જલ્સા કરોને જેંતીલાલ

ચીન નજીકના સમુદ્રમાં સદીઓથી વસાવવામાં આવ્યા છે તરતા ગામ. અહીં લોકો 13 સદીઓથી રહે છે.

અહીંના લોકોએ 1300 વર્ષોથી જમીન પર પગ નથી મુક્યો.

વિશ્વની એક માત્ર માનવજાતી જેણે છેલ્લી તેર સદીઓથી જમીન પર પગ નથી મુક્યો. હા, ચીનમાં રહે છે આ જાતિ. પણ આ લોકો ચીનની જમીન પર નહીં ચીનના સમુદ્રમાં તરતા ગામ વસાવીને રહે છે. આ જાતીના લોકોએ સમુદ્ર પર જ લાકડાના તરતા ઘર વસાવી લીધા છે.

આ જાતિના લોકોને ટાંકા તરીકે ઓળખવામાં આવે છે. તેમનું આ નામ સૈકાઓ પહેલાં તેમના દ્વારા વપરાતી એક હોડીના કારણે પડ્યું છે. તેમની કુલ વસ્તી 7000ની છે તેમણે ચીનમાં એક તરતું ગામ વસાવી લીધું છે. પણ તમે આ લોકોને આદિવાસી ન સમજતાં તેઓ આધુનિક જીવનને અપનાવી ચુક્યા છે.

ટાંકા જાતિના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે એમ પણ જ્યારે તમે સમુદ્રમાં રહેતા હોવ ત્યારે તમારી પાસે માછલી પકડવા સિવાય બીજો શું વ્યવસાય હોય શકે. જો કે આ લોકો શહેરી વસ્તીથી કંઈ દૂર નથી રહેતાં.

ચીનના ફુજિયાન રાજ્યની દક્ષિણે સમુદ્ર કીનારે આવેલા નિંગડે શહેર નજીક આવેલા સમુદ્રમાં આ માછીમારોએ પોતાનું તરતું ગામ વસાવી લીધું છે. આ લોકોને જીપ્સી ઓફ ધી સી પણ કહે છે. તેઓ જ્યારે શહેર જતાં હોય છે કોઈ કામ માટે ત્યારે જ જમીન પર પગ મુકે છે. બાકી તો પોતાના આ કૃત્રિમ રીતે વસાવેલા તરતા ઘરોમાં તેઓ તેમજ તેમના પૂર્વજો સદીઓથી રહેતા આવ્યા છે.


એવી વાયકા છે કે ચીનના શાસકોના અત્યાચારથી ભાગીને આ લોકો સદીયોથી આવી રીતે જમીન છોડીને સમુદ્ર પર રહે છે. મળેલી માહિતી અનુસાર આ લોકો સાતમી સદીથી સમુદ્ર પર બનાવેલા તરતા ઘરોમાં જ રહે છે. અને તેમાના મોટા ભાગનાએ તો ભાગ્યે જ ક્યારેય જમીન પર પગ મુક્યો હશે.

ટાંકા જાતિના લોકોનું જીવન સમુદ્ર અને સમુદ્રી જીવો પર નિર્ભર છે. તેમનો મુખ્ય આધાર માછીમારી છે અને પોતાનું સમગ્ર જીવન તેમજ પસાર કરે છે. થોડા દાયકાઓ પહેલાં જ તેમણે ચીનના સમુદ્ર કાંઠાના વિસ્તારો સાથે સંબંધ કેળવવાનું શરું કર્યું. તે પહેલાં તેઓ જમીન પરના લોકો સાથે કોઈ જ વ્યવહાર નહોતા રાખતા અને ક્યારેય તેમની સાથે સામાજીક સંબંધ બાંધવાનો પ્રયાસ પણ નહોતા કરતા.

જોકે ધીમે ધીમે ચીનમાં કમ્યુનીસ્ટ પાર્ટીનું શાસન શરૂ થયું તેમજ સરકાર તરફથી મળતી સુવિધાઓના કારણે કેટલાક ટાંકા જનજાતિના લોકોએ જમીન પર વસવાટ શરૂ તો કર્યો છે પણ તેમાંના મોટા ભાગનાને તો તેમનું સમુદ્ર પરનું જીવન જ પસંદ છે.

થોડા સમય પહેલાં તે લોકોને પોતાની આ સદીયો જુની જગ્યાને છોડવાની ફરજ પાડવામાં આવી હતી જેની પાછળ પર્યાવરણ સંતુલન અને તેમના જીવનસ્તરને ઉપર લાવવાનો ઉદ્દેશ હતો. જોકે આજે માત્ર અહીં જ નહીં પણ ચીનના ઘણા બધા મોટા શહેર નજીક જ્યાં જ્યાં ભરતીના પાણી આવતા જતા રહે છે ત્યાં ત્યાં આવા નાના ફ્લોટીંગ વિલેજ સદીયોથી વસાવેલા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version