ચાઇનીસ બ્રેડ મસાલા – ફટાફટ બનતી આ ટેસ્ટી ટેસ્ટી વાનગી નોંધી લો……

ચાઇનીસ બ્રેડ મસાલા (Chinese Bread Masala)

શું રાતે સેન્ડવીચ બનાવેલી બ્રેડ સ્લાઈસ 3-4 જેટલી પડી છે??? તો ચાલો આજે બાળકોને ચાઇનીસ ટચ વાળા બ્રેડ કટકા બનાવી દઈએ…

Leftover, Quick N Easy Recipes!

બ્રેડ મસાલા માટે જોઈતી સામગ્રી:

 • ૩ બ્રેડના ટુકડા,
 • ૧ વાટકી ટમેટા,
 • ૩/૪ વાટકી ડુંગળી,
 • ૨ ચમચા ટોમેટો સોસ,
 • ૧ ચમચી ચીલી સોસ,
 • ૧ ચમચી લસણ + લાલ મરચાની પેસ્ટ,
 • ૧ લીલું મરચું,
 • ૧/૨ ચમચી ઝીણું સમારેલ આદુ,
 • કોથમીર,
 • ૨-૩ ચમચા પાણી,
 • ૧ ચમચો તેલ,
 • ૧ નાની ચમચી જીરું,
 • ચપટી હળદર,
 • ૧ ચમચી લાલ મરચું,
 • ૧ નાની ચમચી ગરમ મસાલો’

બ્રેડ મસાલા બનાવવાની રીત:

– સૌ પ્રથમ એક કડાઈમાં તેલ લઇ તેમાં જીરું, લસણ, આદુ સાંતળી લેવું.– પછી તેમાં ડુંગળી ગુલાબી થાય ત્યાંસુધી સાંતળવી.(કાજુ પણ મિક્ષ કરી શકાય.)– ટમેટા ઉમેરી તેમાં હળદર, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, ટોમેટો સોસ, ચીલી સોસ ઉમેરી મિક્ષ કરવું.– ટમેટા ગળી જાય ત્યાંસુધી હલાવતા રહેવું.

– પાણી ઉમેરી ઉકળે એટલે તેમાં બ્રેડના ટુકડા ઉમેરી ગેસ ઘીમો કરી, હળવા હાથે બરાબર મિક્ષ કરી દેવું.– કોથમીર ભભરાવી નીચે ઉતારી લેવું.
– ડિશમાં લઇ કોથમીર અને ડુંગળી વડે ગાર્નીશ કરવું. (લીલી ડુંગળીની સીઝન હોય તો તે પણ વાપરી શકાય.)
તો તૈયાર છે સ્પાઈસી બ્રેડ મસાલા.

રેસિપી જોવા લિંક ઓપન કરો :

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.