આ રીતે રાખો બાળકની ત્વચાની સાર-સંભાળ, નહિં થાય કોઇ સ્કિન પ્રોબ્લેમ્સ…

નાના બાળકોની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. જો નાના બાળકોની કાળજી પેરેન્ટ્સ યોગ્ય રીતે નથી કરતા તો બાળક અનેક રીતે હેરાન-પરેશાન થઇ જાય છે અને પછી તે રડવા લાગે છે. જો કે નાની ઉંમરમાં બાળકને બહુ રડાવવુ પણ તેની હેલ્થ માટે યોગ્ય નથી. આ માટે જરૂરી છે કે, નાના બાળકોની યોગ્ય સમયે કેર કરવી.

બહારના વાતાવરણમાં જેવો બદલાવ આવે તેમ તેની તરત જ અસર નાના બાળકોની હેલ્થ તેમજ સ્કિન પર થતી હોય છે. જો કે બાળકોને ઠંડી, ઉધરસ અને ત્વચાની સમસ્યાઓ ખૂબ જ ઝડપથી થઇ જાય છે. આ સાથે જબીજી ઘણી બીમારીઓ પણ તેમને વારંવાર થતી જ રહે છે. પરંતુ તમારે ગભરાવાનીજરૂર નથી. આપણી આસપાસ તથા આપણા ઘરમાં જ એવા ઘણા સરળ ઉપાયો છેજેનાથી તમેતમારી આ સામાન્ય બીમારીઓથી બચી શકો છો. તો આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે નાના બાળકોની ત્વચાની કેર કરશો જેથી કરીને તમે પણ હેરાન ના થાવો અને તમારું બાળક પણ હેરાન ના થાય.

– નાની ઉંમરમાં બાળક ચાલતા-ફરતા શીખે છે, જેનાથી તેમની ત્વચા ગંદી થાયછે. જો કે આ સમયે ઇન્ફેક્શન લાગવાના ચાન્સિસ પણ ખૂબ જ વધી જાય છે.આ માટે તમારે બાળકની ત્વચાને ચોખ્ખી રાખવા પર પૂરતુ ધ્યાન આપવુ જોઈએ.– તમે જ્યારે પણ બાળકને નવડાવો છો ત્યારે ખાસ ધ્યાન એ રાખો કે તેને નવડાવતા પહેલા શરીર પર બેબી ઓઈલથી માલિશ જરૂર કરો. માલિશ કરવાથી બાળકની ત્વચાને પોષણ મળે છે અને તે મજબૂત પણ થાય છે. આ સાથે તમે જ્યારે બાળકને માલિશ કરો છો ત્યારે તે ઊંઘી જાય છે જેથી કરીને તેને એક સારી ઊંધ પણ મળી રહે છે.
– બાળકને નવડાવતા પહેલા ટુવાલ વગેરે યાદ કરીને પાસે રાખો એટલે છેલ્લા સમયે બાળકને મુકીને ટુવાલ લેવા દોડવુ ના પડે.
– તમારા બાળકને જો વારંવાર એડકી આવે અને તે ઝડપથી બંધ ન થાય તો તેમને એક ચમચીખાંડ ખવડાવી દેવી. ખાંડના સેવનથી ડાયફરગ્રામની માંસપેશિઓને રાહત મળે છે અને તેનાથી એડકી તરત જ બંધ થઇ જાય છે.
– બાળકોને દૂધમાં હળદર મિક્ષ કરીને આપવાથી તેમને ઠંડીમાં રાહત મળે છે. સાથેજ બાળકને સ્કિનને લગતા કોઇ પ્રોબ્લેમ્સ પણ થતા નથી. બાળકને જ્યારે શરદી કે ઉધરસ થઇ હોય ત્યારે પણ હળદરવાળુ દૂધ આપવાથી બાળકને ઝડપથી આરામ મળે છે.– બાળકને ક્યારેય પણ ઘરમાં એકલું ના મૂકો. તેના પર હમેંશા ધ્યાન આપતા રહો જેથી કરીને તેને લોખંડ જેવી કોઇ વસ્તુ વાગી ના જાય.
– બાળકને નવડાવવા માટે એ જ સાબુ પસંદ કરો જેમાં પ્રાકૃતિક તેલ હોય. આવા સાબુથી બાળકની ત્વચા સૂકી નહીં થાય અને તે હમેંશા નરમ રહેશે.
– નવડાવ્યા પછી બાળકની ત્વચાને ટુવાલથી લૂછો અને પાવડર લગાવો. બાળકને કોઈ સંક્રમણના થાય તેના માટે ટુવાલને અઠવાડિયામાં એક વાર જરૂર ધોવો.
– ડાઈપરના કારણે રેશિસ ના પડેમાટે બાળકને તે જગ્યા પર વધુ પ્રમાણમાં પાવડર લગાવો.
– બાળકને હંમેશા સુતરાઉ કપડાં પહેરાવવાનો આગ્રહ રાખો.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક રસપ્રદ અને ઉપયોગી ટીપ્સવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી