય કરવો જોઈએ કે, ડોનાલ્ડ ન્યાયમાં વિઘ્ન નાખવા માટે ડોનાલ્ડ ટ્રંપ પર મહાભિયોગ ચલાવવો જોઈએ કે નહી કેમ કે, રાષ્ટ્રપતિ પર ન્યાયના સામાન્ય માધ્યમોથી અભિયોગ નહી ચલાવી શકાતું. જો કે ત્યારે સાંસદએ ટ્રંપની વિરુદ્ધ મહાભિયોગ નહી ચલાવ્યુ પરંતુ થોડાક મહિના પછી જ એક અલગ બાબતમાં તેમના વિરુદ્ધ અહભીયોગ ચલાવ્યું હતું.

image source

ટ્રંપ પર આરોપ હતો કે, તેમણે ર પોતાના રાજનીતિક પ્રતિદ્વંદી જો બાઈડન પર તપાસ શરુ કરવા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર જેલેન્સકી પર દબાવ બનાવ્યો હતો. જો કે ટ્રંપ એનાથી સતત ઇન્કાર કરતા રહે છે.

image source

ડીસેમ્બર, ૨૦૧૯ માં ડેમોક્રેટસના બહુમત ધરાવતા હાઉસ અને રિપ્રેઝન્ટેટિવમાં તેમની પર અભિયોગ ચલાવ્યું પરંતુ ફેબ્રુઆરી, ૨૦૨૦માં રીપ્લીક્ન્સના બહુમત ધરાવતા સીનેટને તેમણે અપરાધ મુક્ત કરી દેવામાં આવ્યા. ડોનાલ્ડ ટ્રંપ ત્રીજા એવા અમેરિકી રાષ્ટ્રપતિ છે જેમની પર મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ