ચીનમાં આવ્યો ભૂંકપ, લોકોમાં વધુ ફેલાયો ડર અને કરી દોડાદોડી

ચીનમાં ભૂકંપ

તિબેટમાં શુક્રવાર સવારે ભૂકંપનો તેજ આંચકાનો અનુભવ કરાયો છે જેના કારણે લોકોમાં ભયમાં છે. ચીન ભૂકંપ નેટવર્ક કેંદ્ર (સીઈએનસી)નું માનીએ તો સવારે ૯:૩૩વાગતા આવેલ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ૫.૯ માપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, નોવેલ કોરોના વાયરસના કારણે ચીનની સ્થિતી પહેલેથી જ ખરાબ છે. આની વચ્ચે ભૂકંપનો તેજ આંચકાએ લોકોના દિલમાં ડર ઉત્પન્ન કરી દીધો છે. ભૂકંપના આંચકા પછી લોકો ઘરની બહાર નીકળી ગયા અને ખુલ્લા સ્થાન તરફ ભાગવા લાગ્યા.

image source

પ્રાપ્ત જાણકારી મુજબ ચીનના દુરવર્તી હિમાલય ક્ષેત્ર તિબેટમાં શુક્રવારના ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ વિસ્તાર નેપાળની નજીક છે. ચીન ભૂકંપ નેટવર્ક્સ કેન્દ્રના મુજબ, ભૂકંપનું કેન્દ્ર ૨૮.૬૩ ડીગ્રી ઉત્તરી અક્ષાંશ અને ૮૭.૪૨ ડીગ્રી પૂર્વી દેશાંતરના ૧૦ કિલોમીટરની ઉંડાઈમાં આવેલ હતું. સ્થાનિક સરકારના જણાવે છે કે, માઉન્ટ એવરેસ્ટ નજીક તિબેટમાં શીગાત્સે શહેરની તિંગરી કાઉંટીમાં સવારે નવ વાગીને તેત્રીસ મિનીટ પર ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપના કારણે મકાનનું પડી જવું કે યાતાયાત અને સંચાર સેવાઓને બાધિત થયાની કોઈ ખબર નથી મળી.

image source

શિન્હુઆ સમાચાર એજન્સીની જાણકારી મુજબ, કાઉંટી સરકારએ વધારે જાણકારી મેળવવા માટે અધિકારીઓને ગામડાઓ અને શહેરોમાં મોકલવામાં આવ્યા છે. તિંગરીની સીમા નેપાળના દક્ષિણ ભાગ સાથે જોડાયેલ છે. કાઉંટીનો મોટાભાગનો વિસ્તારો માઉંટ એવરેસ્ટ નેશનલ નેચર રીઝર્વના છે. ભૂકંપના કેન્દ્ર સ્થાન પર ફાયર બ્રિગેડની નવ ગાડીઓને મોકલવામાં આવી છે. ૧૦૦ થી વધારે ફાયર ફાઈટર્સ અને સંખ્યાબંધ વાહનોને તૈયાર કરીને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

image source

આ બધાની સાથે જ નેપાળની રાજધાની કાઠમંડુ અને આસપાસના જીલ્લામાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ કરાયો છે. કાઠમંડુમાં રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના ભૂકંપની તીવ્રતા ૬.૨ રેક્ટર સ્કેલ માપવામાં આવી છે. ભૂકંપના આંચકાને સવારે સાત વાગીને અઢાર મિનીટ પર ભૂકંપના આંચકાનો અનુભવ કરાયો છે. ભૂકંપનું કેન્દ્ર તિબેટના ક્વિલીંગમાં હતું. પાંચ દિવસ પહેલા નેપાળના પશ્ચિમ પ્રવાસી શહેર પોખરામાં ૫ રેક્ટર સ્કેલનો ભૂકંપના આંચકાનો અનુભવ કરાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ