જલ્સા કરોને જેંતીલાલ

ગઢોમાં ગઢ એટલે ચિત્તોડ ગઢ ! તમે મુલાકાત લીધી કે નહિ…

ચાલો જાણીએ ગઢોના ગઢ એવા રાજસ્થાનના ચિતોડ ગઢની જાણી અજાણી વાતો

રાજસ્થાન એક ઐતિહાસિક રાજ્ય છે. રાજસ્થાનમાં અસંખ્ય જોવા લાયક સ્થળો છે. ઉદયપુર, જયપુર, જેસલમેર, માઉન્ટ આબુ, હલ્દીઘાટી, ચિતોડ ગઢ, હવા મહેલ.

ઘણા બધા સ્થળો છે. રાજસ્થાનનું નામ પડતાં જ જાણે મન પ્રવાસ-પ્રવાસ પોકારી ઉઠે છે. આજે અમે તમને રાજસ્થાનના ચિતોડગઢની અવનવી માહિતીઓ આપીશું.

ચિત્તોડ એ 16મી સદીના મધ્ય સુધી રાજસ્થાનની રાજધાની રહ્યું છે. ચિત્તોડ ગઢ પર અનેક હૂમલા થયા પણ તેને ક્યારેય જીતી શકાયો નહોતો માટે તેને અજેય કિલ્લો કહેવામાં આવતો હતો.

27 યુદ્ધોમાં ચિત્તોડ પર હૂમલા કરવામાં આવ્યા પણ 24 વાર ચિત્તોડને જીત હાંસલ થઈ હતી.

ચિત્તોડ ગઢ કિલ્લો એક ભવ્ય અને અદભુત સંરચના છે. આ શહેર રાજસ્થાનનું એક મુખ્ય પ્રવાસન સ્થળ પણ છે. એક લોક કથા પ્રમાણે આ કિલ્લાનું નિર્માણ મૌર્યએ 7મી સદીમાં કર્યું હતું.

આ કીલ્લો 180 મિટરના ઉંચા પહાડ પર છે જે 700 એકડમાં ફેલાયેલો છે. વાસ્તુકલાનો આ એક ખુબ જ આદર્શ નમૂનો છે. સેંકડો વિધ્વંશો છતાં તે આજે પણ અડગ ઉભો છે.

કિલ્લા સુધી પહોંચવાનો રસ્તો કંઈ સરળ નથી. તમારે ચિતોડ ગઢ પર ચડવા માટે એક ઉભા ચડાણવાળા ગોળ ફરતા માર્ગ પર એક કિલોમિટર સુધી ચાલવું પડે છે.

આ કિલ્લામાં 7 અણીદાર વિશાળ ખિલ્લાવાળા દરવાજા છે જેને હિન્દુ દેવીદેવતાઓના નામ આપવામાં આવ્યા છે. આ કિલ્લામાં ખુબ જ સુંદર મંદિરો આવેલા છે. આ ઉપરાંત કિલ્લામાં રાણી પદ્મિની અને મહારાણા કુમ્ભાના સુંદર મહેલ પણ આવેલા છે.

15મી સદીની મધ્યમાં મહારાણા ઉદય સિંહે ચિતોડ જીતી લીધો હતો અને તે જ સમય દરમિયાન એટલે કે 1540માં મહારાણા પ્રતાપનો જન્મ થયો. આ પહેલાં ચિતોડ ગઢ પર સિસોદિયા, ગેહલોત, સૂર્યવંશી અને ચા તારી રાજપુતોનું રાજ હતું.

આ કિલ્લામાં મહારાણા પ્રતાપે પોતાનું બાળપણ અને કિશોરાવસ્થા પસાર કરી હતી. અને આ ઉપરાંત એક મહત્ત્વની વાત એ કે આ કિલ્લો મીરાભાઈની ભક્તિનો શાક્ષી પણ રહેલો છે.

મહારાણા પ્રતાપે અહીં 25 વર્ષ પસાર કર્યા હતા તો મીરાબાઈ પણ અહીં 17 વર્ષ જેટલો લાંબો સમય રહ્યા હતા. અહીં મીરાજીનું મંદિર પણ આવેલું છે. મીરાજીના લગ્ન મહારાણા સાંગાના પુત્ર રાજકુમાર ભોજ સાથે થયેલા હતા.

દિલ્હીની સલ્તન સાથેના એક યુદ્ધમાં તેઓ ઘાયલ થયા અને ત્યાર બાદ તેમનું મૃત્યું થયું હતું.

ચિત્તોડ ગઢ પર અકબરે હૂમલો કર્યો ત્યારે મહારાણા પ્રતાપે પોતાના રાજકિય સલાહકારોની સલાહથી ત્યાંથી જતું રહેવું પડ્યું હતું. તેમના ગયા બાદ પણ તેમના સૈનિકો કિલ્લાના રક્ષણ માટે ખુબ લડત આપી હતી.

આ કિલ્લાના એન્જિનિયરિંગની વિશેષતા એ છે કે ત્યાં તમને ગમે ત્યારે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કિલ્લાની અંદર જેટલી પણ ઇમારતો બાંધવામાં આવી છે તે ત્યાંના જ પથ્થરોમાંથી બનાવવામાં આવી હતી. જેના કારણે ત્યાં ઘણી બધી જગ્યાએ વિશાળ કદના ખાડા પડી જતા હતા અને ત્યાં પાણી ભરાઈ જતું હતું. આ જ કારણ સર કિલ્લામાં 84 જળાશયો બની ગયા હતા જેમાંથી હાલ માત્ર 30 જ રહ્યા છે.

આ કિલ્લો કેટલીએ સદીથી સમયનો જખમ ઝીલતો આવ્યો છે પણ આજે ચોરો સામે તે નિઃસહાય બની ગયો છે. અહીંથી કેટલીએ સદીઓ જૂની વસ્તુઓ ચોરાઈ ગઈ છે. ચોરો ભગવાનની મૂર્તિ પણ નથી છોડતા. થોડા વર્ષો પહેલાં અહીંના મલ્લીનાથ મંદિરના દરવાજાનું તાળુ તોળી ચોરો અષ્ટધાતુની કિંમતી મૂર્તિ તેમજ ચાંદીના છત્ર ચોરી ગયા હતા.

તમે ચિત્તોડ ગઢની વાત કરો અને ધાય માતાની વાત ન કરો તો તે અધૂરી વાત ગણાશે. અહીં પન્ના ધાય ખુબ જાણીતા હતા. રાણા સાંગાના પુત્ર ઉદયસિંહની ધાય માતા તે જ પન્ના. ધાય માતા એટલે બાળકોને સાંચવતી માતા.

પન્ના ધાયે ઉદયસિંહને બચાવવા માટે પોતાનો દીકરો દુશ્મનોના હવાલે કરી દીધો હતો.

મહારાણા કુંભાના સમયચમાં અહીં આધ્યાત્મને ખુબ જ પ્રોત્સાહન આપવામાં આવતું હતું. તે સમયે અહીં ઘણા બધા જૈન મુનિઓ અને વિદ્વાનોને આશરો આપવામાં આવતો હતો અને તે કારણ સર અહીંનું સાહિત્ય પણ ખુબ જ વિકાસ પામ્યું હતું.

ચિત્તોડ ગઢની આંતરિક રચનાઓમાં તમને વૈશ્ણવ શૈલીની છાપ જોવા મળે છે. તે જોઈ ઇતિહાસના નિષ્ણાતોનું એવું કહેવું છે કે તે સમયે આ કિલ્લામાં વિષ્ણુ ઉપાસના થતી હતી.

12મી સદીમાં અહીં એક જૈન વેપારીએ 22 મીટર ઉંચો કિર્તી સ્તંભ બનાવડાવ્યો હતો જે તેમણે આદિનાથને અર્પણ કર્યો હતો. આ ઉપરાંત મહારાણા કુમ્ભાએ ગુજરાત અને માળવા પરના પોતાના વિજયની યાદમાં નવ માળના વિજય સ્થંભને બંધાવ્યો હતો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version