હંતા વાયરસથી ચીનમાં થયુ એકનુ મોત, સોશિયલ મીડિયામાં મચ્યો હડકંપ,

હંતા

ચીન હજી સુધી નોવેલ કોરોના વાયરસથી છુટકારો નથી મળ્યો ત્યાં જ આવી પરીસ્થિતીમાં હંતા વાયરસએ પોતાના આવવાની દસ્તક આપી દીધી છે. ચીનમાં હવે હંતા વાયરસ (hanta virus) થી મૃત્યુનો મામલો સામે આવ્યો છે. શાંડોગ પ્રાંત જઈ રહેલ એક યુવકનું એક બસમાં જ મૃત્યુ થઈ ગયું. આવો જાણે શું છે હંતા વાયરસ અને કેવી રીતે ખતરનાક છે હંતા વાયરસ?

પેઈચિંગ

image source

નોવેલ કોરોના વાયરસની મારથી લડી રહેલ ચીનના યુનાન પ્રાંતમાં એક વ્યક્તિ સોમવારના રોજ હંતા વાયરસના કારણે મૃત્યુ થઈ ગઈ છે. હંતા વાયરસથી પીડિત વ્યક્તિ કામ કરવા માટે બસ મારફતે શાડોંગ પ્રાંતમાં પરત ફરી રહ્યો હતો. તેનામાં હંતા વાયરસનો રીપોર્ટ પોઝેટીવ મળી આવ્યો હતો. બસમાં મુસાફરી કરી રહેલ અન્ય ૩૨ મુસાફરોની પણ તપાસ કરવામાં આવી છે. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા આ ઘટનાની જાણકારી આપ્યા પછી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.

image source

મોટી સંખ્યામાં લોકો ટ્વીટ કરીને પોતાનો ભય જાહેર કરી રહ્યા છે કે, હંતા વાયરસ ક્યાંક નોવેલ કોરોના વાયરસની જેમ જ મહામારી નહી બની જાય. અન્ય લોકો કહી રહ્યા છે કે, જો ચીનના લોકો પ્રાણીઓને જીવતા ખાવાનું બંધ નહી કરે તો આવું તો થતું જ રહેશે. શિવમ લખે છે કે, ‘ચીનના લોકો હવે એક અન્ય મહામારીની પરિયોજના પર કામ કરી રહી છે. આ હંતા વાયરસ ઉંદર ખાવાથી થાય છે.’સોશિયલ મીડિયા પર ચાલી રહેલ ચર્ચાઓની વચ્ચે આવો જાણીએ કે શું છે હંતા વાયરસ અને શું હંતા વાયરસ નોવેલ કોરોના વાયરસની જેમ ઘાતક છે?

જાણીએ શું છે હંતા વાયરસ ?

image source

વિશેષજ્ઞોનું માનવું છે કે, નોવેલ કોરોના વાયરસની જેમ હંતા વાયરસ ઘાતક નથી. નોવેલ કોરોના વાયરસની વિરુદ્ધ આ હંતા વાયરસ હવા દ્વારા ફેલાતો નથી. આ હંતા વાયરસ ઉંદર અને ગરોળીના સંપર્કમાં આવવાથી માણસોમાં ફેલાઈ છે. સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, ‘ઉંદરના ઘરની અંદર અને બહાર કરવાથી હંતા વાયરસના સંક્રમણનો ખતરો રહે છે. અહિયાં સુધી કે જો કોઈ સ્વસ્થ વ્યક્તિ પણ છે અને હંતા વાયરસના સંપર્કમાં આવે છે તો તેને સંક્રીમિત થવાનો ખતરો બની રહે છે’.

image source

યુએસ સેન્ટર ફોર ડીસીસ એન્ડ કંટ્રોલ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ હંતા વાયરસ ઉંદરના મળ, મૂત્ર અને થુંક દ્વારા થાય છે. એનાથી વ્યક્તિ ત્યારે સંક્રમિત થાય છે જયારે ઉંદર પોતાના મળ, મૂત્ર અને થુંકને હવામાં છોડી ડે છે. આમ, હંતા વાયરસ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરી શકે છે. ચીનમાં હંતા વાયરસ મોટાભાગે ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ્યો છે.

image source

જો કે, હંતા વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં નથી ફેલાતો. પરંતુ જો કોઈ વ્યક્તિ ઉંદરના મળ-મૂત્ર વગેરેને અડે છે અને ત્યાર પછી તે વ્યક્તિ પોતાના આંખ, નાક અને મોઢાને અડે છે તો તેવી વ્યક્તિને હંતા વાયરસ થવાની શક્યતા ખુબ વધી જાય છે. આ હંતા વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિમાં તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, પેટમાં દુખાવો, ઉલટી, ડાયરિયા વગેરે થઈ જાય છે. જો હંતા વાયરસના ઉપચારમાં મોડું થઈ જાય તો હંતા વાયરસથી પીડિત વ્યક્તિના ફેફસામાં પાણી પણ ભરાઈ જાય છે, જેના લીધે તે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

હંતા વાયરસ જીવલેણ છે ?

image source

સીડીસીના જણાવ્યા મુજબ, હંતા વાયરસ એક જીવલેણ વાયરસ છે. હંતા વાયરસથી સંક્રમિત વ્યક્તિઓનો મૃત્યુ આંક ૩૮% છે. ચીનમાં હંતા વાયરસ એવા સમયે સામે આવ્યો છે જયારે આખી દુનિયામાં ચીનના વુહાન શહેરમાંથી પ્રસરી ગયેલ નોવેલ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યા છે. નોવેલ કોરોના વાયરસના લીધે અત્યાર સુધીમાં ૧૬ હજાર ૫૦૦ લોકોના મૃત્યુ થઈ ગયા છે. એટલું જ નહી આખી દુનિયામાં અત્યાર સુધી ૩૮૨, ૮૨૪ વ્યક્તિઓ આ નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. નોવેલ કોરોના વાયરસની વ્યાપકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ચીનના વુહાન શહેરમાંથી નીકળેલ નોવેલ કોરોના વાયરસ અત્યાર સુધીમાં ૧૯૬ દેશોમાં ફેલાઈ ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ