જલ્સા કરોને જેંતીલાલ

ચોમાસા દરમિયાન આ વસ્તુઓનું સેવન સદંતર બંધ કરી દેવું, બચી જશો અગણિત બિમારીઓથી.

ગુજરાતમાં હાલ બારે મેંઘ ખાંગા થયા છે. સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ચોમાસાએ આગમન કરી દીધું છે. આ ઋતુ આપણા બધાની પ્રિય છે જેની પાછળ ઘણા બધા કારણો છે. જેમ કે ધરતી ધોવાઈને નવી થઈ જાય છે વૃક્ષ પરના પાંદડા પણ લીલા છમ થઈ જાય છે. આ ઋતુમાં ઘણા બધા ધાર્મિક તહેવારો આવે છે અને વાતાવરણ ખુબ જ ઉલ્લાસમય લાગે છે.

પણ ચોમાસાની ઋતુ તેની સાથે સાથે લાવે છે કંઈ કેટલીએ બિમારીઓ. ચોમાસુ બેસતા જ ધાર્મિક તહેવારોની સાથે સાથે ઘર આંગણે વિવિધ બિમારીઓ જેમ કે ફ્લૂ, વાયરલ ઇન્ફેક્શન, શરદી પણ લઈ આવે છે. અને જો તમે આ બધી જ વાયરલ બિમારીઓથી બચવા માગતા હો તો તમારે નીચે જણાવેલી વસ્તુઓનું સેવન ચોમાસા દરમિયાન બંધ કરી દેવું જોઇએ.

લીલા શાકભાજી

તમને થતું હશે લીલા શાકભાજીનો સમાવેશ તો હેલ્ધી ફૂડમાં થાય છે તો પછી અહીં લીલા શાકભાજીને જ અવોઈડ કરવાનું કેમ કહેવામાં આવ્યું છે. અહીં બધાં જ લીલા શાકભાજી ખાવાની મનાઈ કરવામાં નથી આવી પણ પાલકની ભાજી, મેથીની ભાજી, રીંગણા, ફ્લાવર, કોબી જેવી પાંદડાવાળી તેમજ ભીંડા કે જેમાં સૌથી વધારે જીવાત અને કીડાઓ પડવાની સંભાવના હોય તેવી વનસ્પતિઓ તમારે ચોમાસામાં ન લેવી જોઈ.

આપણા વેદોમાં પણ જણાવ્યું છે કે ચોમાસા દરમિયાન આપણે સૌથી વધારે કઠોળ પર નિર્ભર રેહવું જોઈએ. કઠોળ તમને ભરપૂર પ્રમાણમાં પ્રોટિન પુરુ પાડે છે અને જો તેને ફણગાવીને ખાવામાં આવે તો તેમાં રહેલું પોષણ વધી જાય છે અને તમે લીલા શાકભાજી ખાધા વગર પણ સ્વસ્થ રહી શકો છો.

મશરૂમ

ઘણા લોકોને મશરૂમની એલર્જી હોય છે પણ ચોમાસાની સિઝનમાં મશરૂમનું સેવન કરવામા આવે તો તેનાથી સ્વસ્થ લોકોને પણ ઇન્ફેક્શન થવાનો ભય રહે છે તેમ જ ભેજ વાળા વાતાવરણમાં મશરૂમ વધારે લાંબો સમય તાજા પણ નથી રહી શકતા માટે જો તમને મશરૂમ ભાવતા હોય તો તમારે ચોમાસા પુરતું તેનું સેવન બંધ કરી દેવું જોઈએ.

સલાડ

ચોક્કસ સલાડ એ એક સ્વસ્થ આહાર છે અને તે તમારા સ્વાસ્થ્યને ઘણા પ્રકારે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સલાડ આપણે હંમેશા કાચું ખાઈએ છીએ અને વરસાદની સીઝનમાં કાચી વસ્તુ ખાવાથી પેટના રોગ થવાનો ભય રહે છે અને તેના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે અને તમે બિમાર થઈ શકો છો.

આ ઉપરાંત જો તમે પહેલેથી કાપેલા ફળો અને શાકભાજી સલાડ ખાતા હોવ તો તે પણ તમારે ન ખાવા જોઈએ કારણ કે તેમાં પણ જીવાતો પડવાની શક્યતા વધી જાય છે જેનાથી પણ તમારી તબિયત બગડી શકે છે. એ વાતનું ખાસ ધ્યાન રાકવુ કે બહાર રસ્તા પરની લારી કે રેસ્ટોરન્ટમાં પણ તમારે ફ્રુટ ડીશ કે સલાડ ખાવું નહીં કારણ કે તે કેટલા ચોખ્ખા છે તેને ધોઈને કાપવામા આવ્યા છે કે નહીં તે તમને ખબર નથી હોતી.

તીખુ તળેલુ

ચોમાસાની ઠંડી ઋતુમાં તમને તીખુ અને ખાસ કરીને તળેલુ ખાવાનું ઘણું મન થતું હોય છે પણ તે માટે તમારે એક મર્યાદા બાંધી લેવી જોઈએ. આ પ્રકારનો ખોરાક શરીરમાં એસિડિટી ઉત્પન્ન કરે છે તેમજ આવી સિઝનમાં તમારી પાચનશક્તિ પણ મંદ થઈ ગઈ હોય છે માટે તેને પચાવવામાં પણ વાર લાગે છે માટે તમે તીખુ તળેલુ તો ખાઈ શકો છો પણ લીમીટમાં.

બહાર મળતા ચટપટા નાશ્તા તેમજ ભોજન

આગળ જણાવ્યું તે પ્રમાણે ચોમાસામાં વિવિધ જાતના જીવજંતુઓ ઉત્પન્ન થાય છે અને જો સ્વચ્છ રીતે ખોરાક બનાવવામાં ન આવ્યો હોય તો ઘણી જાતના રોગો ફેલાવાનો ભય રહે છે. આપણે બધા અવારનવાર બહારની લારીઓ તેમજ રેસ્ટોરન્ટનું ખાતા હોઈએ છીએ અને આપણને એકાદ અનુભવ તો એવો થયો જ હોય છે કે કોઈક જગ્યાનું ખાવાથી તબિયત બગડી હોય તો તમે જ્યાં ક્યાંય બહાર ખાઓ તો ખુબ જ સાવચેતી રાખો. પ્રતિષ્ઠિત જગ્યાઓ પર જ ખાઓ. સલાહ તો એવી જ આપવામા

આવે છે કે તમે બહારનુ ખાવાનું ટાળો કમસે કમ ચોમાસા પુરતું. તેમ છતાં તમે ખાવા માગતા હોવ તો પુરતી ચકાસણી કરીને ખાવું જોઈએ. જો તમને રસ્તા પર મળતા જ્યૂસ તેમજ ફ્રૂટ ડીશ ખાવાનો શોખ હોય તો તે પણ ચોમાસા પુરતા બંધ કરી દેવા જોઈએ તેના કરતાં આખા ફ્રુટ ખાઈ લેવા સારા રહે છે. રસ્તા પર મળતા જ્યુસની ગુણવત્તાની કોઈ જ ગેરેન્ટી નથી હોતી.

ટીપઃ ચોમાસામાં તમારી રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવવા તમારે રોજ એક ગ્લાસ આદુ-લીંબુનું હુંફાળુ પાણી પીવું જોઈએ. તેનાથી તમારી નજીક કોઈ બીમારી પણ નહીં ફરકે અને તમારી પાચનશક્તિને પણ મદદ મળી રહેશે. આ ઉપરાંત તમારો મેટાબોલિઝમ રેટ પણ વધશે જે તમને તમારું શરીર મેઇન્ટેઇન કરવામાં મદદ કરશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version