જાણો, બાળકોને શા માટે ન આપવી જોઈએ ચા?

મોટાભાગના બાળકોને દૂધ પીવાનું પસંદ નથી હોતું. તેઓ દૂધ જોઈને મોઢું બગાડવા માંગે છે. બાળકોના શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરમા માટે માં બાળકોને દૂધમાં બે ત્રણ ચાના ટિપા નાંખીને મિક્સ કરી નાંખો છો. તેમજ જો તમે એવું વિચારો છે કે બાળકોને પણ ચા પીવાથી ફાયદાઓ થશે તો તમે ખોટું વિચારી રહ્યા છો. ચામાં દૂધ મેળવીને પીવાથી કે પછી તેને બિસ્કિટ સાથે પીવાથી તેના હાનિકારક તત્વો ઓછા તો નહીં જ થાય.

તેમજ દૂધમાં પણ ચા મિક્સ કરવાથી દૂધના ફાયદા નષ્ટ થઈ જાય છે. તેનાથી બાળકોને કેટલાંક નુકશાન પણ થાય છે. જો તમે પણ તમારા બાળકને ચા આપતા હોય તો તેનાથી બાળકનો શારિરીક વિકાસ બરાબર નથી થતો. આજે અમે તમને જણાવીશું ચા પીવાછી બાળકો પર કેવી રીતે ખરાબ અસર પડે છે.

ચા પીવાની આદત પડી જાય છે-દરરોજ બાળકોને ચા આપવાછી આગળ જતા તેમણે ચાની આદત પડી જાય છે. ચામાં કેફિનની માત્રા વધારે હોય છે. જે મગજ પર નશામી જેમ કામ કરે છે. જ્યારે એકવાર તેની આદત પડી જાય તો તેને છોડવી મુશ્કેલ છે. નાની ઉંમરમાં ચા પીવાછી કેટલાંક સમાન્ય સાઈડ-ઈફેક્ટ થાય છે. તેમજ નાના બાળકોને ચાનું સેવન કરવાથી તેમને કેલ્શિયમ સંભંધિત બિમારીઓ થઈ શકે છે. મોટા બાળકોના ચાના નિયમિત સેવનથી દિમાગ, માંશપેશી, તંત્રિકા તંત્ર પર ખરાબ પ્રભાવ પડે છે અને સંરચનાત્મ્ક ગ્રોથ અટકી જાય છે. ઘરમાં ચા પીવી સામાન્ય વાત છે. પણ આ વાત જાણી લેવા જરૂરી છે કે એક બાળક અને એક વ્યસ્ક પર ચાની અસર જુદી-જુદી થાય છે.તેની સાથે જ બહુ વધારે ચા પીવાથી અસર શારીરિક વિકાસ પર પણ પડે છે.

હાડકા નબળા થઈ જાય છેચા પીવાથી બાળકોના હાડકા, દાંતમાં દુઃખાવો થવા લાગે છે. જે આગળ જઈને આ દુઃખાવો બાળકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેમજ નાના બાળકોને વધારે ચા પીવાથી શરીરમાં દર્દની સમસ્યા વધે છે. ખાસ કરીને શરીરના નીચેના ભાગમાં વધુ દુઃખાવો થાય છે.

કેલ્શિયમની ઉણપચાના કારણે નાના બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ચા પીવાથી બાળકોની અંદર કેલ્શિયમની ઉણપ સર્જાય છે. આ કેલ્શિયમના લીધે બાળકોને ઘણી સમસ્યાઓ થવા લાગે છે. તે સિવાય નાના બાળકોને વધારે ચા પીવાથી એકાગ્રતા ઓછી થઈ જાય છે. સ્વભાવ ચીડિયો બની જાય છે.

ગ્રોથ અટકી જાય છેચા પીવાથી બાળકોની હાઈટ વધતી અટકી જાય છે. તેની સાથે બાળકોની માંસપેશિયા સારી રીતે ગ્રોથ નથી કરી સકતી. આ કારણે બાળકો કમજોર અને લંબાઈમાં નાના રહી જાય છે.

વ્યવહારમાં બદલાવ
ચા પીવાથી બાળકનાં સ્વભાવમાં બદલાવ જોવા મળે છે. તેનાથી તે કોઈ પણ કામ સારી રીતે મથી કરી શકાતા. તે સિવાય બાળકનો સ્વભાવ ચિડિયો થઈ જાય છે.

ઉંઘ પર અસર

બાળકોને ચા આપવાથી ઉંઘ ન આવવાની સમસ્યા ઉભી થાય છે. કેમ કે, તેમાં રહેલાં કેફીન બાળકોમાં બેચેની અને ઉંઘ સંબંધી વિકાર પેદા કરી શકે છે. તેનાથી બાળકોની એકાગ્રતા અને સક્રિયતા પર અસર પડે છે. તે સિવાય ચામાં ખાંડ હોવાને કારણે બાળકોના દાંત ખરાબ થઈ જાય છે. તેમજ તે પેટની સમસ્યાનું કારણ પણ બની શકે છે.

કબજિયાતની સમસ્યાચામાં રહેલું થિયોફિલિન કેમિકલ તમારી પાચન ક્રિયા પર ખરાબ અસર કરે છે અને તેથી કબજીયાતની બિમારીની સમસ્યા પેદા થઈ શકે છે. મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે બાળકોને સવારે સવારમાં ચા પિવડાવાથી તેમના આંતરડા સારી રીતે કામ કરે છે, પરંતુ ખૂબ વધુ પડતી ચા પીવાથી નાના બાળકને કબજીયાત પણ થઈ શકે છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ આવી અનેક જાણવા જેવી અને ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી