હોસ્પિટલમાં ક્રિસ ગેલ છે બરાબર મસ્તીના મુડમાં, જેને જોઈ યુવરાજ સિંહથી ન રહેવાયું અને કહી દીધું…

હોસ્પિટલમાં ક્રિસ ગેલ આરામ નહીં પણ મસ્તી ફરમાવી રહ્યા છે જેને જોઈ યુવરાજ સિંહથી ન રહેવાનું અને કહી દીધું…

આઈપીએલની 13મી સીઝનમાં હજુસુધી વિસ્ફોટક ક્રીસ ગેલને રમવાનો મોકો નથી મળ્યો. કિંગ્સ ઇલેવન પંજાબના કોચ અનિલ કુંબલેએ ગેલને લઈને કહ્યુ હતું કે તેમનું પેટ ખરાબ હોવાના કારણે ગેલ ટીમના પ્લેઇંગ ઇલેવનનો ભાગ નથી બની શકતા. હવે ખુદ ગેલે જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીર શેર કરી છે જેમાં તેઓ હોસ્પિટલમાં તો પથારીમાં આડા પડ્યા છે પણ તેઓ આરામ નહીં મસ્તી કરી રહ્યા છે. તેઓ તેમની આ તસ્વીરમાં ફૂલ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.

image source

ગેલે પોતાના ઇસન્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસ્વીર શેર કરતા લખ્યું હતું, ‘હું તમને કહી શકું છું. હું ક્યારેય લડ્યા વગર નહીં હારું. હું યુનિવર્સ બૉસ છું. જે ક્યારેક નહીં બદલાય. તમે મારી પાસેથી શીખી શકો છો, પણ તમારે મારી દરેકે દરેક બાબત ન અનુસરવી જોઈએ ! અને મારી સ્ટાઈલ અને ફ્લેર પણ ન ભુલતા ! તમારા સમર્થન માટે આભાર.’

 

View this post on Instagram

 

A post shared by KingGayle 👑 (@chrisgayle333) on

ક્રિસ ગેલની તસ્વીર સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ગેલની તસ્વીર પર કેવિન પીટરસન અને યુવરાજ સિંહએ પણ કમેન્ટ કરી છે. યુવિએ ગેલને જલદી જ ઠીક થવાને લઈને શુભેચ્છાઓ પાઠવી છે અને સાથે સાથે તેમને કાકા નામથી પણ સંબોધન આપ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે ક્રીસ ગેલ ટી-20માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. આ વખતની આઈપીએલ સિઝનમાં પંજાબની ટીમનું પર્ફોમન્સ સારું નથી રહ્યું. ગેલના ન રમવાથી પણ ફેન્સ ખૂબ નિરાશ છે. તમને જણાવી દઈએ કે આઈપીએલ 2020માં પંજાબની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં સૌથી નીચે છે.

image source

પ્લેઓફમાં પહોંચવા માટે પંજાબે હવે ચમત્કાર પર જ આધારિત રહેવું પડશે. કિંગ્સ ઇલેવન પંજાબને હવે પોતાની બધી જ મેચ જીતવી પડશે, ધ્યાન આપવા જેવી બાબત છે કે કેકેઆર વિરુદ્ધ રમવામાં આવેલી છેલ્લી મેચમાં પંજાબ 2 રનથી હારી ગયું. પંજાબની ટીમ છેલ્લા બોલ પર 7 રન ન બનાવી શકી.

image source

તમને જણાવી દીએ કે હાલ નીતા અંબાણીની મુંબઈ ઇન્ડિયન આઈપીએલ 2020ના પોઇન્ટ્સ ટેબલ પર સૌથી આગળ છે. ત્યાર બાદ ક્રમ આવે છે DC નો, ત્યાર બાદ ત્રીજા નંબર પર છે શાહરુખ ખાનની કોલકાતા નાઇટ રાઇડર્સ. નંબર ચાર પર છે આરસીબી, પાંચમાં નંબર પર છે એસઆરએચ. છઠ્ઠા નંબર પર છે રાજસ્થાન રોયલ, જ્યારે સીએસકે 7માં ક્રમે છે અને 8માં નંબર પર કીંગ્સ ઇલેવન પંજાબ છે. આ વખતે તો ધોની પણ પોતાનો જાદૂ નથી બતાવી શક્યા. અને તેમની ટીમ પણ નબળા પ્રદર્શનના કારમે છેક સાતમાં ક્રમે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ