બાળકો સામે ભુલથી પણ ના કરો આ પ્રકારની વાતો, નહિં તો પડશે અનેક તકલીફો…

બાળકોનો ઉછેર કરવો એ કંઇ સામાન્ય વાત નથી. જો તમે બાળકોનો ઉછેર કરવામાં નાની-નાની વાતોનું ધ્યાન પહેલાથી જ નથી રાખતા તો તેમન પાછળ જતા ખૂબ જ નુકસાન કરે છે. આમ, જે બાળકોના માતા-પિતા જોબ કરતા હોય છે તેમને બાળકોના ઉછેર વખતે અનેક ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જો કે બાળક તોફાન-મસ્તી કરે તો આપણે તેને ગુસ્સામાં અમુક એવા શબ્દો બોલી નાખીએ છીએ જે બાળકને સુધારવામાં નહિં પરંતુ બગડવામાં મદદ કરે છે. એક અહેવાલ અનુસાર જ્યારે તમે તમારા બાળકને ગુસ્સામાં ના બોલાવાનુ બોલી લો છો ત્યારે તેના માઇન્ડ પર તેની નેગેટિવ અસર પડે છે માટે માતા-પિતાએ બાળકની સામે બોલતા પહેલા અનેક ઘણી બાબતોનો વિચાર કરવો જોઇએ. એક રિસર્ચ અનુસાર જો તમે તમારા બાળકને વારંવાર બોલો છો તો તે જીદ્દી અને સ્વભાવે ચીડિયો થઇ જાય છે. આ સાથે બાળકોમાં પર્સનાલિટી ડેવલોપમેન્ટ પણ થઇ શકતુ નથી. આમ, જો તમે તમારા બાળક પર આ બધી વિપરીત અસરો ના પડે તેમ ઇચ્છતા હોવ તો તમારે કઇ બાબતોનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ એ જાણી લો તમે પણ….

હું પણ ભણવામાં નબળી હતી/હતોબાળકોને ભુલથી પણ આ વાત ના કરો કે હું પણ પહેલા ભણવામાં નબળી હતી, કારણકે તમારી આ વાતથી બાળક કેરલેસ બની જાય છે. માટે બાળકને હંમેશા મહેનત કરવા માટે પ્રોત્સાહન આપો. જો તમે બાળકને મહેનત કરવા માટે પ્રેરશો તો તે વધારે હોંશિયાર બનશે અને સાથે-સાથે તેને વધારે ભણવાની ઇચ્છા પણ થશે.

ડેડીને ફરિયાદ કરવાનું ટાળોસામાન્ય રીતે બધા ઘરોમાં એક પિતાની છબી અનુશાસિત વ્યક્તિની જેમ હોય છે. ઘણા ઘરોમાં લોકો વારંવાર કહેતા હોય છે કે, ડેડીને આવવા દે એટલી જ વાર છે તેમજ વારંવાર ડેડીને ફરિયાદ કરવાની ધમકી આપતા હોય છે. આમ, જો તમે પણ તમારા બાળકોને વારંવાર આ વાતો કહો છો તો તેના મનમાં પિતા પરની લાગણી ઓછી થઇ જાય છે અને તેના મનમાં એક અલગ ડર પેસી જાય છે જે આગળ જતા અનેક પ્રોબ્લેમ્સઉભા કરીને મુકી દે છે. ઘણા બધા કિસ્સાઓમાં આ બધા કારણોથી બાળક તેના પિતાથી દૂર પણ થઇ શકે છે.

વારંવાર ટોકવાનુ બંધ કરો બાળકોને નાની-નાની વાતોમાં વારંવાર ટોકશો નહિં. વારંવારં બાળકને બોલવાથી તે ચિડીયુ થઇ જાય છે અને જીદ્દી થવા લાગે છે.

બાળકોની તુલના બીજા સાથે કરવાનું ટાળો

મોટાભાગના લોકોને વારંવાર પોતાના બાળકની તુલના બીજા સાથે કરવાની આદત હોય છે. આમ, જો તમે તમારા બાળકો સાથે પણ કંઇક આવુ જ કરો છો તો તેનામાં ભેદભાવની તુલના વધી જાય છે.

સોશિયલ મીડિયાથી બાળકોને દૂર રાખો આજના આ સમયમાં માતા-પિતા પોતાના બાળકોને ટેબલેટ, આઇફોન તેમજ બીજી અનેક ઘણી અવનવી વસ્તુઓ આપીને પોતાના બાળકની છબી બીજાની સામે સારી કરવા ઇચ્છે છે. પરંતુ તમને જણાવી દઇએ કે, જો તમે તમારા બાળકોને આ બધા ગેજેટ્સ આપો છો તો તેની વિપરીત અસર તેના મગજ પર પડે છે અને લાંબા ગાળે તેના સ્વાસ્થ્ય પર નુકસાન પહોંચે છે.

આપ પણ એવી કોઈ વાત જાણતા હોવ જે બાળકોને કહેવી યોગ્ય નથી તો એ કોમેન્ટમાંજણાવો.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી