ચીલી પોટેટો – નાના મોટા દરેકને પસંદ આવશે આ ચીલી પોટેટો, તો બનાવો આ સ્ટાર્ટર…

ખાત્રીપૂર્વક કહી શકાય એમ આ ચીલી પોટેટોમાં રોમાંચક અને તમને ઝણઝણાટીનો અનુભવ કરાવે એવા સુગંધી પદાર્થો છે જેવા કે વિવિધ સૉસ, લસણ, આદૂ અને લીલા મરચાંનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે. બટાટાને કાપી તેમાં એકમેકમાં સારી રીતે ભળેલા સૉસ સાથેના કાંદાનું સંયોજન અંતમાં એક મજેદાર સ્ટાર્ટર બનાવે છે. મજાની વાત એ છે કે આ ચીલી પોટેટો સહેલાઇથી ઝટપટ બનાવી શકાય છે કારણકે તેમાં મોટે ભાગે તૈયાર સૉસનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.

  • – ૨ નંગ બટાકા
  • – ૪ ચમચી મેંદો
  • – ૨ ચમચી કોર્ન ફ્લોર

મસાલા માટે ની સામગ્રી મા

  • – ૨ ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ
  • – ૨ ચમચી ચીલી સૉસ
  • – ૨ ચમચી ટોમેટો કેચઅ
  • – ૧ વાટકી ડુંગળી ની લાંબી કતરણ
  • – ૨ ચમચી લાલ મરચું
  • – ૧ ચમચી સોયા સોસ
  • – ૩ નંગ લીલાં મરચાં ની કતરણ
  • – મીઠું સ્વાદ અનુસાર
  • – તળવા માટે તેલ
  • – કેપ્સિકમ સુધારેલા

રીત :

1…પેહલા બટાકા ની છાલ કાઢી ને તેના લાંબા પીસ કરી લો અને ઠંડા પાણીમાં નાખી દો.

2..પછી એક તપેલીમાં પાણી ગરમ કરી ૨ મીનીટ થોડાક બાફી ને ગરણી થી ગાળી લો.

3…બાફેલા બટાકા ઠંડા પડે એટલે તેમાં મીઠું,કોનૅફલોર અને મેદો નાખી ને મિક્સ કરી લો.મીક્સ થ‌ઈજાય એટલે એક કડાઈમાં તેલ ગરમ કરી ને તળી લો.એકદમ ક્રિસ્પી તળાઈ જાય એટલે સાઇડ પર મૂકી દો

4.હવે ચાઈનીઝ મસાલો કરવામાં માટે.ની સામગ્રી તૈયાર કરી એક કડાઈમાં તેલ ગરમ કરો.

5.તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી ની સ્લાઈસ નાખી સાંતળો, કેપ્સિકમ સુધારેલા પછી લીલાં મરચાં ની કતરણ અને આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરી ને સાંતળો.પછી તેમા મસાલા મા લાલ મરચું, ચીલી સોસ, ૧ ચમચી સોયા સોસ,મીઠું.નાખો.

6..છેલ્લા તેમાં ટોમેટો સોસ અને તળેલા બટાકા નાખી ને મિક્સ કરી લો.અને સ્વાદ મુજબ મીઠું નાખી ને મિક્સ કરી લો.તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી અને સપાઇસી ચાઈનીઝ ચીલી પોટેટો ચિપ્સ.તેને ગરમ ગરમ સર્વ કરો


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.