નશીલી દવાઓનુ જો તમે કરતા હોવ સેવન, તો કરી દેજો બંધ કારણકે..

લીવર આપણા શરીરનું મુખ્ય અંગ છે. એની દેખભાળ કરવી ખૂબ જરૂરી છે, કેમકે લિવર આપણાના ફંક્શનને વધારે સારું બનાવે છે.

image source

કોલેસ્ટેસીસ શું છે?

કોલેસ્ટેસીસ કે પિત્ત સ્થિરતા એક લિવરની બીમારી છે. આ ત્યારે થાય છે જ્યારે આપના લિવરથી પિત્તનો પ્રવાહ ઓછો કે રોકાઈ જાય છે. પિત્ત આપના લીવર દ્વારા ઉત્પાદિત તરલ પદાર્થ છે જે ભોજનને(ખાસ કરીને ચરબી)પચાવવામાં મદદ કરે છે. જ્યારે પ્રવાહમાં બદલાવ આવે છે તો કે બિલીરૂબિનનું નિર્માણ કરે છે. બિલીરૂબિન આપણા લીવર દ્વારા નિર્મિત અને શરીરથી પિત્ત દ્વારા ઉત્સર્જિત એક રંગ દ્રવ્ય છે.

image source

કોલિસ્ટેસીસ બે પ્રકારના હોય છે: ૧. ઇન્ટ્રાહેપેટીક કોલેસ્ટેસીસ અને એકસ્ટ્રાહેપ્ટિક કોલેસ્ટેસીસ.

ઇન્ટ્રાહેપેટીક કોલેસ્ટેસીસ લિવરની અંદર ઉત્પન્ન થાય છે. એના કારણો નીચે મુજબના હોઈ શકે છે.:

-બીમારી.

-સંક્રમણ.

image source

-નશીલી દવાઓનો પ્રયોગ.

-અનુવાંશિક અસમાનતાઓ.

-પિત્ત પ્રવાહ પર હોર્મોનલ પ્રભાવ.

-આ સ્થિતિ માટે ગર્ભાવસ્થા પણ આપના જોખમને વધારી શકે છે.

image source

એકસ્ટ્રાહેપ્ટિક કોલેસ્ટેસીસ પિત્ત નળીઓને રૂકાવટનું કારણ થાય છે. પિત્ત પથરી, અલ્સર અને ટયૂમર જેવી વસ્તુઓથી થનારી રૂકાવટ પિત્તના પ્રવાહને રોકે છે.

કોલેસ્ટેસીસના લક્ષણો:

ઇન્ટ્રાહેપેટીક કોલેસ્ટેસીસ અને એકસ્ટ્રાહેપ્ટિક કોલેસ્ટેસીસ, આ બંને પ્રકારના કોલેસ્ટેસીસના લક્ષણ એક સમાન હોય છે.:

કોલેસ્ટેસીસના લક્ષણ:

image source

-કમળો(ત્વચાનું પીળું પડી જવું અને આંખોનું સફેદ થઈ જવું)

-પેશાબનો રંગ ઘાંટો થવો.

-હળવા રંગનો મળ.

-પેટમાં દુખાવો થવો.

-વધારે થાક લાગવો.

-જીવ મચલવો.

-ખૂબ જ વધારે ખંજવાળ આવવી.

કોલેસ્ટેસીસવાળા બધા લોકોમાં લક્ષણ સ્પષ્ટ નથી હોતા, અને ક્રોનિક કોલેસ્ટેસીસવાળા વ્યસકોમાં મોટાભાગે લક્ષણ જોવા નથી મળતા.

કોલેસ્ટેસીસના કારણ:

કોલેસ્ટેસીસ કેટલાક કારકોના કારણે થઈ શકે છે.

ગર્ભાવસ્થાના કોલેસ્ટેસીસ:

image source

ગર્ભાવસ્થાના ઇન્ટ્રાહેપેટીક કોલેસ્ટેસીસ, જેવા કે ઓબ્સ્ટેટ્રીક કોલેસ્ટેસીસ પણ કહેવામાં આવે છે. ઓબ્સ્ટેટ્રીક કોલેસ્ટેસીસના સૌથી સામાન્ય લક્ષણ દાણા વગરની ખંજવાળ છે. આ લોહીમાં પિત્ત અમ્લના નિર્માણનું કારણ બને છે. ખંજવાળ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના અંતિમ ત્રિમાહીમાં થાય છે. આની સાથે અન્ય લક્ષણ જેવા કે કમળો, પીળો મળ, ઘાંટો પેશાબ, પેટમાં દુખાવો, જીવ મચલવો વગેરે.

ગર્ભાવસ્થા દરમિયાન ખંજવાળ થવા પર શું કરવું?

image source

ગર્ભાવસ્થામાં ખંજવાળ થવા પર આપે ડૉક્ટરને મળવું. ત્યાં આપને કેટલીક ઓવર ધ કાઉન્ટર દવાઓ, ક્રીમ વગેરેની સલાહ આપી શકે છે. આપને ડૉક્ટર દવાઓ લખી શકે છે જે આપને ખંજવાળને ઓછી કરવામાં મદદ કરે છે પરંતુ આપના બાળકને નુકસાન પહોંચાડતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ