ચોકલેટ ફ્લેવર રાગી સ્વીટ્સ -ખાવામા હેલ્ધી ને પૌષ્ટિક એવુ આ સ્વીટ્સ જરૂર નોંધી રાખજો..

ચલો રાગી સ્વીટ્સ બનાવતા પેહલા તેના થોડા ફાયદાઓ વિશે જોઈ લઈએ….રાગી એ પોષક તત્વો થી ખુબ જ ભરપુર છે.· જેના થી બાળકો હોય કે ઘર ના મોટા સભ્યો બધા ના અહાર માં રાગી તો લેવું જ જોઈએ. રાગી ડાયાબીટીસ ને કન્ટ્રોલ કરે છે. તેમજ માનસિક તણાવ થી પણ રાહત આપે છે.

અત્યાર ના લોકો મોટાપા અને વજન ના લીધે વધારે ટેન્સન માં હોય છે. જમવાનું બંદ કરી દે છે. તેના માટે પણ રાગી ખુબ જ ફાયદા કારક છે. કારણકે રાગી વજન ઘટાડવા માં ઉપયોગી છે.

રાગી માંથી બનતી વિવિધ વાનગીઓ તમે ડાયટ માં પણ લઇ શકો છો.

રાગી નો ઉપયોગ કેલ્શિયમ વધારવામાં પણ થાય છે. રાગી માં ભરપુર પ્રમાણ માં વિટામીન D આવેલું છે. જે હાડકા ને મજબુત બનાવે છે.

તેથી જો રાગી નું નિયમિત સેવન કરતા હોય તો ક્યારેય પણ કોઈ બીમારી કે તેને લગતી કોઈ પણ દવા ખાવા નો વારો નહિ આવે.

રાગી કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે. રાગી આપણા હ્દયની તંદુરસ્તી માટે બેસ્ટ છે.

તેમજ રાગી માં રહેલા તત્વો હાઈ બ્લડ પ્રેશર ને ઘટાડે છે.

તેમજ રાગી નો ઉપયોગ વધારાની ચરબીને દુર કરવા માટે પણ થાય છે.

રાગી પાચન માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થયું છે.

રાગી આહાર માં યોગ્ય પાચન તેમજ આંતરડા ને નબળા પડતા તેમજ કબજિયાત અટકાવે છે.

રાગી પાચનતંત્ર ને સુરક્ષિત કરે છે. જેથી તે યોગ્ય પાચન ક્રિયાઓ કરી શકે છે.

રાગી નો ઉપયોગ માત્ર રોગો થી બચવા માટે નો જ નથી.

રાગી થી તમારી ત્વચા ને ખુબ જ ફાયદાઓ થાય છે. જેમકે વધતી ઉમર ની સાથે જ તમારી ત્વચા ડલ થઇ જાય કે તમારી ત્વચા માં કરચલીઓ પડી જાય. તેને અટકાવવામાં પણ રાગી એક મહત્વ નું ભાગ ભજવે છે.

આ બધા જ ફાયદાઓ જાણી ને હવે એમ થાય કે. રાગી ને ઉપયોગ માં તો લેવું પણ કેવી રીતે??

તો આપણે રાગી ને આપણા રુટીન માં પણ લઇ શકીએ છીએ. રાગી નો લોટ આપણા રોટલી ના લોટ જોડે પણ મિક્ષ કરી લઇ શકાય, તેમજ

રાગી ની ઈડલી, રાગી સૂપ, રાગી પાક, રાગી સ્વીટ્સ, રાગી કેક, રાગી ઉપમા જેવી વિવિધ રેસીપી બનાવી ને રાગી લઇ શકાય છે.

સામગ્રી:

  • ૫૦ ગ્રામ રાગી નો લોટ,
  • ૧ ચમચો ઘી,
  • ૧ ચમચો ગોળ,
  • ૧ ચમચી કોકો-પાઉડર,
  • ૧/૨ ચમચી ચોકલેટ એસેન્સ.

સજાવટ –માટે..

  • ચોકો ચિપ્સ,
  • બદામ.

રીત:

રાગી ના આટલા ફાયદાઓ જોયા પછી. એમ થાય ને કે રાગી તો આપણા માટે એટલું ફાયદાકારક છે. તો કોઈ ને કોઈ રૂપ માં રાગી ને ખાવું જ જોઈએ. અને પરિવાર માં પણ બધા જ ને ખવડાવવું જોઈએ …

તો તેના માટે બેસ્ટ વિકલ્પ છે. ચોકલેટ રાગી સ્વીટ્સ. જે દેખાવ માં પણ કેક જેવી લાગે છે. અને સ્વાદ માં પણ ચોકલેટ કેક જેવી જ લાગશે. જેથી બાળકો ખુબ ખુશ થઇ ને રાગી ખાશે.

ચોકલેટ રાગી સ્વીટ્સ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક લોયા માં ઘી ગરમ થવા મુકીશું. તેના માટે ઘરનું બનાવેલું ઘી ઉપયોગ માં લઈએ તો વધારે સરસ બને છે.

હવે આપણે રાગી નો લોટ લઇ તેને ચારી લઈશું. ત્યાર બાદ જયારે ઘી એકદમ ગરમ થઇ જાય એટલે રાગી ના લોટ ને ઘી માં ઉમેરી દેવો. અને ધીમી આંચ ઉપર તેને પ્રોપર શેકાવા દેવો.

લોટ શેકાઈ જાય એટલે તેમાં કોકો પાઉડર ઉમેરવો. તે તમને પસંદ ના હોય તો તેને અવગણી શકો છો. અથવા બાળકો નો ફેવરીટ ચોકલેટ પાઉડર પણ ઉમેરી શકો છો.

ત્યાર બાદ આપણે ઉમેરીશું ચોકલેટ ફ્લેવર નું એસેન્સ. જે મેં ચોકલેટ નો ટેસ્ટ લાવવા માટે ઉમેર્યું છે.

હવે આપણે રાગી સ્વીટ્સ માં મીઠાસ માટે ગોળ ઉમેરીશું. જેટલી તમને મીઠાસ પસંદ હોય એટલા પ્રમાણ માં લઇ શકાય છે.

ગોળ ઉમેર્યા બાદ રાગી ને પ્રોપર મિક્ષ કરી ધીમી આંચ ઉપર પાકવા દઈશું.

હવે એક ટીન લઈ. તેમાં હાથ વડે ઘી થી તેમાં ઘી લગાવી લઈશું. જેથી રાગી સ્વીટ્સ જલ્દી થી ભાર નીકળી શકે. તમે ચાહો થો ઘર માં પડેલી કોઈ પણ સ્ટીલ ની કાઠા વાળી ડીશ નો ઉપયોગ કરી શકો છો.

ત્યાર બાદ રાગી સ્વીટ્સ ને ફ્રીઝ માં થોડી વાર(૧૦ થી ૧૫ મિનીટ) ઠંડું થવા માટે મુકીશું. જેથી તે શેટ થઇ જાય.

ત્યાર બાદ રાગી ને ટીન માંથી બહાર કાઢી. તેના ઉપર કોકો પાઉડર છાંટી લઈશું. તમે ચાહો તો થોડો મિલ્ક પાઉડર પણ છાંટી શકાય જેના થી ટેસ્ટ ખુબ જ સરસ આવશે.

ત્યાર બાદ રાગી સ્વીટ્સ ને સર્વિંગ પ્લેટ માં લઇ તેના પર ચોકો ચિપ્સ તેમજ બદામ થી ડેકોરેટ કરી સર્વ કરો. ટેસ્ટી અને હેલ્થી નું કોમ્બેનેશન ચોકલેટ રાગી સ્વીટ્સ .

નોંધ:

· રાગી ચોકલેટ સ્વીટ્સ માં કોકો પાઉડર અને ચોકલેટ એસેન્સ બાળકો ને ભાવે તે માટે ઉમેર્યું છે. તમે માત્ર રાગી ના ઉપયોગ થી પણ ખુબ જ ટેસ્ટી સ્વીટ્સ બનાવી શકો છો.

· મીઠાસ માટે મેં ગોળ નો ઉપયોગ કર્યો છે. તમને પસંદ હોય તો ખાંડ પણ લઇ શકો છો.

· ચોકલેટ રાગી સ્વીટ્સ ગરમ તેમજ ઠંડી બને માં ખુબ જ સરસ લાગે છે.

· જો તેને ઠંડી કરી હોય તો તેને ફ્રીઝ માં સ્ટોર કરી ૧ અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.

· તેમજ માત્ર ઠંડી ના કરી હોય ગરમ જ હોય તો તે ઠંડી થઇ જાય ત્યાર બાદ તેને પ્લાસ્ટિક ના ડબ્બા માં ભરી અને પણ સ્ટોર કરી શકાય છે.

· તમે ચાહો તો રાગી સ્વીટ્સ બનાવવામાં ડ્રાયફ્રુટ્સ નો પણ ઉપયોગ કરી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી