તહેવાર કે પ્રસંગ કોઈ પણ હોય , પણ જ્યાં સુધી આપણી પારંપરિક મીઠાઈ અને વાનગીઓ ન બને, એ તહેવાર કે પ્રસંગ અધુરો જ હોય. મને આ મોડર્ન જમાના માં પણ પારંપરિક મીઠાઈઓ વધુ ભાવે. એવી જ એક મનપસંદ મીઠાઈ છે ચુરમા ના લાડુ. ઘઉં નો લોટ , ઘી અને ગોળ માંથી બનતી આ મીઠાઈ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પણ કેલરી બહુ હોવાથી ક્યારેક ખાઈ શકાય.
સામગ્રી ::
• 3 વાડકા ઘઉં નો લોટ
• 1/2 વાડકો રવો
• 6 થી 7 ચમચી પીગળેલું ઘી
• તળવા માટે ઘી
• 1.25 વાડકો સમારેલો ગોળ
• 1 ચમચી ઈલાયચી ભૂકો
• 1/2 ચમચી જાયફળ ભૂકો
• 1/2 વાડકો અધકચરો બદામ ભૂકો
• ખસખસ , સજાવટ માટે
રીત :: મોટી થાળી માં ઘઉં નો લોટ, રવો અને પીગળેલું ઘી લો. હાથ થી સરસ મિક્સ કરી લો. થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને એકદમ કઠણ લોટ બાંધો.
નોંધ::
• ચુરમા લાડુ માટે ની રીત અઘરી તો નથી પણ હા બહુ ધીરજ રાખવી.
• આ લાડુ ના પરફેક્ટ texture માટે ઘઉં નો કરકરો લોટ વાપરવો. જો ના હોય તો થોડો રવો ઉમેરી દેવો.
• તળતી વખતે એકદમ સ્લો ગેસ જ રાખવો. વાળેલા લોટ ને બહાર થી બ્રાઉન થાય ત્યાં સુધી તળવું, ઉતાવળ ન કરવી .
• લાડુ વાળતી વખતે જો મિશ્રણ ખૂબ કોરું લાગે તો 1 થી 2 મોટી ચમચી દૂધ નાખી શકાય.
• ગોળ ના બદલે આપ ખાંડ નો ભૂકો અથવા 50:50, ગોળ : ખાંડ વાપરી શકો.
રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.