આ શિયાળામાં આ રીતે રાખો તમારા બાળકને વાયરલથી પ્રોટેક્ટેડ

આ શિયાળામાં તમારા બાળકોને આ રીતે ફ્લુ ફ્રી રાખો, આ શિયાળામાં તમારા બાળકોને આ રીતે રાખો વાયરલથી પ્રોટેક્ટેડ

શિયાળો આવતાની સાથે જ તે તેની સાથે સરમજાના તાજા-માજા શાકભાજી તેમજ ફળો લઈને આવે છે અને સાથે સાથે લાવે છે વિવિધ જાતના વાયરલ ફ્લુ.

અને ઘણીવાર તો આ ફ્લુ તે પછી શરદી સ્વરૂપે, ઉધરસ સ્વરૂપે કે પછી તાવ સ્વરૂપે તમને વળગેલો રહે છે અને ઘણીવાર તો આખી સિઝન તમારો કેડો જ નથી મુકતો.

image source

અને તેની સૌથી વધારે અસર બાળકો પર થાય છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. માટે તેમની આ સિઝનમાં ખાસ કાળજી લેવી જોઈએ.

તેમની પાસે આ સિઝનમાં સંપુર્ણ સ્વચ્છ રહેવાનો આગ્રહ રાખવો જોઈએ. તેઓ જેટલીવાર બહાર જઈને આવે તેટલીવાર તેમની પાસે હાથ ધોવડાવવા જોઈએ આ ઉપરાંત તેમને પુરતા વિટામિન્સ મળી રહે ખાસ કરીને વિટામીન ડી મળી રહે તેની ખાસ કાળજી રાખવી જોઈએ.

આવી જ કેટલીક ટીપ્સ અમે તમને જણાવીશું જેના દ્વારા તમે તમારા બાળકોને શિયાળાના ફ્લુથી દૂર રાખી શકશો.

image source

બાળકોને પ્રેબાયોટીક આપો

તમારા બાળકોને નિયમિત પ્રોબાયોટીક આપો. લેક્ટેબેસિલસ DSM 17938 આપો. આ તમને માતાના દૂધમાં મળે છે. આ તત્ત્વ ખુબ જ મહતત્વનું છે કારણ કે તે એન્ટીબાયોટીક્સ ઉત્પન્ન કરે છે, જે પેથોજેનિક બેક્ટેરિયાને વિકસતા અટકાવે છે.

તમારા બાળકોમાં વિટામિન ડીની તપાસ કરાવડાવો

બાળકમાં જો વિટામિન ડીની ઉણપ રહેશે તો તે વિવિધ જાતના ચેપ એટલે કે ઇન્ફેક્શનને લડવા માટે સશક્ત નહીં રહે. વિટામીન ડી વિવિધ પ્રકારના ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ રહે છે. બાળકમાં વિટામિન ડીનું નીચું સ્તર તેમના વારંવાર બિમાર પડવાનું કારણ હોઈ શકે છે.

image source

ડી વિટામીન માટે ઉત્તમ સ્રોત સુર્ય પ્રકાશ છે. માત્ર બાળકોમાં જ નહીં પણ મોટાઓમાં પણ વિટામીન ડીની ઉણપ હોવી તે સામાન્ય છે જે વાસ્તવમાં ન હોવી જોઈએ.

અને ખાસ કરીને શિયાળામાં તેની જરૂર વધારે હોય છે પણ ત્યારે જ લોકો ઠંડીના કારણે ઘરમાં રહે છે અને તેમને પુરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ નથી મળતો. માટે તેમણે શિયાળામાં ખાસ કરીને તડકામાં સમય પસાર કરવો જોઈએ.

જે બાળક હજુ ધાવણું હોય તેને વિટામીન ડીની ઉણપનું જોખમ સૌથી વધારે રહે છે. જો બાળકોને કોઈ રીતે ડી વિટામીન ન મળી શકતું હોય તો માતાપિતાએ તેમને ડી વિટામીનના સપ્લિમેન્ટ્સ આપવા જેઈએ.

image source

એક સંશોધન પ્રમાણે બાળકોને તેમના જીવનના પહેલા વર્ષમાં 400IU ડી વિટામીનની જરૂર રોજ પડે છે. જ્યારે તેનાથી મોટા બાળકો અને કીશોરોને 600 IU વિટામીન ડીની જરૂર રહે છે.

બાળક બિમાર પડે ત્યારે અથવા તો તેના લક્ષણો જોવા મળે ત્યારે તેમને હળદરનુ સેવન કરાવો

હળદરનો ઉપયોગ ભારતમાં ઔષધી તરીકે યુગોથી થતો આવ્યો છે. હળદર એક જાદુઈ ઔષધી છે. હળદરમાં સમાયેલા કરક્યુમીનમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટિ વાયરલ, એન્ટિ કેન્સર, એન્ટિ-માઇક્રેબાયલ સંપત્તિઓ સમાયેલી હોય છે.

image source

તે વાયરલ ઇન્ફેક્શન તેમજ બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બાળકને બચાવે છે આ ઉપરાંત તે શરીરમાંના ઇન્ફ્લેશનને પણ અસર કરે છે.

બાળકને તમે હળદરવાળુ દૂધ અથવા તો લીંબુનું પાણી ભાવતું હોય તો તેમાં થોડી હળદર ઉમેરીને આપી શકો છો. શિયાળામાં રાત્રે સુતિ વખતે જો બાળકને હળદરવાળુ દૂધ પીવડાવવામાં આવે તો તેમના સ્વાસ્થ્ય માટે ઉત્તમ રહે છે.

image source

બાળકોને પુરતા પ્રમાણમાં ઓમેગા 3 આપો

બાળકની દ્રષ્ટિ તેમજ તેના મગજના વિકાસ માટે ઓમેગા 3 ખુબ જ મહત્ત્વનું છે. માટે જ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા બાળકને પુરતા પ્રમાણમાં ઓમેગા 3 મળી રહે, તે તમને અખરોટ, અળશી, સામન ફીશ, તેમજ સપ્લીમેન્ટ્સ દ્વારા મળી રહે છે.

જે માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે છે તેમણે પણ ઓમેગા 3 યુક્ત ખોરાક ખાવો જોઈએ જેથી કરીને તેમના બાળકને પણ તેમના દૂધ દ્વારા તે મળી રહે.

3અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ