જલ્સા કરોને જેંતીલાલ

ચોકલેટ પેનકેક – ગરમા ગરમ હેલ્ધી પેન કેક બાળકો માટે ઉત્તમ છે અને મોટેરાઓ પણ તેનો સ્વાદ માણસે.

રોજ રોજ ની ટ્રેડીશનલ મીઠાઇ ખાઈ ખાઈને બાળકો તેમજ મોટા સૌ કંટાળી જાય છે ત્યારે ઘરે જ કંઈક હટકે બનાવો તો બાળકો અને મોટાઓ બધાયને ગમશે…. ગરમા ગરમ હેલ્ધી પેન કેક બાળકો માટે ઉત્તમ છે અને મોટેરાઓ પણ તેનો સ્વાદ માણસે. સ્વીટ પણ છે ગરમા ગરમ પણ છે. થોડો પંરપરાગત ટચ છે થોડી મોર્ડન કારીગરી છે. આવો જાણીએ પેનકેક ઘરે બનાવવાની વીધી. પરંપરાગત ગળ્યા પુડલાને થોડો ટ્વીસ્ટ કરીને બનાવવાથી બાળકો પણ હોંશે હોંશે ખાશે.

નાના મોટા સૌ ને કેક ફેવરિટ હોય છે.પણ અત્યારે કોરોના ચાલે છે તો બાળકો ને ક્રીમ કેક ખવડાવવાની ઈચ્છા નથી થતી,પણ અત્યારે તો બાળકો ને કેક જ ખાવી હોય છે. એક દિવસ મારા ઘરમાં બધાને કેક ખાવાનું મન થયું, અને એ પણ મને કે હમણાં ફટાફટ ઇન્સ્ટન્ટ ચોકલેટ કેક ખાવી છે.ઘરમાં તો મેંદો પણ નહિ ,અને બિસ્કીટ પણ નહિ.

હવે કેક બનાવું તો કેવી રીતે?તો મને થયું ચલ આજે કઈ નવો ટ્રાય કરીએ.હા પછી મે વિચાર્યુ ચલ આજે પેન કેક બનાવું. અને મે પેનકેક બનાવી ઘઉં ના લોટ ની અને ઘરમાંથી જ મળતી વસ્તુ માંથી.પણ મસ્ત અને યમ્મી પેનકેક બની.તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. ઇઝી અને ફટાફટ રેડી થઈ જાય એવી ચોકલેટ પેનકેક.

કોકો સાથે ચોકલેટ પેનકેક તૈયાર કરવા માટે ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ મીઠાઈ છે. ..

સામગ્રી

રીત

સૌ પ્રથમ એક બાઉલ માં ચાળની થી ઘઉં નો લોટ, ચોકલેટ પાવડર, કોકો પાવડર,મીઠું,બેકિંગ સોડા,બેકિંગ પાવડર, ચાળી લો.

હવે તેને મિક્સ કરી લો., મિક્ષ કરી લીધા પછી તેમાં એક ચમચી તેલ નાખો.

હવે જરૂર મુજબ દૂધ એડ કરી ચોકલેટ કેક નું બેટર રેડી કરી લો. પણ ધ્યાન રાખવું કે બેટર બહુ ઢીલુ ના થઈ જાય.

ત્યારબાદ ગેસ ની મિડિયમ ફ્લેમ પર નોનસ્ટિક પેન કે તવી મૂકવી. હવે તે ગરમ થાય એટલે તેની પર ઘી લગાવો. અને ચમચા થી બેટર નાખી બે મિનિટ પછી તેને ઉથલાવી લો.

તો એવી રીતે બીજી પણ પેન કેક રેડી કરી લો,અને એની ઉપર ચોકલેટ સીરપ લગાવી ચેરી મૂકી, બાળકો ને સર્વ કરો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version