ત્રણ વખત આસામના મુખ્યમંત્રી રહી ચુકેલા તરુણ ગોગોઈનું નિધન

આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈનું સોમવારે સાંજે અવસાન થયું હતું. તેમની ઉંમર 84 વર્ષની હતી. તેમની તબિયત નાદુરુસ્ત હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે સોમવારે સાંજે ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 3 વખત આસામના મુખ્યમંત્રી રહ્યાં છે. તેમના નિધન પર વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ પોતાની ટવીટમાં લખ્યું હતું કે, “તરુણ ગોગોઇજી એક લોકપ્રિય નેતા અને પીઢ પ્રશાસક હતા જેમને આસામ તેમજ કેન્દ્રનો રાજકીય અનુભવ હતો. તેમના નિધનથી દુ:ખી છું. આ દુ:ખની ઘડીમાં તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ”

image soucre

આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈને ઓગસ્ટ માસમાં કોરોના થયો હતો. તેની સારવાર બાદ કેટલીક જટીલ સમસ્યા સર્જાઈ હતી જેના કારણે ગત 2 નવેમ્બરથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હત

.

તરુણ ગોગોઈની તબિયત ખરાબ હોવાથી રાજ્યના મુખ્યમંત્રી તેમનો પ્રવાસ અધુરો છોડી પરત ફર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તરુણ ગોગોઇ મારા પિતા જેવા છે. હું તેમના સ્વાસ્થ્યમાં સુધારણા માટે પ્રાર્થના કરું છું. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘હું બધા કાર્યક્રમો રદ કરી ડિબ્રુગઢથી ગુવાહાટી જઇ રહ્યો છું જેથી તરુણ ગોગોઈ અને તેમના પરિવાર સાથે રહી શકું, કેમકે પૂર્વ મુખ્યમંત્રીની તબિયત લથડી છે.’

image soucre

આસામના પૂર્વ મુખ્યમંત્રીના અવસાન પર દેશના તમામ રાજકારણીઓએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તરુણ ગોગોઇ 2001 થી 2016 સુધી આસામના મુખ્યમંત્રી રહ્યા હતા. તરુણ ગોગોઈના પિતા ડો.કમલેશ્વર ગોગોઇ રંગજન ટી એસ્ટેટમાં મેડિકલ પ્રેકટીશનર હતા. તેમની માતા ઉષા ગોગોઇ કવિ હતા. તે પ્રખ્યાત કવિ ગણેશ ગોગોઇના નાના બહેન હતા. જો કે તરુણ ગોગોઇએ માતાપિતાની કારર્કિદીથી અલગ વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 1963માં આસામની ગુવાહાટી યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું હતું. તેમને સામાજિક કાર્ય અને રાજકારણમાં પણ ઊંડો રસ હતો. 30 જુલાઈ 1972 ના રોજ ગોગોઇએ ડોલી ગોગોઇ સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર ગૌરવ ગોગોઇ અને પુત્રી મૂન ગોગોઇ છે.

image soucre

ગોગોઈ ઈંદિરા ગાંધીના કાર્યકાળમાં પ્રથમ વખત લોકસભા સાંસદ બન્યા હતા. રાજીવ ગાંધીના સમયમાં તેઓ 1985થી 1990 સુધી કોંગ્રેસના મહાસચિવ રહ્યા હતા. જ્યારે પી.વી. નરસિંહરાવની સરકારમાં તેઓ 1991થી 1996 સુધી ખાદ્ય અને ટેકનોલોજી મંત્રાલયના રાજ્યમંત્રી હતા. તેઓ કુલ 6 વખત લોકસભામાં ચુંટાયા હતા. તેઓ ત્રણ ટર્મ સુધી જોરહટથી સાંસદ હતા. હાલ તેમની બેઠક પરથી ગૌરવ ગોગોઈ સાંસદ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ