ઓવન વગર એકદમ સરળ રીતથી બાળકોને ભાવતી ‘ચોકલેટ પેન કેક’ બનાવો આજે જ!

ચોકલેટ પેન કેક 

સામગ્રી:

૨ કપ મેંદો,
૧ ૧/૪ કપ દળેલી ખાંડ,
૨ tsp કોકો પાઉડર,
૧ બેકિંગ સોડા,
૧ ચોકલેટ પાઉડર,
૧/૪ ઓરેન્જ ફ્લેવર ફ્રુટ સોલ્ટ,
૧ ચમચો ચોપ્ડ કાજુ બાદમ,
દૂધ જરૂર મુજબ,
તેલ / ઘી,
ચોકલેટ સોસ, કલર ચોકલેટ, ચોકલેટ બિસ્કીટ (ગાર્નીશ માટે),

રીત:

– સૌ પ્રથમ એક વાસણમાં મેંદો, ખાંડ, બેકિંગ સોડા, કોકો પાઉડર, ફ્રુટ સોલ્ટ, ચોકલેટ પાઉડર લઇ બરાબર મિક્ષ કરી લેવું.

– હવે તેમાં હુંફાળું દૂધ ધીમે ધીમે ઉમેરવું અને બેટર સેમી થિક બનાવું.

– હવે નોનસ્ટીક પેનમાં ઘી કે તેલ લગાવી ગ્રીસ કરી બનાવેલ બેટર સરખી રીતે પાથરવું.

– હવે ઉપરથી કાજુ બાદમ ભભરવા.

– ૧૦-૧૫ મિનીટ પછી બીજી બાજુ ફેરવી દેવું.

– બીજી બાજુ પણ ચડી જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઇ તેને દળેલી ખાંડ, કલર ચોકલેટ / ચોકલેટ બિસ્કીટ અને ચોકલેટ સોસ વડે ગાર્નીશ કરવું.

– તો તૈયાર છે બાળકોને પ્રિય એવી અલગ વાનગી ચોકલેટ પેન કેક.

રસોઈની રાણી: શિતલ પરમાર (ભુજ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

બાળકોની ફેવરીટ ને મમ્મીને બનાવાવામાં એકદમ સરળ એવી રેસિપી  શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી