ચીકુ કેળાનો ચોકલેટી મિલ્કશેક – તમારા વ્હાલા બાળકોને બનાવી આપો પ્રોટીન તથા કાર્બોહાઇડ્રેટથી ભરપૂર સ્વાદિષ્ટ ને પૌષ્ટિક મિલ્કશેક……

ચીકુ કેળાનો ચોકલેટી મિલ્કશેક

આ ભરઉનાળે બાળકોને આપો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મિલ્કશેક . ઉનાળામાં બાળકોને ગરમ દૂધ નથી ભાવતું હોતું , તો બનાવી આપો આ ફટાફટ બનતું મિલ્કશેક , જે પેટ માં અને મન માં ઠંડક આપશે. પેટ પણ ભરાઈ જશે અને પૌષ્ટીકતા પણ મળી જશે. કેળા અને ચીકુ બંને એવા ફળો છે જે કુદરતી રીતે મીઠા છે. મેં આ મિલ્કશેક માં સફેદ ખાંડ ના બદલે મધ નો ઉપયોગ કર્યો છે. મધ આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ખાંડ તો ખાલી કેલેરી વાઘરે. જયારે મધ , મીઠાશ પણ આપે અને કેલેરી પણ નહીં વધારે …

ચીકુ માં એવા મિનરલ્સ ભરેલા છે જે આપણી મેટાબોલિક activity માટે સારા છે, જેમ કે પોટેશિયમ, કોપર વિગેરે.. ચીકુ માં વિટામિન E , વિટામિન A , વિટામિન C અને વિટામીન B કોમ્પ્લેક્સ જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે અને સાથે સાથે આપણા વાળ અને ત્વચા પણ સુંદર બનાવે છે .
કેળા પણ શરીર ને હેલ્થી રાખવા જરૂરી એવા વિટામિન અને મિનરલ્સ નો ખજાનો છે. પોટેશિયમ , કેલ્શિયમ , આર્યન વિગેરે. કેળા ને સુપર ફ્રુટ તરીકે પણ ઓળખાય છે .

આ મિલ્કશેક માં મેં થોડો ચોકલેટ પાવડર ઉમેર્યા છે , જે મિલ્કશેક ને એક માખમલી ચોકલેટી રૂપ આપે છે. આશા છે આપ સૌ ને પસંદ આવશે…

સામગ્રી :

  • 2 નંગ ચીકુ,
  • 1 નંગ મોટું કેળું,
  • 2 ચમચી મધ /ખાંડ,
  • 1 ગ્લાસ દૂધ,
  • 1 સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ (સજાવટ માટે),
  • થોડો બરફ , ખંડેલો.

રીત :

 

સૌ પ્રથમ એક બાઉલ માં છાલ ઉતારેલા ચીકુ અને કેળા ના કટકા લો.. એમાં સાથે મધ /ખાંડ અને ચોકલેટ નો ભૂકો ઉમેરો.હવે આ બાઉલ માં 1 ગ્લાસ દૂધ ઉમેરો . મિલ્કશેક માટે દૂધ હંમેશા એકદમ ઠંડુ જ ઉમેરવું. મિલ્કશેક ઠંડુ હશે તો જ પીવાની મજા આવશે.બ્લેન્ડર કે મિક્સર ની મદદ થી બ્લેન્ડ કરો .. બરફ ને થોડો ખાંડી , બરફ ના કટકા ઉમેરવા… આ મિલ્કશેક જાડું બનશે. આપ આપના સ્વાદ અને પસંદગી પ્રમાણે દૂધ વધારે ઓછું કરી શકો. બરફ ના લીધે પણ શેક થોડો પાતળો બનશે.

પીરસવાના ગ્લાસ માં મિલ્કશેક રેડો , થોડા બરફ ના નાના ટુકડા અને ઉપર વેનીલા આઈસ ક્રીમ નો એક સ્કુપ મુકો..

તૈયાર છે ચોકલેટી મિલ્કશેક.. તરત જ પીરસાવો. અથવા પીરસવા સુધી ફ્રીઝર માં મુકો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી