શું તમને વડીલોના કોલેસ્ટેરોલની ચિંતા છે તો, તેમને આ 5 ફૂડનું નિયમિત સેવન કરાવો અને સ્વસ્થ જીવન આપો

આજના દિવસોમાં કોલેસ્ટેરોલ એ દરેક વ્યક્તિના જીવન માટે મોટો ચિંતાનો વિષય છે. આપણી ખાવાની ટેવોના કારણે દર બીજી વ્યક્તિ આ સમસ્યાથી પિડાય છે. કોલેસ્ટેરોલ માટે કારણરૂપ વસ્તુઓમાં, ડેરી ઉત્પાદનો, ઇંડાની જરદી, માસ, પોલ્ટ્રી ફૂડ અને કેટલાક ફળ તેમજ શાકભાજીઓનો સમાવેશ થાય છે. જ્યારે શરીરના લોહીમાંનું કોલેસ્ટેરોલનું સ્તર વધે છે, ત્યારે તેમાંથી હૃદય રોગ થવાનો શરૂ થાય છે જેને ‘કોરોનરી આર્ટરી ડિસિઝ’ કહેવાય છે.

પણ તમારે એ જાણી લેવું જોઈએ કે તમારા કોલેસ્ટેરોલને અંકુશમાં રાખવું તે કંઈ મોટી વાત નથી ! તમારે માત્ર જરૂર એ છે કે તમારી ખાવાની ટેવેને સુધારવાની છે અને કેટલાક પોષણયુક્ત ખોરાકની શરૂઆત કરવાની છે.

અહીં અમે 5 એવા ખાદ્યપદાર્થો જણાવ્યા છે જે તમારા રોજિંદા ખોરાકમાં ઉમેરીને ઉચ્ચ કોલેસ્ટેરોલને અંકુશમાં રાખી શકો છો.

લસણ

પુરાતન કાળથી લસણ એક એવો મસાલો છે જેને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે વાપરવામાં આવે છે. એક સંશોધન જણાવે છે કે જો તમે તમારા ખોરાકમાં લસણને ઉમેરશો તો તે કોલેસ્ટેરોલને રક્તવાહિનીઓની દિવાલ પર ચોંટતું અટકાવશે. તે કારણસર તમારી રક્તવાહિનીઓમાં કોઈ જ ક્લોગીંગ તેમજ પતરીઓ જામશે નહીં.

પાલક

જો તમને તમારું નાનપણનું કાર્ટૂન કેરેક્ટર ‘પોપેઇ’ યાદ હોય તો તે હંમેશા પોતાના હરિફોને હરાવવવા માટેની તાકાત મેળવવા પાલક ખાતો હતો ! તેવી જ રીતે, પાલક આપણને ઘણા બધા રોગોથી બચાવે છે અને કોલેસ્ટેરોલના સ્તરને પણ અંકુશમાં રાખે છે. તે કોલેસ્ટેરોલને તમારી રક્તવાહિનીઓને ક્લોગ થતાં અટકાવે છે.

ચા

એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપુર ચા તમારા લોહીમાંના LDL કોલેસ્ટેરોલનો સ્તર ઘટાડે છે. આ ઉપરાંત તેમાં સમાયેલા ફ્લેવનોઇડ્સ રક્તનળીઓમાં પતરી બનતા તેમજ તેને જામ થતી રોકે છે.

ડાર્ક ચોકોલેટ

ચા પોતાનામાં રહેલા ફ્લેવેનોઇડ એન્ટિઓક્સિડન્ટથી જે રીતે LDL કોલેસ્ટેરોલને લડત આપે છે તેવી જ રીતે ડાર્ક ચોકલેટ પણ લોહીમાંના કોલેસ્ટેરોલ સામે તમને રક્ષણ આપે છે.

ઓટ્સ

ઓટ્સમાંની રહસ્યમયી સામગ્રી છે તેના દ્રાવ્ય રેશા, રેશામાં શોષવાની ક્ષમતા હોય છે અને માટે જ તે કોલેસ્ટેરોલને શોષીને તેનો ઘટાડો કરે છે. અભ્યાસ દર્શાવે છે કે દ્રાવ્ય રેષાયુક્ત ખોરાક સંપૂર્ણ કોલેસ્ટેરોલ સ્તરને ઘટાડી દે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ