ચિંતાજનક સ્થિતિ: ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, ત્રીજી લહેરમાં બાળકોનું ખાસ રાખજો ધ્યાન, નહિં તો..

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ગઈકાલના શુક્રવારના રોજ દેશના કેટલાક જિલ્લાઓમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો થતા ચિંતા વ્યક્ત કરી છે અને સાવધાન કર્યા છે કે, બાળકો પણ સંક્ર્મ્નના કેસમાં અતિસંવેદનશીલ હોઈ શકે છે.

image source

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની પરિસ્થિતિ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલએ આ વાત પર જોર આપીને કહ્યું છે કે, બાળકોને કોરોના વાયરસ સંક્રમણથી બચાવવા માટે યોગ્ય પ્લાનિંગની જરૂરિયાત છે.

image soucre

દેશના એ જીલ્લાઓ વિષે કરતા જણાવ્યું છે કે, જ્યાં હજી પણ ૧૦ ફીસદી કરતા વધારે પોઝેટિવીટી રેટ નોંધવામાં આવી રહ્યો છે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સાવધાન કરવામાં આવ્યા છે કે, કોરોના વાયરસ સંક્રમણની મહામારી હજી પણ સમાપ્ત થઈ છે નહી.

માસ્કના ઉપયોગમાં ઘટાડો થવો.

image source

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ પણ કહેવામાં આવ્યું છે કે, હાલના દિવસોમાં માસ્કનો ઉપયોગ કરવામાં ખુબ જ ઘટાડો જોવા મળ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આંકડાઓ જણાવે છે કે, ગતિવિધિઓને ફરીથી શરુ કરી દીધા બાદ ફેસ માસ્કના ઉપયોગ કરવામાં ઘણો મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમે ફેસ માસ્કના ઉપયોગને સામાન્ય પ્રક્રિયાના રૂપમાં સામેલ કરવા જોઈએ.

image soucre

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલએ કહ્યું છે કે, ભારત દેશમાં હજી બીજી લહેર સમાપ્ત થઈ છે નહી અને લોકોને કોરોના વાયરસ સંક્રમણ ઉપયુક્ત વ્યવહારનું પાલન કરવાનું કહ્યું. તેમણે રાજ્ય સરકારો પાસેથી કોરોના વાયરસ સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની તૈયારી માટે સ્વાસ્થ્ય પાયાકીય વ્યવસ્થાને ઉન્નત કરવાનો પણ આગ્રહ કર્યો છે.

image soucre

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલના રોજ શુક્રવારના દિવસે દેશના ૬ રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ પર તમિલનાડુ રાજ્ય, આંધ્રપ્રદેશ રાજ્ય, કર્ણાટક રાજ્ય, ઓડીશા રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય અને કેરળ રાજ્યના મુખ્યમંત્રીઓની સાથે બેઠક યોજવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ઉપરોક્ત ૬ રાજ્યો માંથી કોરોના વાયરસ સંક્રમણના અંદાજીત ૮૦% નવા કેસ સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તમામ રાજ્યોની સરકારોની કોરોના વાયરસ સંક્રમણની મહામારીની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટે સક્રિય પગલા ભરવા માટે કહ્યું છે.

image soucre

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારોને કોરોના વાયરસ સંક્રમણની મહામારીને નિયંત્રણમાં લેવા માટે ‘ટેસ્ટ- ટ્રેક- ટ્રીટ- ટીકાકરણ’ (Test- Track- Treat- Vaccinate) દ્રષ્ટિકોણ પર હાલમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong