જલ્સા કરોને જેંતીલાલ

ચોરે પરત કરી ચોરી કરેલ રામની પ્રતિમા, કહ્યુ- સુવા નહોતા દઈ રહ્યા ભગવાન…

ઉત્તરપ્રદેશના ફૈજાબાદમાં દંગ કરી દેનાર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ચોરે ખૂબ શાતિર અંદાજથી ભગવાન રામની પ્રતિમા ચોરી લીધી, પરંતુ પછી પોતે જ પરત આપી. ચોરનું કહેવુ છે કે ચોરી બાદ ભગવાન રામ મારા સપનામાં આવ્યા અને મને સુવા નહોતા દઈ રહ્યા. જેના ચાલતા તે ખૂબ વિચલિત રહેવા લાગ્યો. આ કારણે તેણે મૂર્તિ પરત આપી દીધી છે.

ખરેખર, અયોધ્યાના પ્રાચિન મંદિરોમાં શુમાર યુગલ માધવી કુંજ મંદિરની ભગવાન શ્રી રામની ૯ ઈંચની નાની અષ્ટધાતુની મૂર્તિ ૨૭ મે ના રોજ ચોરે મંદિરનું તાળુ તોળીને પાર કરી દીધી હતી. સુચના પર ફરિયાદ નોંધીને પોલીસ તપાસમાં લાગી ગઈ. આ વચ્ચે નાટકીય ઢબે ચોર સ્વયં જ મંદિરે મૂર્તિ લઈને પહોંચ્યો અને તેણે મહંતને મૂર્તિ સોંપી દીધી અને કહ્યુ કે મૂર્તિ ચોરી કર્યા બાદ તેને અજીબ-અજીબ સપના આવી રહ્યા હતા જેના કારણે તે ખૂબ હેરાન રહેવા લાગ્યો. હવે મૂર્તિ પરત કરી તે કરવામાં આવેલા પાપનું પ્રાયશ્ચિત કરવા માંગે છે.

મહંતે મૂર્તિ મેળવીને પ્રશાસનને સૂચના આપી. સ્થળ પર પહોંચી પોલીસે ચોરની મૂર્તિ સહિત ધરપકડ કરી લીધી. ત્યાં જ મંદિરના મહંત તેને સ્વયં ભગવાનની મહિમા જણાવે છે અને કહે છે કે ભગવાનની મહિમાથી જ મૂર્તિ પરત આવી છે. જોકે મૂર્તિ માલખાનામાં છે અને તેના રિલિઝ માટે મંદિર પ્રશાસનને ન્યાયાલયમાં પ્રાથના પત્ર આપી દીધુ છે. ત્યાં જ બીજી તરફ મામલાના ખુલાસાને લઈને પોલીસ પોતાની પીઠ થાબડતી નજર આવી રહી છે. પોલીસનું કહેવુ છે કે ગૌંડા નિવાસી ચોર અવારનવાર અયોધ્યા આવતો જતો રહેતો હતો અને બાતમીદારની બાતમી પર થાણા રામ જન્મભૂમિ એ ચોરને કબજામાં લીધો. આ જ નહિ પોલીસ પણ આ આખા મામલાને ચમત્કાર જ માની રહી છે, પરંતુ પોતાની પીઠ થાબડવાનું પણ નથી ચૂકી રહી.

આમ જ ઘટી છે બીજી ચમત્કારિક ઘટના

રામ જન્મભૂમિ પોલીસ ક્ષેત્રના નજરબાગ મહોલ્લામાં સ્થિત માધુરી કુંજથી ૧૪૦ વર્ષ જુની અષ્ટધાતુની બનેલી ભગવાન રામની મૂર્તિ ચારી થઇ ગઈ હતી. ચોરીના બરાબર પાંચમા દિવસે શુક્રવારની બપોરે મૂર્તિ ચોર મૂર્તિ લઈને મંદિર પહોંચી ગયો. ચોરે મંદિરના મહંતને મૂર્તિ સોંપી દીધી અને કહ્યુ કે જ્યારથી તેણે આ પ્રતિમા ચોરી તેની તબિયત ખરાબ થવા લાગી. મહંતે જાણકારી પોલીસને આપી અનૈ મૂર્તિ સાથે ચોરની ધરપકડ કરવામાં આવી.

જણાવી દઈ કે વિતેલા સોમવારે મંદિરના ગર્ભગૃહનું તાળુ તોળીને નવ ઈંચની અષ્ટધાતુથી બનેલી મૂર્તિ ચોરી થઈ ગઈ હતી. મહંત રાજબહાદુર શરણે જણાવ્યુ, ‘આ ભગવાનની દિવ્ય શક્તિ જ છે કે બપોરે ભગવાનને ભોગ લગાવ્યા બાદ જેવુ મંદિરના ગર્ભગૃહની બજાર જોયુ તો એક માણસ ઉભો હતો’. મહંતે જણાવ્યુ, ‘જેવુ જ મે તે યુવકને મૂર્તિ બતાવવા ક્હયુ તો તેણે અમારી મૂર્તિને અમારા ખોળામાં રાખી દીધી’.

તેમણે જણાવ્યુ કે ચોરીની ઘટના બાબતે પૂછપરછ કરવા પર આરોપી એ તાળુ તોડીને મૂર્તિ ચોરી કરવાની વાત સ્વિકાર કરી છે. તેણે એ પણ જણાવ્યુ છે કે તે મૂર્તિ લઈને ઘરે ગયો તો ઘરવાળાઓએ પણ આ વાતનો વિરોધ કર્યો. આરોપીએ મહંતને જણાવ્યુ, મૂર્તિ ચોરી કરવાના કારણે રાત્રે ઉંઘ નથી આવી રહી અને આખુ શરીર અકડાવા લાગ્યુ છે. એટલે મૂર્તિ પરત કરવા આવ્યો છુ. મહંતે જણાવ્યુ કે આરોપીએ પોલીસને ના કહેવાની વાત કહી. પરંતુ ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી અને પોલીસે મૂર્તિ સહિત ચોરની ધરપકડ કરી લીધી છે. એસઓ આરજેબી રાજેશ કુમાર ગુપ્તા એ મૂર્તિ બરામદ થઇ જવાનો ખુલાસો નથી કર્યો, પરંતુ એ જરુર બોલ્યા કે પોલીસ અપરાધીની નજીક પહોંચી ગઈ છે અને થોડા કલાકો બાદ ચોરીનો ખુલાસો થઈ જશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version